આ નાનકડો પ્રસંગ વાંચ્યા પછી સમજાશે કે, જીવનની દરેક ક્ષણોનો આનંદ માણી લેવો જોઈએ.

0
667

એક કુટુંબ બસમાં બેસીને મુસાફરી કરી રહ્યું હતું. તેમાં પતિ પત્ની અને એક છોકરો એમ કુલ ત્રણ જણ હતા.

છોકરો બારી પાસે બેસીને બારીમાંથી દ્રશ્યો જોતો હતો અને ખૂબ જ ખુશ થતો હતો.

વૃક્ષ આવે એટલે તરત તેના માતા-પિતાને કહેતો હતો કે આ ઝાડ કેટલું સુંદર છે! નદી આવે એટલે તરત કહે કે આ નદી કેટલી સુંદર છે! દુકાન આવે એટલે કહે કે આ દુકાન કેટલી સુંદર છે!

આવું વારંવાર બોલવાના લીધે સામે બેઠેલા એક અન્ય દંપતીને લાગ્યું કે છોકરો ગાંડો છે કે શું? આણે જીવનમાં કશું જોયું જ નથી કે શું?

એટલે એમને ખૂબ નવાઈ લાગી એટલે એ દંપતીએ છોકરાના માતા પિતાને પૂછ્યું કે, તમારો છોકરો આવી નાની નાની બાબતમાં કેમ આટલો બધો આનંદ વ્યક્ત કરે છે અને બધું પૂછ્યા કરે છે?

આ ઝાડ, વૃક્ષો અને મેદાનો તો ઘેર પણ જોયા જ હોય. જોઇએ તો એને આટલી બધી નવાઈ કેમ લાગે છે? શું તમે એને જિંદગીમાં પહેલી વખત ઘરની બહાર કાઢ્યો છે કે શું? (@કર્દમ મોદી)

ત્યારે એના માતા-પિતાએ કહ્યું કે, તમને આશ્ચર્ય થાય એમાં કશું ખોટું નથી. કારણ કે અમારો છોકરો ખરેખર જ જિંદગીમાં આ બધું પહેલીવાર જોઇ રહ્યો છે. કારણકે એ અત્યાર સુધી અંધ હતો.

પરંતુ હમણાં જ એનું ઓપરેશન કરાવ્યું છે અને હવે તે દેખતો થયો છે એટલે ખરેખર જ એ જીવનમાં પ્રથમ વખત આ બધું જોઈ રહ્યો છે. એટલા માટે એ પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે. (@કર્દમ મોદી)

સંકલન : કર્દમ ર. મોદી, M.Sc., M.Ed. પાટણ.