અમારાં ગામમાં આવીને વસેલા એક આદીપુરુષ નાં જીવન ચરિત્રને હું ટૂંકી વાર્તા નાં સહારે આપની સમક્ષ રજુ કરાવ જઈ રહ્યો છું.
શિયાળાનાં દિવસો હા અમેજ છીયે.. ! એમ કહી ટાઢ ને હથિ આર બનાવી રહ્યાં હતાં. ઝાકળ નો વરસાદ ઉભા પાકા ને કાળોભંમર પાક ઉપર ઘરજમાય થઈ બેઠો હતો. જાડી હવા માં પ્રાણવાયુ રફેદફે થઈ માનવીઓનાં કાળજા માં પ્રાણ પુરી રહ્યો હતો. આખા ગામ માં જણબચ્ચું પણ હળવળાટ કરવાનું ટાળી પથારીવસ થઈ ચૂક્યું હતુ. આખી રાત સામેની ફળિયા વાળા સાથે ઝગડો કરી આખરે ટાઢ સામે હારી આકડાઈ ગયેલાં કૂતરાં ઘુરરરર….ઘુરરરર…. કરાતાં ટાઢિ રેતી ને પથારી કરી રહ્યાં હતાં.
ગામને વાચોવચ ઊભેલાં વડલા નાં પાંદડા પર પડેલી ઝાકળ ની બુંદો હવે નેવાં બની ટપક ટપક તરપી રહી હતી.
આવા વાદળ ધરતીનાં પ્રણય મિલન વચ્ચે તિરાડ પાડી માત્ર એક પોતડી પહેરી ચાલી આવતાં પુરુષની જવાની પૂરાજોશમાં જાણે લથપથ હોય એમ લાગી રહ્યુ હતુ. હાથમાં કમંડળ તથા ખુલ્લી જટા પવનવેગા બનેલા પગ સાથે હાથતાળી આપી હિલોળે ચડી રહ્યાં હતાં. એમની ચાલવાની છડા જાણે અંદર ભભકી રહેલા જ્વાળા સાથે તાલમિલાવી આ ખરી ટાઢ ને ઓગળી રસ્તો કરી રહી હતી. કમંડળ સાથે અઠાડાઈ અથડાઈ ને ખરાં રુદ્રાક્ષની માળા એક પુરાણી ધૂન પેદા કરી રહી હતી. માત્ર પોતડી માં સજ્જ આ આદીપુરુષ ને આવી કેટલીએ ટાઢ ને ખોદીગાલિ હોય એમ એની પડછમ કાયા કહી રહી હતી.
ભેર નિંદરમાં પોઢેલા કૂતરાંઓનાં ટોળા ને આ સંનાટા વચ્ચે ગાંડીવ ની પણછ નાં ટંકારાસમી લાગતી ધૂનને એમની આતુરતાંમાં વધારો કરી બધી ટાઢ ઉળવિ દીધી હતી.
આદીપુરુષ નાં નજીક આવતાં જ કૂતરાંઓ નું ટોળું રણભૂમિ નાં સેનીક બની આ યો ધાને માત આપવા ભસિ રહયા હતાં. ઝપાટા માં મંત્ર ની ધૂન ને રટી રહેલાં આદીપુરુષ સામે આ કૂતરાં હાથી સામે કીડી મકોંડ લાગી રહ્યાં હતાં. ગામની વાચોવચ આવી સ્થિર થેલા આ દિવ્ય અવતારે આંખો નાં પલકારા વેંગળા કરી આખા ગામ સામે ઊંડા શ્વાસ લઈ સુર્ય નાં તેજ કિરણસમી નજર ફેંકી.
આ દિવ્ય આત્મા એ સ્થિત કરેલા એનાં પગ જાણે જગાણ ગામે રોકાઈ જાવા કહી રહ્યાં હોય એમ લાગી રહ્યુ. હતુ એમનાં મસ્તિક્ષમાં ચાલી રહેલા વિચારો ખરી ટાઢ માં પણ વાયુવેગે કામ કરી રહયા હતાં. નિર્ણય જાણે લઈ લીધો હોય એમ આંખોને થોડી હળવાસ આપી આદીપુરુષ તળાવની ટેકરી ચડવા જઈ રહ્યાં હતાં અને એ કૂતરાં નું સેના ભસવાનું છોડવા તૈયાર નોઁહતિ લીંબુ ની ફાડ સરીખી આંખ કરી એક પણ ટેકરીપર રાખી એ લીંબુની ફાડસમી આંખે પેલાં કૂતરાં નાં ટોળા સામે નજર નાંખી આંખ માં ભભકી રહેલી દિવ્ય જ્યોત ને પારખી ગયેલાં મૂંગા પ્રાણીઓ શાંત થઈ સ્વાગત વરસાવી રહ્યાં.
અગાળની વાત આવનારા ભાગમાં રજુ કરવામાં આવશે.
– રશ્મિન પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)
(ફોટા પ્રતિકાત્મક છે)