1000 વર્ષ પહેલા કેરળના આ ગામમાં થયો હતો આદિ શંકરાચાર્યનો જન્મ, જાણો તેમની સાથે જોડાયેલી વાતો.

0
1047

4 વેદો સાથે જોડાયેલા છે આદિ શંકરાચાર્યએ સ્થાપેલા આ 4 મઠ, આ જગ્યા પર લીધી હતી તેમણે સમાધિ, જાણો.

હિંદુ કેલેન્ડર અનુસાર 788 ઇસ. માં વૈશાખ મહિનાના શુક્લપક્ષની પાંચમની તિથિએ આદિ શંકરાચાર્યનો જન્મ થયો હતો. દર વર્ષે આ દિવસે શંકરાચાર્યની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. આદિ ગુરુ શંકરાચાર્યએ નાની ઉંમરમાં જ વેદોનું જ્ઞાન મેળવી લીધું હતું. ત્યારબાદ 820 ઇસ. માં તેમણે હિમાલયમાં સમાધિ લઇ લીધી.

8 વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાન :

માનવામાં આવે છે કે, ભગવાન શિવની કૃપાથી જ આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ થયો હતો. જયારે તે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતા દુનિયા છોડી ચુક્યા હતા. ત્યારબાદ ગુરુના આશ્રમમાં તેમણે 8 વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાન મેળવ્યું. પછી તે ભારત યાત્રા પર નીકળ્યા અને તેમણે દેશના 4 ભાગોમાં 4 પીઠોની સ્થાપના કરી. એવું પણ કહેવામાં આવે છે કે, તેમણે 3 વાર આખા ભારતની યાત્રા કરી હતી.

કેરળના નંબૂદરી બ્રાહ્મણ કુળમાં થયો હતો જન્મ :

આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો. તેમનો જન્મ દક્ષિણ ભારતના નંબૂદરી બ્રાહ્મણ કુળમાં થયો હતો. આજે આ કુળના બ્રાહ્મણ બદ્રીનાથ મંદિરના રાવલ હોય છે. જ્યોતિર્મઠના શંકરાચાર્યની ગાદી પર નંબૂદરી બ્રાહ્મણ જ બેસે છે.

4 વેદો સાથે જોડાયેલા 4 પીઠ :

જે રીતે બ્રહ્માજીના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થઈ છે. એટલે કે પૂર્વના મુખમાંથી ઋગ્વેદ, દક્ષિણના મુખમાંથી યજુર્વેદ, પશ્ચિમના મુખમાંથી સામવેદ અને ઉત્તરવાળા મુખમાંથી અથર્વવેદની ઉત્પત્તિ થઈ છે. તેના આધાર પર શંકરાચાર્યએ 4 વેદો અને તેમાંથી નીકળેલા અન્ય શાસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે 4 મઠ એટલે કે પીઠની સ્થાપના કરી હતી.

તે ચારેય પીઠ એક એક વેદ સાથે જોડાયેલા છે. ઋગ્વેદ સાથે ગોવર્ધન પુરી મઠ એટલે કે જગ્ગનાથ પુરી, યજુર્વેદ સાથે શ્રીંગેરી જે રામેશ્વરમના નામથી ઓળખાય છે. સામવેદ સાથે શારદા મઠ જે દ્વારકામાં છે અને અથર્વવેદ સાથે જ્યોતિર્મઠ જોડાયેલું છે જે બદ્રીનાથમાં છે. માનવામાં આવે છે કે, તે છેલ્લું મઠ છે અને તેની સ્થાપના પછી જ આદિ શંકરાચાર્યએ સમાધિ લઇ લીધી હતી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.