અખાત્રીજ પર રાશિ પ્રમાણે કરવામાં આવેલા આ સરળ ઉપાયો તમને બનાવી શકે છે ધનવાન.

0
897

પોતાની રાશિને અનુરૂપ અખાત્રીજના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી થાય છે લાભ, જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ.

વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં આ તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ વખતે આ તિથી 3 મે મંગળવારે છે. આ દિવસ વર્ષના 4 અબુજ મુહૂર્તમાંનો એક હોય છે. એટલે કે આ દિવસે કોઈપણ શુભ કાર્ય કોઈ પણ શુભ મુહૂર્ત જોયા વગર કરી શકાય છે.

અખાત્રીજ પર ખરીદીનું પણ વિશેષ મહત્વ છે. અક્ષય એટલે કે જેનો ક્યારેય નાશ થતો નથી. તેથી આ દિવસે દાન, મંત્રોચ્ચાર, ઉપાય વગેરે પણ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષી પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, અખાત્રીજના દિવસે જો દાન અને કેટલાક વિશેષ ઉપાયો રાશિ પ્રમાણે કરવામાં આવે, તો ધન લાભના યોગ બને છે. રાશિ પ્રમાણે આ ઉપાયો વિશે આ લેખમાં વધુ જાણો.

મેષ રાશિ : આ રાશિનો સ્વામી મંગળ છે. તેથી આ રાશિના લોકોએ અખાત્રીજ પર જરૂરિયાત મંદોને લાલ રંગના કપડામાં લાડુનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેમના માટે ધનલાભનો યોગ બની શકે છે.

વૃષભ રાશિ : આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકોએ કળશમાં જળ ભરીને દાન કરવું જોઈએ. આમ કરવાથી શુક્ર દોષની અસર ઓછી થાય છે, જેનાથી પૈસાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે.

મિથુન રાશિ : આ રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના લોકોએ સુખ-સમૃદ્ધિ માટે મગની દાળનું દાન કરવું જોઈએ. આ સાથે, ધન લાભના યોગ પણ બને છે.

કર્ક રાશિ : ચંદ્ર આ રાશિનો સ્વામી છે. આ લોકોએ અખાત્રીજ પર ચાંદીમાં મોતી જડીને પહેરવો જોઈએ. તેનાથી ચંદ્ર મજબૂત બને છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

સિંહ રાશિ : આ રાશિના સ્વામી સૂર્ય દેવ છે. આ રાશિના લોકોએ અખાત્રીજની સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. તેમજ ગોળનું દાન કરવું જોઈએ. તેનાથી તેમને ફાયદો થઈ શકે છે.

કન્યા રાશિ : આ રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના લોકોએ ધન પ્રાપ્તિ માટે અખાત્રીજ પર પન્ના રત્ન ધારણ કરવું જોઈએ, પરંતુ આ પહેલા કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ લેવી જોઈએ.

તુલા રાશિ : આ રાશિનો સ્વામી શુક્ર છે. શુભ ફળ મેળવવા માટે આ રાશિના લોકોએ જરૂરિયાતમંદ લોકોને સફેદ વસ્ત્ર અને ચોખાનું દાન કરવું જોઈએ. તેનાથી તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ : આ રાશિનો સ્વામી મંગળ છે, જે દેવતાઓનો સેનાપતિ છે. આ રાશિના લોકોએ અખાત્રીજ પર મૂંગા રત્ન ધારણ કરવું જોઈએ. તેની અસરથી ધનલાભ થાય છે.

ધનુ રાશિ : આ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. આ લોકોએ હળદરની ગાંઠોને પીળા કપડામાં લપેટીને અખાત્રીજ પર પૂજા સ્થાન પર રાખવી જોઈએ. તેમજ પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

મકર રાશિ : આ રાશિના સ્વામી શનિદેવ છે. ધન લાભ માટે આ રાશિના લોકોએ અખાત્રીજ પર કળશમાં કાળા તલનું તેલ ભરી તેનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તેઓ શુભ ફળ મેળવી શકે છે.

કુંભ રાશિ : આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. અખાત્રીજ પર આ રાશિના લોકોએ કાળા તલ અને નારિયેળનું દાન કરવું જોઈએ. આ કારણે સંજોગો તેમના પક્ષમાં આવી શકે છે અને નાણાકીય લાભના યોગ પણ બને છે.

મીન રાશિ : આ રાશિનો સ્વામી ગુરુ છે. આ લોકોએ અખાત્રીજ પર પીળા ફળો જેવા કે કેળા, કેરી, કોળું અને પીળા ધાન્ય જેવા અનાજ વગેરેનું દાન કરવું જોઈએ. આવું કરવાથી તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.