આહિર પરબત આતા મારુ, જેમણે એકલાએ ગામ ભાંગવા આવેલા બહારવટિયાઓને ભગાડ્યા હતા.

0
433

બલિદાન આસો સુદ આઠમ વિક્રમ સંવત ૧૯૯૮

સંધિ આવ્યા સમેગાંલૂ ટવા ગામની લાજ

આહિરે કાપ્યા આજ પરશુરામ થઇને પરબત

સંધિ હતાં સામટા મરદ એકલો મારુ

ઝાંપાનુ જાય ના જારુ પરશુ લઇને ઉભો પરબત

એ વખતે માણાવદર પર બાબી બહાદુરખાન નુ રાજ છે એ સમયમાં સંધીઓ લુ ટારા ઓ અને ડફેરોએ માઝા મુકી દીધી છે ૧૦ થી ૧૨ જણાની ટોળકી બનાવીને બીજાનાં નામે ગામમાં સીમમાંલુ ટફા ટકરે છે કાયમ કોઈને કોઈ ગામલૂ ટેછે સીમ વગડામાં કોઈ બેનદિકરી સુરક્ષીત જાતી નથી આટલો ત્રાસ વધી ગયો છે પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે !

એક દિવસ આવીજ એક આદમસંધિની ૧૦ થી ૧૫ જણાની ટોળકી સાંજ ટાણે માણાવદર તાલુકાના સમેગાં ગામે આવે છે સમેગાંમાં આહિરો અને કણબી પટેલોની વસ્તી છે. સમેગાંમા પરબત મારુ કરી એક અડીખમ આહિર રહે ખાનદાની ખોરડું છે. માં ખોડીયારની મહેરબાની છે કાયમ મહેમાનોના ઉતારા રહે છે.

માણાવદરની પણ મીઠી મહેર છે બાબી સરકારે એને ગામની પટલાઇ આપીને તર વાર બંધાવી છે બાબી સરકાર સાથે સારા સંબંધો છે બહાદુરખાન એ પરબત આહિરને મામા બનાવ્યાં છે. રક્ષાબંધનના દિવસે બહાદુરખાન ના માતા પરબત મારુને રાખડી બાંધે છે. આવો બાબી સરકાર સાથે પરબત મારુને નાતો બંધાય ગયો બહાદુરખાન તો મામા કહીને જ પરબત મારુને બોલાવતાં આવો અડીખમ આહિર એની મરદાનગી આંટો લઇ ગઇ છે. આજુબાજુ એમની હાકડાક વાગે છે !

એમાં માતાજીના નવલા નોરતા આવ્યાં છે. સંવંત ૧૯૯૮ મા માતાજી ના નવલા નોરતા હાલે છે નવરાત્રી એટલે તો હિન્દુઓનો પવિત્ર તહેવાર કહેવાય ઉપાસના ને ભક્તિનો આનંદને ઉલ્લાસભેર રમીને માતાજીની ભક્તિ કરવાનો તહેવાર. સાંજના સમયે બધાં માતાજીના ગરબાનુ ચોકમાં સ્થાપન કરી મોજથી બધાં રમે છે, આનંદથી ઉજવે છે.

આજ તો માતાજીનું આઠમું નોરતુ છે આઠમનુ આપણે ત્યાં ઘણું મહત્વ છે ભાવ વિભોર થઇને બધાં માતાજી વિનવે છે સાંજનું ટાણું છે. આખુ ગામ આજે ચોકમાં માતાજીની આરતી કરવાં ભેગું થયું છે. એ વખતેલુ ટારાની ટોળકી ગામનાં ઝાંપામાં આવી જાણ કરી ત્યાં તો આખાં ગામમાં રીડીયો બોલવા લાગ્યો ભાગો ભાગો આજ ગામલૂ ટવા સંધિયો આવ્યા છે. બધાં આડા અવળા ભાગવા લાગ્યા છે. પોત પોતાના મકાનનાં દરવાજા અંદરથી બંધ કરી આડા પાણા ખડકવા લાગ્યાં છે.

