“આદર્શ” : આ ટૂંકી સ્ટોરી આંધળા પ્રેમમાં પાગલ લોકોની આંખો ખોલી શકે છે.

0
1237

હું સરસ તૈયાર થઈ… ના સરસ તૈયાર કરવામાં આવી.. મને છોકરો જોવા આવવા નો હતો… મને હવે લગ્ન માં રસ ન હતો.. પણ પપ્પા અને મમ્મી ભાઈ ભાભી ના સ્વભાવ ને જાણતા.. એટલે મને પરણાવવા ઉત્સુક હતા.. હું તો ભાગી ને લગ્ન કરેલા એવી એક છોકરી… અને પછી એક દીકરી ની માં… ભલે ઉંમર નાની પણ સામાજિક રીતે બદનામી વાળી…

એક ખૂબ જ ખરાબ અનુભવ લગ્ન નો…. એજ ડા રુનું વ્ય સન… એજ રોજ ની ગા ળાગાળી.. એજ રોજ ની ઝા પટોખાવાની.. એ જ એની લા તો.. એના માટે તોન શો… પછી ક્યાં ભાન રહેતું… મારી નાની દીકરી હતી.. કમાણી ઓછી હતી… અને મારી કાચી ઉંમરમાં થયેલી ભૂલ હતી… પ્રેમ આંધળો હોય છે.. એ સમાજ માં કહેવાય છે… અને અમારી જેવી નાસમજ, અને માં બાપ નું કહ્યું ના માનવા વાળી છોકરી ઓ… એ કહેવત ને સાચી પાડીએ છે… મારા માતા પિતાની આબરૂ ખલાસ કરી ને… તેમને સમાજ માં નીચું જોવડાવી ને… મેં ભાગી ને લગ્ન કર્યા હતા..

માં બાપે સમજાવી હતી.. છોકરો લગ્ન ને લાયક નથી.. છોકરા ની ચાલ ચાલગત સારી નથીવ્ય સની છે.. કામની બાબતે ગંભીર નથી. રખડેલ છે.. પણ મને ક્યાં સમજ માં આવતું હતું.. હું તો પ્રેમ માં પાગલ અને આંધળી થઈ ગઈ હતી… મારા માતા પિતા જ મને મારા દુશ્મન લાગતા હતા.. માબાપ પોતાના સંતાન નું ખોટું તો ના જ ઈચ્છે ને… પણ એ ઉંમરમાં આ સમજ નથી હોતી ને.. માત્ર એકજ પ્રેમ પાત્ર દેખાય છે.. બાકી આખી દુનિયા નથી દેખાતી એ જ તો છે અંધાપો…

મા રખાઈ ને, જુ લ્મો સહન કરી ને પણ એની પાસે પડી રહેવા નું.. માં બાપ પાસે પણ કેવી રીતે જવું… અને કયું મો લઈને જવું… નર્ક ની વાતો સાંભળી હતી… પણ મેં તો જીવતા જીવ નર્ક નો અનુભવ પણ કર્યો હતો.. સંતાનના જન્મ પછી પરિસ્થતી સુધરશે એ આશા એ .. હું તે નર્ક બરદાસ્ત કરતી.. પણ હવે દીકરી છ માસ ની થઈ ને આ નર્ક માં હું બીજું સંતાન લાવવા નહોતી માંગતી…પણ જાનવર ની સામે હું કેટલું ટકી શકું… મારી કરેલી ભૂલ મારી આ દીકરી તો ભોગવવા ની જ… પણ દરેક પરિસ્થિતિ ની હદ હોય.. એ હદ જ્યારે પાર થઈ ત્યારે મને જીવવા ની કોઈ તમન્ના ના રહી..

એક વાર ઢોર ની જેમમા ર ખાધો.. મારી દીકરી રડતી તો તેના ઉપર પણ હાથ ઉ પાડ્યો અને હું એ સહન કરી ન શકી…. માબાપ પાસે જવું નહોતું ને મન માં દુનિયા છોડવાનો વિચાર આવી ગયો… પણ દીકરી ને જોઈ વિચાર ફરી ગયો… ઘર છોડી ને આ નર્ક ની યાતના ઓ થી ભાગી જવાનો વિચાર આવ્યો.. જઈ જઈ ને પણ ક્યાં જવું… એક વાર ઘેર થી ભાગવાની ભૂલ કરી ચુકી છું.. અને ભોગવી રહી છું.. પણ મારું ભણતર હતું નહીં કે એટલી હિમ્મત પણ ન હતી..

