અખાત્રીજના દિવસે કરો આ વસ્તુઓનું દાન, મળે છે ત્રિગુણી વરદાન.

0
1679

આ વર્ષે અખાત્રીજનો તહેવાર 3 મે, મંગળવારના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આવો અમે તમને જણાવીએ કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ છે.

અખાત્રીજનો દિવસ હિંદુ કેલેન્ડરમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, અખાત્રીજનો તહેવાર વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, આ દિવસ મે અથવા એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે. અખાત્રીજના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે આ તહેવાર 3 મે, મંગળવારના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે.

આ તહેવારને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ તિથિએ તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરી શકાય છે. આ દિવસે દાન કરવાનું એક અલગ જ મહત્વ છે. તો ચાલો તમને જણાવીએ કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ છે અને કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

અખાત્રીજ પર દાનનું મહત્વ : ઘણા લોકો આ દિવસે દાન દક્ષિણા પણ કરે છે. તેનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને ઘરમાં પૈસા અને ભોજનની અછત નથી રહેતી. આ થયું દાનનું મહત્વ, હવે એ પણ જાણી લો કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

અખાત્રીજના દિવસે કરો આ વસ્તુઓનું દાન :

પગરખાનું દાન કરો : અખાત્રીજ વૈશાખ મહિનામાં એટલે કે ઉનાળામાં આવે છે. આવી સ્થિતિમાં, અખાત્રીજના દિવસે લોકોને સૂર્યથી બચાવવાની વ્યવસ્થા કરવી. તેના માટે છત્રીનું વિતરણ કરવું, પંખાનું દાન કરવું અથવા પગરખાનું દાન કરવું સારું ફળ આપે છે.

પાણીનું દાન : અખાત્રીજના દિવસે પાણીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોકો માટે પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરી શકાય. સ્કંદ પુરાણમાં પણ લખ્યું છે કે, અખાત્રીજ પર પાણીનું દાન કરવું મહાપુણ્ય માનવામાં આવે છે. શિવલિંગ પર રહેલ માટલું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

જવનું દાન કરો : એવું માનવામાં આવે છે કે અખાત્રીજ પર જવનું દાન કરવાથી લોકોને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં જવને કનક એટલે કે સોના સમાન માનવામાં આવે છે.

અન્ન દાન કરો : અખાત્રીજના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ. તેના કારણે નવગ્રહો શાંત થાય છે અને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આ માહિતી ન્યુઝ નેશન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.