અગ્નિસંસ્કાર રાત્રે શા માટે નથી કરતા, મહિલાઓ માટે મુખાગ્નિ આપવાના નિયમ શું છે, જાણો.

0
211

હિન્દુ ધર્મના 16 સંસ્કારો માંથી એક એવા અગ્નિસંસ્કાર સાથે જોડાયેલી આ વાતો જાણવી જરૂરી છે.

હિન્દુ ધર્મમાં જન્મથી મ-રૂ-ત્યુ સુધીના 16 સંસ્કારો જણાવવામાં આવ્યા છે. આમાં મ-રૂ-ત્યુ પછી કરવામાં આવતી અંતિમ વિધિને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મ-રૂ-ત-દે-હને ધાર્મિક વિધિઓ અનુસાર બાળવામાં આવે છે. આ સાથે મ-રૂ-ત-દે-હના અગ્નિસંસ્કારને લઈને ઘણા નિયમોનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં આનો વિગતવાર ઉલ્લેખ છે.

રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી :

હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર ક્યારેય રાત્રે કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે રાત્રિ દરમિયાન સ્વર્ગના તમામ દરવાજા બંધ થઈ જાય છે અને નરકના દરવાજા ખુલી જાય છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવે છે કે, રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવે તો મ-રૂ-ત-આત્માએ નરકના કષ્ટ ભોગવવા પડશે. હકીકતમાં એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી મ-રૂ-ત-શ-રી-રના અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી આત્મા તેની નજીક ભટકતો રહે છે. જો રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવે, તો આત્મા ત્યાંથી નીકળી જશે.

આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે રાત્રે અગ્નિસંસ્કાર કરવાથી આગામી જન્મમાં વ્યક્તિના અંગોમાં દોષ આવી શકે છે. તેથી, મોડી સાંજે અથવા રાત્રે મ-રૂ-ત્યુ થવાના કિસ્સામાં, મ-રૂ-ત-દે-હને આખી રાત રાખવામાં આવે છે અને સૂર્યોદય પછી જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

શા માટે સ્ત્રીઓ મુખાગ્નિ આપી શકતી નથી :

સામાન્ય રીતે મહિલાઓ મ-રૂ-ત-દે-હને આગની આપી શકતી નથી. ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પરિવારના પુરુષો જ મ-રૂ-ત-દે-હને અગ્નિ આપે છે. તેની પાછળનું કારણ એ છે કે મહિલાઓ પારકું ધન હોય છે. જો કે, હવે આ પરંપરાઓ બદલાઈ રહી છે અને પુત્રીઓ દ્વારા પિતાને અગ્નિદાહ આપવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. મહિલાઓ દ્વારા અગ્નિ ન આપવા પાછળનું એક કારણ એ પણ છે કે અંતિમ સંસ્કાર વખતે જે દ્રશ્ય જોવા મળે છે તેના માટે મજબૂત મનની જરૂર હોય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.