અગ્નિ કુંડમાંથી થયો હતો દ્રૌપદીનો જન્મ, શિવજીના વરદાનથી મળ્યા હતા પાંચ પતિ.

0
571

જાણો દ્રૌપદીના જન્મથી લઈને તેને પાંચ પતિ મળવા સુધીની કથા. મહાભારત ગ્રંથ મુજબ એક વખત રાજા દ્રુપદે કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનું અપમાન કરી દીધું હતું. ગુરુ દ્રોણાચાર્ય આ અપનામને ભૂલી ન શક્યા. એટલા માટે જયારે પાંડવો અને કૌરવોએ શિક્ષણ પૂર્ણ થયા પછી ગુરુ દ્રોણાચાર્યને ગુરુ દક્ષિણા માગવાનું કહ્યું તો તેમણે તેની ગુરુ દક્ષિણામાં રાજા દ્રુપદને બંદી બનાવીને તેની સામે હાજર કરવાનું કહ્યું. પાંડવો અને કૌરવો રાજા દ્રુપદને બંદી બનાવીને દ્રોણાચાર્ય સમક્ષ હાજર કર્યા. દ્રોણાચાર્યએ તેના અપમાનનો બદલો લેતા દ્રુપદનું અડધું રાજ્ય પોતાની પાસે રાખી લીધું અને બીજું રાજ્ય દ્રુપદને આપીને તેને છૂટો કરી દીધો.

ગુરુ દ્રોણથી પરાજીત થયા પછી મહારાજ દ્રુપદ ઘણા અપમાનિત થયા અને તેને કોઈ પણ રીતે નીચા દેખાડવાના ઉપાય વિચારવા લાગ્યા. તે ચિંતામાં એક વખત તે ફરતા ફરતા કલ્યાણી નગરીના બ્રાહ્મણોની વસ્તીમાં જઈ પહોચ્યા. ત્યાં તેમની મુલાકાત ભેંટ યાજ અને ઉપયાજ નામના મહાન કર્મકાંડી બ્રાહ્મણ ભાઈઓ સાથે થઇ. રાજા દ્રુપદે તેની સેવા કરીને તેને પ્રસન્ન કરી લીધા અને તેની પાસે દ્રોણાચાર્યને મારવાના ઉપાય પૂછ્યા. તેના પૂછવાથી મોટા ભાઈ યાજે કહ્યું, તેના માટે તમે એક વિશાળ યજ્ઞનું આયોજન કરીને અગ્નિદેવને પ્રસન્ન કરો, જેનાથી તે તમને એ મહાન બળવાન પુત્રનું વરદાન આપશે.

મહારાજે યાજ અને ઉપયાજના કહેવા મુજબ યજ્ઞ કરાવ્યો. તેનાથી યજ્ઞ પ્રસન્ન થઈને અગ્નિદેવે તેમને એક એવો પુત્ર આપ્યો, જે સંપૂર્ણ આયુધ અને કવચ કુંડળથી યુક્ત હતો. ત્યાર પછી તે યજ્ઞ કુંડ માંથી એક કન્યા ઉત્પન્ન થઇ જેના નેત્ર ખીલેલા કમળ સમાન દેદીપ્યમાન હતી, નેણ ચંદ્રમાં સમાન વક્ર હતા અને તેનો વાન શ્યામલ હતો. તેના ઉત્પન થતા જ એક આકાશવાણી થઇ કે આ બાળકીનો જન્મ ક્ષત્રિયોનો સંહાર અને કૌરવોના વિનાશ માટે થયો છે. બાળકનું નામ ધૃષ્ટદ્દયુન્મ અને બાળકીનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું, જે રાજા દ્રુપદની દીકરી હોવાને કારણે દ્રૌપદી કહેવાઈ.

શિવજીના વરદાનને કારણે મળ્યા પાંચ પતિ : દ્રૌપદી પૂર્વ જન્મમાં એક મોટા ઋષિની ગુણવાન કન્યા હતી. તે રૂપવતી, ગુણવતી અને સદાચારીણી હતી, પરંતુ પૂર્વજન્મના કર્મોને કારણે તેને પત્ની સ્વરૂપમાં સ્વીકાર ન કરી. તેનાથી દુઃખી થઈને તે તપસ્યા કરવા લાગી. તેની ઉગ્ર તપસ્યાને કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને કહ્યું તું મનપસંદ વરદાન માગી લે.

એટલે દ્રૌપદી એટલી ખુશ થઇ ગઈ કે તેણે વારંવાર કહ્યું હું સર્વગુણયુક્ત પતી ઈચ્છું છું. ભગવાન શંકરે કહ્યું તું મનપસંદ પતિ મેળવવા માટે મને પાંચ વખત વિનંતી કરી છે. એટલા માટે તને બીજા જન્મમાં એક નહિ પાંચ પતિ મળશે. ત્યારે દ્રૌપદીએ કહ્યું હું તો તમારી કૃપાથી એક જ પતિ ઈચ્છું છું. એટલે શિવજીએ કહ્યું મારું વરદાન વ્યર્થ નથી જઈ શકતું. એટલા માટે તને પાંચ પતિ જ પ્રાપ્ત થશે.

