(એક આદીપુરુષનાં જીવન ચરિત્રની સ્ટોરી ભાગ 1 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.)
શિયાળા માં દબદબો કરી બેઠેલી ટાઢની અક્કડ ને દુર કરાવ આદિપુરુષે તળાવની ટેકરી પર લાકડાં ભેગાં કરી એમની આંખો ની સૂર્યની અગ્નિ સમી આગને ભેગાં કરેલા લાકડાં માં પરોવી ધુણીધખાવી. પ્રતિપળ શિવધૂન ને મોડે રટણ કરી યોગીપુરુષે પોતાના નેત્રને દાબી દીધા. પોતાના કેશ ને હવામાં તરતાં મુંકી પગ પર પગ ચડાવી યોગી કોઇ અલગલ મુકામ માં ચાલ્યા ગયા હોય એમ મુરત સમા બની બેઠાં.
શિયાળા ની સવાર ઝાકળ માં પલટાઈ ખેતર નાં પાક પર આશરો કરી બેઠી હતી. આભલેથી ઉતારી આવેલાં વાદળો હોંશે હોંશે ધરતી ને મળી એની મહેમાનનવાજી માળી રહ્યાં હતાં. ભેંસો વાગોળી વાગોળી કાયાને ગરમ કરવાના થતાં પ્રયત્નો થી હારી પોદ્લો કરી એનાં ઉપરજ આશન ગ્રહણ કરી બેઠી હતી. ટાઢિહેમ હવાના સુસવાટા બારીક ઉગાડી કાયા ને થિજવવામાં કોઇ કસર નોઁહતાં છોડી રહ્યાં.
આવી ટાઢિહેમ સવાર માં ખેતરની વાટ પકડી એક યુગલ નિશબ્દ બની ચાલી આવી રહયુ હતુ. ગોટમોટ થઈ યુવાનની બાજુમાં ચાલતી સ્ત્રીએ માથે મૂકેલું તગારૂ એની સ્થિરતાં જાળવી રાખવા માં પાર પડયું હતુ. સ્ત્રીની બાજુમાં ચાલતાં યુવાનની નજર ટાઢનાં વાદળો મે પેલીકોર કરી હળહળી રહેલાં અગ્નિ તરફ પડી. આ સવાર સવાર માં કોણ તળાવને કાંઠે તાપણું કરી રહ્યો છે… એવાં વિચારો ને રુબરુ થવાં યુવાન સ્ત્રી ને ત્યાં રોકવા કહી ટેકરી ચડ્યો.
નજર સમક્ષ બેઠેલા આદિપુરુષ ને જોઈ યુવાન ની વાચા પહેલાં તો ગાળા માં એક કોરો ઘૂંટડો ઉતારી ગઈ ત્યાર બાદ યુવાને હિમ્મત ભેગી કરી આદીપુરુષ ને સવાલ કર્યો.
” અલ્યા કોણ છે….”
બંધ આંખો પણ જાણે યુવાન નાં સવાલ નો જવાબ આપવા સક્ષમ હોય એમ સળવળી રહી હતી.
” ઉદ્ધાર કરવા આવ્યો છું બચ્ચા… કરી ને જઈશ….” આંખો નાં બંધ દ્વાર એ રીતે ખુલ્યા જાણે વર્ષોથી બંધ મહેલ ને કોઈએ ગણકાર્યો નહોય.
આંખોનું તેજ અગ્નિ ની લપટોથીયે આધીક જ્વલનષિલ હતુ. યોગી ની કાયા ઉપર ટાઢને માત આપતી રૂંવાટી ટાઢાકાળજે પોઢી રહી હતી.
” ચાલ મારી સાથે….” કહી કમંડલ હાથમાં લઇ યોગી એ યુવાનને એમની સાથે આવવા કહ્યુ ટેકરી ઉતરી ઉતરી સામે એક પીપળાનાં ઝાડ પાસે લઈ ગયાં.
આદિપૂઋષે આંખો ને ધરતી પર સ્થિર કરી મંત્રઃ નો ઉચ્ચાર ચાલુ કર્યો ભ્રમાંડ માંથી દેવતાઓ પણ આ યોગી ની નોંધ લેવા એક નજર મારીલે એવી અડગતાં એમનાં ઉચ્ચારો માં હતી. સચોટ સંસ્કૃત સ્લોક ઉચ્ચારી રહેલા યોગીપુરુષ ની આંખો એકપણ પાલકારો કર્યા વીના ધરતીનાં કઢણ પોપડા ને ફાડી દેવા સુર્ય નાં પ્રથમ કિરણ થી પણ રોન્દ્ર લાગી રહી હતી.
આદીપુરુષ નાં મંત્રોનો જાપ ધરતીને ચીરવાં મજબૂર કરી બેઠો હતો. અને બન્યુ પણ એવુંજ કઢણ ધરતી ને ચીરી એની અંદરથી કાળું શિવલિંગ બહાર નીકળી આવ્યુ. ધરતી નાં પેટાળ માંથી નીકળેલે શિવલિંગની દિવ્યતાં એટલી હતી કે હમણાંજ પ્રભુ ત્રાંડ્વ કરવાં ધરતી પર ઉતરી આવસે. એજ પળે સુર્યનારાયણ નું પ્રથમ કિરણ આવી શિવલિંગ ની દિવ્યતાને વાધાવી રહ્યુ. બન્ને તેજ ભેળા મળી બજુમાં ઊભેલા પેલાં પુરુષ ની આંખો ને આંજી દીધી.
મંત્રજાપ પુર્ણ થયાં શિવલિંગ સ્થિર થઈ ગયુ પેલાં યુવાન ની આંખો લીંબુ ની ફાડ સરીખી બની બની ઘડીભર શિવલિંગ સામું તો ઘડીભર આદિપુરુષ સામું અનિમેષ આંખો એ જોઈ રહી. ઘૂંટણ ભેળા થઈ યુવાને આદિપુરુષ નાં દિવ્ય ચરણો ને દાબી દીધાં.
આજ પણ એ દિવ્યશિવલિંગ એની એજ જગ્યા પર સ્થિત છે. હાલ પણ મારા ગામ વાસિયો એ શિવલિંગ ને તહેદિલથી પૂજાઅર્ચના કરે છે.
(એક આદીપુરુષનાં જીવન ચરિત્રની સ્ટોરી ભાગ 1 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.)
– રશ્મિન પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)
(ફોટા પ્રતિકાત્મક છે)