અદ્દભુત રહસ્ય : જાણો કેમ માતા સીતા લક્ષ્મણને ગળી ગયા હતા?

0
456

એવું તે કયું કારણ હતું કે, માતા સીતાએ લક્ષ્મણજીને ગળી લીધા હતા.

એક સમયની વાત છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ રાવણનો વધ કરીને ભગવતી સીતાની સાથે અવધપુરી પાછા આવી ગયા. અયોધ્યા નગરીને એક દુલ્હનની જેમ સજાવામાં આવી હતી અને ઉત્સવ મનાવવામાં આવ્યો. ઉત્સવ ઉજવવામાં આવતો હતો ત્યારે સીતાજીને વિચાર આવ્યો કે વનવાસ જતા પહેલા માં સરયુને વચન આપ્યું હતું કે જો ફરીથી પોતાના પતિ અને દિયર સાથે સકુશળ અવધપુરી પાછા આવશે તો તમારી વિધિવત રૂપથી પૂજા અર્ચના કરશે.

આ વિચારીને સીતાજી લક્ષ્મણને સાથે લઈને રાત્રે સરયૂ નદીના કિનારે ગયા. સરયૂની પૂજા કરવા માટે લક્ષ્મણને જળ લાવવા માટે કહ્યું. લક્ષ્મણજી જળ લાવવા માટે ઘડો લઈને સરયૂ નદીમાં ઉતરી ગયા.

જળ ભરી જ રહ્યા હતા કે ત્યારે સરયૂના જળથી એક અઘાસુર નામનો રાક્ષસ નીકળ્યો, જે લક્ષ્મણજીને ગળવા માંગતો હતો. પરંતુ ત્યારે ભગવતી સીતાએ આ દ્રશ્ય જોયું અને લક્ષ્મણને બચાવવા માટે માતા સીતાએ અઘાસુર ગળે તે પહેલા પોતે જ લક્ષ્મણને ગળી ગયા.

લક્ષ્મણને ગળી ગયા પછી સીતાજીનું આખું શરીર જળ બનીને પીગળી ગયું. (આ દ્રશ્ય હનુમાનજી જોઈ રહ્યા હતા, જે અદ્રશ્ય રૂપથી સીતાજીની સાથે જ સરયૂ કિનારે આવેલ હતા) તે તન રૂપી જળને શ્રી હનુમાનજી ઘડામાં ભરીને ભગવાન શ્રી રામ સામે લાવ્યા. અને બધી ઘટના કેવી રીતે થઇ, તેના વિષે હનુમાનજીએ શ્રી રામજીને જણાવ્યું.

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામજી હસીને બોલ્યા : હે મારુતિ સુત દરેક રાક્ષસોનો વધ તો મેં કરી દીધો પરંતુ આ રાક્ષસ મારા હાથથી મારવાનો નથી. તેને ભગવાન ભોળેનાથનું વરદાન પ્રાપ્ત છે કે જયારે ત્રેતાયુગમાં સીતા અને લક્ષ્મણનું તન એક તત્વમાં બદલી જશે, ત્યારે તે જ તત્વ દ્વારા આ રાક્ષસનો વધ થશે. અને આ તત્વ રુદ્રાવતારી હનુમાન દ્વારા અસ્ત્ર રૂપમાં પ્રયુક્ત કરવામાં આવે.

હનુમાન આ જળને તરત સરયૂના જળમાં પોતાના હાથથી પ્રવાહિત કરી દે. આ જળ સરયુના જળમાં મળવાથી અઘાસુરનો વધ થઇ જશે અને સીતા અને લક્ષ્મણને પુનઃ પોતાના શરીરની પ્રાપ્તિ થઇ જશે.

હનુમાનજીએ ઘડાના જળને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરીને સરયૂ જળમાં નાખી દીધું. ઘડાનું જળ જેવું જ સરયૂ જળમાં મિક્ષ થયું ને ત્યારે જ સરયૂના જળમાં ભયંકર જ્વાળા થવા લાગી, તે જ જ્વાળામાં અઘાસુર બળીને ભસ્મ થઇ ગયો અને સરયૂ માતાએ ફરીથી સીતા અને લક્ષ્મણને નવ જીવન પ્રદાન કર્યું.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.