મહાભારતની બીજી પૌરાણીક કથા : કુંતી અને પાંડવોએ દ્રૌપદીના સ્વયંવરના વિષયમાં સાંભળ્યું. તો તે લોકો પણ સામેલ થવા માટે ધોમ્યને તેના પુરોહિત બનાવીને પાંચાલ દેશ પહોચ્યા. કૌરવોથી છુપાઈ રહેવા માટે તેમણે બ્રાહ્મણ વેશ ધારણ કરી લીધો હતો અને એક કુંભારની ઝુપડીમાં રહેવા લાગ્યા. રાજા દ્રુપદ દ્રૌપદીના લગ્ન અર્જુન સાથે કરવા માંગતા હતા.

લાક્ષાગૃહની ઘટના સાંભળ્યા પછી પણ તેને એ વિશ્વાસ ન થતો હતો કે પાંડવોનું અવસાન થઇ ગયું છે, એટલે દ્રૌપદીના સ્વયંવર માટે તેમણે એ શરત રાખી કે સતત ફરતા યંત્રના છિદ્ર માંથી જે પણ વીર નિશ્ચિત ધનુષ્યની પ્રત્યંચા ઉપર ચડીને આપવામાં આવેલા પાંચ બાણોથી, છિદ્ર ઉપર લાગે, લક્ષને ભેદી દેશે, તેની સાથે દ્રૌપદીના લગ્ન કરી દેવામાં આવશે. બ્રાહ્મણવેશમાં પાંડવ પણ સ્વયંવર સ્થળ ઉપર પહોચ્યા. કૌરવ વગેરે અનેક રાજા અને રાજકુમાર તો ધનુષ્યની પ્રત્યંચાના ધક્કાથી જમીન ઉપર પડી ગયા.

કર્ણએ ધનુષ્ય ઉપર બાણ ચડાવી તો લીધું પરંતુ દ્રૌપદીએ સુત પુત્ર સાથે લગ્ન કરવા રાજી ન હતી, લક્ષ્ય ભેદવાનો પ્રશ્ન જ ન ઉભો થયો. અર્જુને બ્રહ્મવેશમાં પહોચીને લક્ષ્ય ભેદી આપ્યું અને દ્રૌપદીને પ્રાપ્ત કરી લીધી. કૃષ્ણ તેને જોતા જ ઓળખી ગયા. બીજા ઉપસ્થિત વ્યક્તિઓમાં એ વિવાદનો વિષય બની ગયો કે બ્રાહ્મણને કન્યા કેમ આપી દેવામાં આવી છે. અર્જુન અને ભીમના રણ કૌશલ્ય અને કૃષ્ણની નીતિથી શાંતિ સ્થાપિત થઇ અને અર્જુન અને ભીમ દ્રૌપદીને લઈને તેમના રહેઠાણ ઉપર પહોચ્યા. તમને કહ્યું માં જો અમે લોકો ભિક્ષા લાવ્યા છીએ, તેને જોયા વગર જ કુંતીએ કુટીરની અંદરથી જ કહ્યું કે બધા મળીને તેને ગ્રહણ કરો.

પુત્રવધુને જોઇને તેના વચનોને સત્ય રાખવા માટે કુંતીએ પાંચે પાંડવોના દ્રૌપદી સાથે લગ્ન કરવા માટે કહ્યું. દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્દયુમ્ન તે લોકોના પાછળ પાછળ છુપાઈને આવ્યો હતો. તે એ તો ન જાણી શક્યો કે આ બધા કોણ છે, પણ સ્થળ જાણીને પિતાની પ્રેરણાથી તેણે તે બધાને તેના ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા. દ્રુપદને એ જાણીને ખુબ આનંદ થયો કે એ લોકો પાંડવ છે અને ઘણા ખુશ થયા, પરંતુ એ સાંભળીને વિચિત્ર લાગ્યું કે પાંચે દ્રૌપદી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

ત્યારે વ્યાસ મુનીએ અચાનક પ્રગટ થઈને એકાંતમાં દ્રુપદને તેના પૂર્વજન્મની કથા સંભળાવી કે એક વખત રુદ્રએ પાંચ ઇન્દ્રોને તેના દુરભીમન સ્વરૂપ એ શ્રાપ આપ્યો હતો કે તે માનવ રૂપ ધારણ કરશે. તેના પિતા ક્રમશઃ ધર્મ, વાયુ, ઇન્દ્ર અને અશ્વિનીકુમાર (દ્દવય) થશે. ભૂલોક ઉપર તેના લગ્ન સ્વર્ગલોકની લક્ષ્મીના માનવી રૂપમાં થશે. તે માનવી દ્રૌપદી છે અને તે પાંચે ઇન્દ્ર પાંડવ છે. વ્યાસ મુનીની સ્પષ્ટતા કરવાથી દ્રૌપદીના લગ્ન ક્રમશઃ પાંચે પાંડવો સાથે કરી દેવામાં આવ્યા. આ રીતે પાંચે પાંડવો સાથે લગ્ન કરીને દ્રૌપદી પાંચાલી કહેવાઈ.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.