આ પરિસ્થતી જો લાંબી ચાલી હોત તો ચોક્કસ હું મારી દીકરી ની સાથે દુનિયા છોડી ચુકી હોય… પણ એ ઈશ્વરે ને મંજુર નહોતું.. અને એક દિવસ ખૂબ મા રમાર્યા પછી એ તો જતો રહ્યો હતો… અમે માં દીકરી પોતાના નસીબ ને રડતા હતા.. ને મારા માં બાપ મને લેવા આવ્યા… કોઈ પાડોશી એ સમાચાર કહેવડાવ્યા હતા… હું મારી દીકરી ને લઈ ને એ જ ક્ષણે એ નર્ક છોડી ને મારા માબાપ ના ઘેર આવી ગઈ… છૂટાછેડા થઈ ગયા…

સીવણ ના કલાસ કરી ઘેર સિલાઈ મશીન લાવી ને હું આર્થિક રીતે ઘર ને મદદ રૂપ થતી.. ઘર નું કામકાજ માં ભાભી ને મદદરૂપ થતી…. પણ પાછી આવેલી નળંદ કઈ ભાભી ને ગમે… અને ભાભી ને ગમે એ જ ભાઈ ને ગમે… અને મને અહી ઘરમાં સહન કરવી જે એમને મંજુર નહોતું… કાંઈ સ્પષ્ટ તો બોલી ના શકે… મારા મમ્મી પપ્પા હતા ને… પણ મમ્મી પપ્પા ને પણ થતું… અમે છે ત્યાં સુધી… પછી શું?

માટે તેઓ મારા બીજા લગ્ન કરાવવા માંગતા હતા… અને મારી સ્થિતિ હવે એવી હતી કે એક ઠોકર માબાપ ની વાત ન માની ને ખાધી… જીવન ઝેર જેવું બની ગયું હતું… હવે જે માબાપ કહે તેમ જ કરવું… પરંતુ એક દીકરી ની માં. એય ભાગી ને લગ્ન કરનારી… અને છૂટાછેડા લીધેલ હોય તેને કોણ લગ્ન કરી ને લઈ જાય… મારા માબાપ સગા સંબંધી ને વાત કરતા કોઈ યોગ્ય પાત્ર મળે તેના માટે… પણ અઘરું પડતું… પાત્ર મળવું પણ જોઈએ ને… મારી સાથે મારી દીકરી ને સ્વીકાર કરે…મુરતિયા ને દીકરી કે દીકરો હોય છૂટાછેડા થયેલા હોય, કે એક સંતાન નો વિધુર બાપ પણ લગ્ન માટે કન્યા તો સંતાન વગર ની જ જોઈએ.

આમ ને આમ 1 વર્ષ થઈ ગયું…ચાર પાંચ મુરતિયા ઓ આવ્યા પણ ખરા અને વિચારી ને પછી જવાબ આપીશું… અને એ ‘પછી’ આવતી જ નહીં… અને માં બાપ ની ચિંતા માં વધારો થતાં હું જોઈ રહેતી… અને એની અસર ભાભી ના વર્તન માં હું અનુભવી શકતી.. માં બાપ ની આ ચિંતા એટલે મારી નાદાનીમાં ભરેલું ખોટું પગલું… અને હવે સહન તે લોકો કરતા.

એક છોકરી ની માં ને સ્વીકારવા કોઈ પાત્ર મળતું નથી… અને હવે મારા માં બાપ એ એનો પણ રસ્તો વિચાર્યો…. અને નક્કી કર્યું કે તારા લગ્ન કરીયે અને તું સાસરે જાય પણ તારી આ દીકરી ને અમે જ રાખીશું અને મોટી કરીશું.. તું તારા ભવિષ્ય ને જો… તારી સામે આખી જિંદગી પડી છે… દીકરી વગર ની એકલી છૂટાછેડા વાળી કન્યા ના લગ્ન માટે પાત્ર મળવા ની આશા મારા માં બાપ ને હતી…. મારી ના હતી… મારુ મન માનતું ના હતું.. પણ એક વાર કરેલી ભૂલ… ભોગવેલી ભૂલ… હવે માં બાપ કહે તેમ…. તેમની વાત માનવવા સિવાય મારી પાસે કોઈ રસ્તો ના હતો… કમને મેં મંજૂરી આપી…

મને જોવા એ આવ્યા… મારી સાથે શોભે એવા હતા… ગમ્યા.. વ્ય સન મુક્ત.. તેમના પત્નીએ અકસ્માત માં દુનિયા છોડી હતી.. આર્થિક રીતે સામાન્ય… કરિયાણાની દુકાન પોતાના પિતા સાથે ચલાવતા… પણ મારે મારી ઈચ્છા ક્યાં હતી.. મને પસંદ છે કે નહીં એ તો વિષય જ નહોતો… વિષય હતો હું તેમને પસંદ આવું છે કે નહીં.. તેઓ તેમના મમ્મી પપ્પા સાથે આવ્યા હતા… મારી માસી ના દૂર ના સગા માં થતા હતા.

તેમણે મને પસંદ કરી… મારા મમ્મી પપ્પા એ કહ્યું હતું કે અમારી દીકરી ની દીકરી ને અમે જ ઉછેરીશું… પણ તેમને પોતાના મમ્મી પપ્પા સાથે મળી ને નક્કી કર્યું અને મારા મમ્મી પપ્પા ને કહ્યું.. કે અમે માં દિકરી જુદા થાય એમાં રાજી નથી.. અમે તમારી દીકરી ને તેની દીકરી સાથે જ સ્વીકારીશું.. અને મારા બીજા લગ્ન થયા… મને સાસુ સ્વરૂપે માં મળી અને સસરા સ્વરૂપે પિતા… મારી દીકરી ને પિતા મળ્યા… અને દાદા દાદી પણ મળ્યા… અમને પૂરો પરિવાર મળ્યો…

કોણ કહે છે જમાનો ખરાબ છે?

– અંકુર ખત્રી