ગામમાં રીડીયો બોલે છે આ સાંભળીને પરબત મારુ બધાને પુછવા લાગ્યાં કે છે, શું ભાઈ કેમ બધાં ભાગો છો કોઈ તો કહો તો ખરા. ત્યાં ભાગતાં ભાગતાં એક માણસ એટલું બોલ્યો પરબત પટેલ ગામ ભાંગવા બહારવટિયા આવ્યાં છે. ત્યાં તો પરબત મારુના રૂંવાડા ઉભા થઈ ગયાં. હું હોવને મારું ગામ ભાંગે તો તો આહિરોને ખોટ બેસે. આજ કોનું આવી બન્યું છે કે સમેગાં પર નજર નાંખી !

એટલું બોલતાં જ પોતાના પાસેકુ હા ડી હતી તે લઇને દોટ દીધી કોઈનીયે રાહ જોવા પણ ઉભાં ના રહ્યાં. દોડતા દોડતા આવ્યાં ગામનાં ઝાપામાં કોણ છે, કોનો દી ફરી ગયો છે, મરદના દિકરા હોવ તો આવો મેદાનમાં. લુ ટારાઓએ પણ પરબત મારુનુ નામ સાંભળ્યું હતું, એટલે એક સાથીએ કીધું કે પરબત મારુ ને? ના ના પરબત મારુ નહી તમારો કાળ. આવો મેદાનમાં.

સંધિઓએ કીધું પટેલ તમારા ઘર નહિ લુ ટીયે. ના ના એ કેમ બને. હું અમારાનો પટેલ નથી આખાં ગામનો પટેલ છું. એ તો ના જ બને. એટલે સંધિઓ ઉશ્કેરાઈ ને પરબત મારુ ઉપર તર વારથી ઘાકર્યો, પણ પરબત મારુએ ઘા અટકાવી દીધો અને કુ હા ડી લઇને ટુટી પડ્યો. બાકાજીક બોલવા લાગી સંધિઓ ૧૦ થી ૧૨ હતાં પરબત મારુ એકલાં પણ બધાં પર ભારી પડવા લાગ્યાં.

ઘણાં સંધિનેઘા યલ કરી નાંખ્યા કોઈનાંમા થાતોડી નાંખ્યા આવી બહાબહી બોલે છે. પરબત મારુને પણ ઘણાઘા લાગી ચુક્યા છે, પણ આહિર પાછો હટયો નહી સંધિઓની કોઈ કરામત કામ આવતી નથી ત્યાં તો પરબત મારુનાં ભાયાતો આવી પહોંચ્યા એટલે સંધિઓ ભાંગી નીકળ્યાં. ત્યાં તો પરબત મારુ પણ કામ આવી ગયા હતાં, ત્યાં તો માણાવદરને પણ જાણ થઈ ગઈ હતી !

આ સમાચાર માણાવદર મળતાં બહાદુરખાન પોતે સમેગાં આવે છે. આજ બહાદુરખાન પોતે ઉઘાડે પગે પરબત મારુને કાંધ આપીને સ્મ શાન સુધી જાય છે. આજે સગાં મામા ગુમાવ્યા હોય એમ બહાદુરખાનને ચોધાર આંસુ આંખમાંથી વહે છે. પોતે પ્રતિજ્ઞા લે છે કે જેને મારા મામા નેમા રયાએને ગમે ત્યાંથી પકડીને ઠા ર કરીશ. થોડાં જ દિવસોમાં આદમ સંધિને સોઢાણાની સીમમાં ભ ડાકે દઇ મામાનું વે ર લીધું હતુ !

શત શત નમન જય માતાજી જય મુરલીધર

– સાભાર આહિર ભૂપત ભાઈ જળુ