22 વર્ષ પછી આ રાશિના લોકો પર પડશે શનિનો માર, જાણો કેવી રીતે મળશે તેનાથી રાહત.

0
1354

શનિ ગ્રહ કરશે રાશિ પરિવર્તન અને આ રાશિવાળાનો મુશ્કેલ સમય થશે શરુ, સારા ફળ માટે આ રીતે કરો તેમને પ્રસન્ન.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિ સૌથી ધીમી ગતિ વાળો ગ્રહ છે. તેઓ અઢી વર્ષમાં રાશિ બદલે છે. તેમની બદલાયેલ ચાલ રાશિઓ પર સાડાસાતી અને ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) જેવી મહાદશાની શરૂઆત અને સમાપ્તી કરે છે. શનિ એવા દેવ છે જે કર્મો પ્રમાણે ફળ આપે છે, તેથી તેમને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. ખાસ કરીને શનિની મહાદશા દરમિયાન વ્યક્તિને તેના કાર્યો અને કુંડળીમાં શનિની સ્થિતિ પ્રમાણે ફળ મળે છે. જો આ સ્થિતિ નકારાત્મક હોય તો તે વ્યક્તિનું જીવન બરબાદ કરી શકે છે.

કર્મફળ દાતા શનિદેવ આગામી 29 એપ્રિલે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તેઓ તેમની પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ એક રાશિના લોકો તેની અસર સૌથી વધુ એટલે કે સાડા 7 વર્ષ સુધી ભોગવશે. 29 એપ્રિલથી આ રાશિના લોકો શનિની સાડાસાતીની ઝપેટમાં આવી જશે.

આ રાશિના લોકો પર સાડાસાતી શરૂ થશે :

29 મી એપ્રિલના રોજ શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ શનિની સાડાસાતી મીન રાશિમાં શરૂ થશે. બીજી તરફ, ધનુ રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે. આ સિવાય કેટલીક અન્ય રાશિઓ છે, જે સાડાસાતી અને ઢૈય્યાની અસર સહન કરશે. ઉદાહરણ તરીકે, સાડાસાતીનો છેલ્લો તબક્કો મકર રાશિના લોકો પર શરૂ થશે અને સાડાસાતીનો બીજો તબક્કો કુંભ રાશિના લોકો પર શરૂ થશે.

અત્યારથી જ આ ઉપાયો કરવાનું શરૂ કરો :

શનિ સાડાસાતી આર્થિક, માનસિક અને શારીરિક ત્રણેય પ્રકારના કષ્ટ આપે છે. જો કે, જેની કુંડળીમાં શનિની સ્થિતિ સકારાત્મક હોય તેમના પર તેની અસર પ્રમાણમાં ઓછી હોય છે.

દર શનિવારે કોઈ ગરીબને કાળી વસ્તુ જેવી કાળી અડદની દાળ, કાળું કપડું, કાળા તલ અને કાળા ચણા દાન કરો.

શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

શનિના પ્રકોપથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય ભગવાન હનુમાનની શરણમાં જવું છે. શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો, તેનાથી ઘણી રાહત મળશે.

શનિવારના દિવસે ‘ऊं प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’ અને ‘ऊं शं शनिश्चरायै नमः’ મંત્રોનો જાપ કરો. તેનાથી શનિ પ્રસન્ન થશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.