બાંગ્લાદેશના આ પ્રાચીન શિવ મંદિરમાં વર્ષોથી સળગી રહી છે પ્રાકૃતિક અગ્નિ, આજે પણ તેનું રહસ્ય અકબંધ છે.

0
734

જાણો એક એવા શિવ મંદિર વિષે જેની પ્રાકૃતિક જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શિવની પૂજા અનાદિ કાળથી કરવામાં આવી રહી છે. જ્યારે આ વિશ્વમાં ઘણા દેશો અસ્તિત્વમાં નહોતા, તે સમયથી હિન્દુ ધર્મ વિશ્વના ખૂણે ખૂણે ફેલાયેલો છે. તેનો પુરાવો આજે પણ વિવિધ દેશોમાં શિવ મંદિરોના રૂપમાં જોવા મળે છે.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં મહાદેવના પ્રસિદ્ધ મંદિરો છે. પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ભગવાન શિવના પ્રખ્યાત મંદિરો છે. આ દેશોમાં આવેલા ઘણા મંદિરો એટલા ચમત્કારી છે કે કોઈ પણ વ્યક્તિ આજ સુધી તેનું રહસ્ય ઉકેલી શક્યા નથી. આવું જ એક પ્રાચીન અને ચમત્કારિક શિવ મંદિર બાંગ્લાદેશમાં પણ છે. આ વખતે 1 માર્ચે મહાશિવરાત્રી છે. આ અવસર પર અમે તમને બાંગ્લાદેશના આ શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ મંદિરમાં પ્રાકૃતિક જ્યોત પ્રજ્વલિત છે : બાંગ્લાદેશમાં એક પ્રાચીન શિવ મંદિર છે, જે તેના ચમત્કારો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ મંદિરમાં દૂર-દૂરથી લોકો દર્શન કરવા અને પૂજા કરવા આવે છે. તેનું એક કારણ છે મંદિર પ્રત્યે લોકોની આસ્થા અને બીજું અહીં પ્રજ્વલિત જ્યોત છે. આ મંદિરનું નામ અગ્નિકુંડ મહાદેવ મંદિર છે (Agnikund Mahadev Temple) .

અગ્નિકુંડ મહાદેવ મંદિર બાંગ્લાદેશના ચિટ્ટાગાંવમાં આવેલું છે. આ મંદિર વિશ્વ માટે અજાયબીનું કેન્દ્ર છે. કહેવાય છે કે આ મંદિરમાં આવેલા અગ્નિકુંડમાં અગ્નિની જ્વાળા વર્ષોથી સળગી રહી છે.

આજ સુધી કોઈ તેને ઓલવી શક્યું નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી કોઈ પુરાતત્વવિદ્ આ આગના સ્ત્રોતને શોધી શક્યા નથી.

આ મંદિરમાં દૂર-દૂરથી લોકો પ્રજ્વલિત જ્યોત જોવા અને શિવ મંદિરના દર્શન કરવા આવે છે. આ જ્યોતના કારણે આ મંદિરનું નામ અગ્નિકુંડ મહાદેવ પડ્યું છે.

આજ સુધી આ દિવ્ય જ્યોતનો સ્ત્રોત કોઈ શોધી શક્યું નથી. તેમાં બળતણ નથી નાખતા તેમ છતાં જ્યોત સતત શરુ રહે છે તે એક ચમત્કાર છે. તેના રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યા નથી.

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? મહાશિવરાત્રી એ ભગવાન શિવ સાથે સંબંધિત સૌથી પ્રખ્યાત તહેવાર છે. આ તહેવાર મહા માસની વદ ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે. શિવપુરાણ અનુસાર, આ તિથિએ ભગવાન શિવે લિંગના રૂપમાં પ્રગટ થઈને વિષ્ણુ અને બ્રહ્માની પરીક્ષા લીધી હતી, જ્યારે કેટલીક જગ્યાએ તેને શિવ-પાર્વતીના લગ્ન સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તારીખે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.