અજાણતા બોલાયેલા શબ્દોનો અફસોસ… થોડો સમય કાઢી આ લેખ વાંચી તેના પર વિચાર કરજો.

0
496

એકની એક દીકરી બબુડી ભાગી ગઈ એનું રામા ને દુ:ખ ન હતું.

ભલે એમની મરજી વિરુદ્ધ એણે પગલું ભર્યું હતું પણ એ ગઈ હતી તો સારા ઠેકાણે…

તોયે રામો દુ:ખી હતો, કેમકે જતાં જતાં બબુડી ઘર માં એક ચિઠ્ઠી મૂકીને ગઈ હતી, એમા બબુડી એ જે શબ્દો લખ્યા હતા એનુ દુઃખ હતુ.

લીલાએ કહ્યું : ” હવે પસ્તાવો કરવાથી શું વળશે? ”

” આપણાં અરમાનો તો અધૂરાં રહ્યાંને? ”

” એ રાત્રે તમે મને જે કંઈ કહેતા હતા ને ત્યારે બબુડી જાગતી હતી.”

” હે…” ” તારે મને ઈશારો તો કરવો જોઈએ ને? ”

ત્યારે રામો ચિઠ્ઠીમાં નજર નાખતાં બોલ્યો.

” મને શું ખબર કે એ એના મન ઉપર આટલું બધું લઈ લેશે? ”

લીલાએ નિસાસો નાખતાં કહ્યું…

” ઉશ્કેરાટમાં કોઈ ખોટું પગલું નથી ભર્યું એટલે……. સારૂ છે. ”

” ભલે પણ, ચિઠ્ઠીમાં લખ્યું છે શું? એતો કહો? ”

રામે ગળગળા થઈ જઈ ને વાંચ્યું…..

” તમને પહેલા ખોળાનો દીકરો જોઈતો હતો… એનો અફસોસ છેક વીસ વર્ષ પછી થયો, બાપુ? ”

– સાભાર રાજેશ ડોડીયા (અમર કથાઓ ગ્રુપ)