જાણો એવા આહીરોની વીરતાની સ્ટોરી જે ગાયોના રક્ષણ માટે વીરગતિને પામેલા.

0
800

આહીર વિર બાલાદાદા હડીયા

આહીર વિર ખેતાદાદામાલસતર

આહીર વિર રીંગડીયા દાદા હડીયા

આશરે અઢીસો વર્ષ પહેલા આહીર બાલા હડીયા તથા તેમના ભાણેજ આહીર ખેતા માલસતર બારવટીયાઓ સામે લ ડતા વીરગતિ પામેલા.

કચ્છ ના અંજાર પાસે ના સતાપર ગામ પાસે થી આ બન્ને મામા ભાણેજ (વીર બાલા હડીયા તથા વીર ખેતા માલસતર) ત્યા થી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે બારવટીયાઓ ગાયો તથા બીજા ઢોરો ને ત્યાં થી લુ ટી ને નીકળ્યા, તો તેમને બચાવવા માટે આહીર બાલા હડીયા તથા તેમના ભાણેજ આહીર ખેતા માલસતર ને બારવટીયાઓ સાથે ધીંગાણુ થયુ અને બન્ને મામા ભાણેજ (વીર બાલા હડીયા તથા વીર ખેતા માલસતર) વીરગતિ પામયા.

આહીર બાલા હડીયાને કોઈ બારવટીયાએ પાછળથી તર વારનો ઘા કરીને તેનુમા થુધડથી અલગ કરી નાખયુ. એટલે વીર બાલાદાદા હડીયા ના માથા ની ખાંભી કચ્છ ના ગાંધીધામ પાસે ના શિણાય ગામે (તળાવ ની પાસે) છે. તથા તેની સાથે તેમના ભાણેજ ખેતાદાદા માલસતર ને પણ ત્યાં બેસાડયા છે અને તેની સાથે અન્ય એક આહીર રીંગડીયા દાદા હડીયા પણ વીરગતિ પામેલા તેની પણ ખાંભી ત્યાં (શિણાય ગામે) છે.

આ ઉપરાંત વીર બાલાદાદા હડીયા ના ધડ ની ખાંભી તથા તેમના ભાણેજ વીર ખેતાદાદા માલસતરની મુળ ખાંભી કચ્છ ના અંજાર પાસે ના સતાપર ગામ માં આવેલી છે.

નોંધ : આહીર બાલાદાદા હડીયા તથા આહીર ખેતાદાદા માલસતર અને આહીર રીંગડીયા દાદા હડીયા તેઓ ના પરિવાર માં સુરાપુરા તરીકે હાલ માં પુજાય છે.

આહીર બાલાદાદા હડીયા તથા આહીર ખેતાદાદા માલસતર તથા આહીર રીંગડીયા દાદા હડીયા ની ખાંભી ગામ. શિણાય, તા. ગાંધીધામ, જી. કચ્છ.

આહીર માલસતર પરિવાર ના શુરવીર સુરાપુરા શ્રી ખેતાદાદા માલસતર, આહીર હડીયા પરિવાર ના શુરવીર સુરાપુરા શ્રી બાલાદાદા હડીયા ગામ. સતાપર, તા. અંજાર, જી. કચ્છ.

જય મુરલીધર… જય યાદવ… જય માધવ…

– સાભાર પરેશ વાવલીયા (અમર કથાઓ ગ્રુપ)