નવરાત્રી પછી છે ગુરુ ચાંડાલ યોગનો પ્રકોપ, 6 મહિના આ રાશિઓ માટે રહેશે ભારે! જાણો તમારી રાશિની હાલત

0
293

આ રાશિના લોકો માટે નવરાત્રી પછીનો સમય રહેશે મુશ્કેલી ભર્યો, ગુરુ ચાંડાલ યોગ આપશે આવા નુકશાન.

નવરાત્રી એ માઁ દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત એક એવો પવિત્ર અને શુભ ફળદાયી તહેવાર છે જેમાં આપણે માઁ દુર્ગાની ભક્તિ, પૂજા, વ્રત વગેરે કરીએ છીએ. આ વર્ષે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ દરમિયાન અનેક એવા શુભ યોગ પણ બની રહ્યા છે, જે ચૈત્ર નવરાત્રિનું મહત્વ અનેકગણું વધારી દેશે.

નવરાત્રિ 22 માર્ચથી શરૂ થશે અને 30 માર્ચે સમાપ્ત થશે. નવરાત્રિના બરાબર 1 મહિના પછી ગુરુ ચાંડાલ યોગ રચાઈ રહ્યો છે. ગુરુ ચાંડાલ યોગનો તમારા જીવન પર શું પ્રભાવ છે, આ યોગ શા માટે અશુભ કહેવાય છે, કઈ રાશિમાં તે બનવા જઈ રહ્યો છે વગેરે વિશે જાણવા માટે આ આર્ટિકલને અંત સુધી વાંચો.

ગુરુ ચાંડાલ યોગ ખૂબ જ અશુભ છે :

સૌ પ્રથમ, ગુરુ ચાંડાલ યોગ વિશે વાત કરીએ, તો આ વર્ષે નવરાત્રિના બરાબર 1 મહિના પછી મેષ રાશિમાં 2 ગ્રહો એકસાથે આવવાથી ગુરુ ચાંડાલ યોગ બનશે. હકીકતમાં બૃહસ્પતિ એટલે કે ગુરુ 22 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે. રાહુ અહીં પહેલેથી જ હાજર છે. આ બે ગ્રહને કારણે ગુરુ ચાંડાલ યોગ બનશે.

આના થોડા દિવસો પહેલા સૂર્ય પણ મીન રાશિમાંથી બહાર આવીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક છે કે ગ્રહોનો આ સંયોગ અને આ યોગ ચોક્કસપણે તમામ રાશિઓને અસર કરશે.

ગુરુ ચાંડાલ યોગની અસર : જ્યોતિષીઓનું માનવું છે કે, જ્યારે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ચાંડાલ યોગ બને છે, ત્યારે વ્યક્તિની કુંડળીમાં ગુરુનો પ્રભાવ ઓછો થવા લાગે છે. હકીકતમાં રાહુ ગુરુના શુભ પ્રભાવને ઘટાડે છે અને આવી સ્થિતિમાં વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારની નકારાત્મક અસરો દેખાવા લાગે છે. જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ચાંડાલ યોગ બને છે, આવા વ્યક્તિ ધાર્મિક કાર્યોમાં રસ લેવા માટે અસમર્થ હોય છે, આવા લોકો દંભ, છેતરપિંડી, ખોટા કામ અને જૂઠું બોલવા જેવા કુકર્મોમાં સામેલ થઈ જાય છે.

અહીં એ જાણવું પણ જરૂરી છે કે, જ્યારે મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બનશે, તો તે દરમિયાન શનિની દ્રષ્ટિ પણ આ યોગ પર પડવાની છે. આવી સ્થિતિમાં આ યોગથી મળતા પરિણામો પર પણ શનિનો પ્રકોપ જોવા મળી શકે છે. જેના કારણે બીમારી વધવાની સંભાવના છે. આ સ્થિતિને દેશ માટે પણ સાનુકૂળ કહી શકાય નહીં. એટલે કે એકંદરે આ સમય ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે. એકવાર સૂર્ય આ રાશિ છોડી દેશે પછી પરિસ્થિતિમાં સુધરો જોવા મળશે.

આ રાશિના લોકોએ ગુરુ ચાંડાલ યોગથી સાવધાન રહેવું જોઈએ : હકીકતમાં જ્યોતિષમાં કેટલાક શુભ અને કેટલાક અશુભ યોગો જણાવવામાં આવ્યા છે. આમાંથી ગુરુ ચાંડાલ પણ એક એવો અશુભ યોગ છે. એપ્રિલ મહિનામાં ગુરુ ચાંડાલ યોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, 3 રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે. ચાલો જાણીએ કે તે કઈ-કઈ રાશિઓ છે.

મેષ રાશિ : 22 એપ્રિલ પછી મેષ રાશિના લોકોના લગ્ન ભાવમાં ગુરુ ચાંડાલ યોગ બનશે. આવી સ્થિતિમાં આવનારા 6 મહિના તમારા માટે ખૂબ જ મુશ્કેલ રહેવાના છે. આ દરમિયાન તમારે તમારા કામમાં અવરોધો, નિરાશા વગેરેનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય આર્થિક નુકસાનના પણ મજબૂત સંકેતો છે. સ્વાસ્થ્યમાં પણ નકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. એકંદરે આ સમય તમારા માટે બહુ અનુકૂળ નથી.

મિથુન રાશિ : બીજી રાશિ કે જેના પર 6 મહિના સુધી ગુરુ ચાંડાલ યોગની અસર જોવા મળશે તે મિથુન રાશિ છે. આ સમય દરમિયાન તમને ઘણા અશુભ સમાચાર પણ મળી શકે છે. ધનહાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની પ્રબળ સંભાવના છે. આ સિવાય તમારે નોકરી પર પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો અને ધીરજથી કામ લો.

ધનુ રાશિ : આ સિવાય ગુરુ ચાંડાલ યોગના કારણે ધનુ રાશિના લોકો પર પણ મુશ્કેલીના વાદળો આવવાના છે. આ દરમિયાન, ડ્રાઇવિંગ કરતી વખતે વધુ સાવચેત રહો. વેપારમાં નુકસાન થવાની સંભાવના છે. ખર્ચમાં વધારો થશે જેના કારણે તમારો આર્થિક પક્ષ નબળો રહેશે. કોઈ પ્રકારનો અજ્ઞાત ડર તમને ડરાવી શકે છે. આ સિવાય કરિયર, નોકરી અને બિઝનેસમાં સમસ્યા થવાની સંભાવના છે.

ગુરુ ચાંડાલના યોગ ઉપાયો :

લોકો આવા નકારાત્મક યોગો વિશે સાંભળે છે ત્યારે ઘણીવાર તેઓ ડરી જાય છે. જો કે, જ્યોતિષ શાસ્ત્રમાં તેની આડ અસરોને રોકવા અથવા દૂર કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે ગુરુ ચાંડાલ યોગમાં કેટલાક ઉપાય કરીને તમે તમારા જીવનમાં આ યોગની આડ અસરને ઘટાડી શકો છો.

ગુરુ ચાંડાલ યોગથી પીડિત વ્યક્તિએ દરરોજ હળદર અને કેસરનું તિલક કરવું જોઈએ. તેનાથી ગુરુ મજબૂત બને છે અને આ યોગની નકારાત્મક અસર તમારા જીવન પર ઓછી થાય છે.

તમારા વડીલોનો આદર કરો.

ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની નિયમિત પૂજા કરો.

હળદરની માળાથી ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો.

ભગવાન શિવને દૂધ અર્પણ કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.