અખાત્રીજના ઉપાય બદલી શકે છે તમારું જીવન, જાણો આ દિવસે શું કરવું.

0
3287

જો અખાત્રીજ પર કરશો આ કામ તો દુર્ભાગ્યનો આવશે અંત અને જીવનમાં આવશે ખુશીઓ.

વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજની તિથિને અક્ષય તૃતીયા અને અખાત્રીજ પણ કહેવામાં આવે છે. આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. આવો જાણીએ અક્ષય તૃતીયા (અખાત્રીજ) ક્યારે છે અને તેના ખાસ ઉપાયો શું છે.

અખાત્રીજ ક્યારે છે : અંગ્રેજી કેલેન્ડર મુજબ, આ વખતે મંગળવાર, 3 મે, 2022 ના રોજ, અક્ષય તૃતીયા(અખાત્રીજ) નો તહેવાર ઉજવવામાં આવશે.

આ કામ અવશ્ય કરવું : આ દિવસે કુંવારા લોકો માટે લગ્ન માટે ખૂબ જ શુભ મુહૂર્ત હોય છે. આ શુભ મુહૂર્તમાં નવા મકાનમાં પ્રવેશ, મકાન નિર્માણ, દુકાન કે એકમની શરૂઆત કરી શકાય છે. આ દિવસે નવા આભૂષણોની ખરીદી કરવી, નવો ધંધો શરૂ કરવો પણ ફાયદાકારક ગણાય છે. અક્ષય તૃતીયા(અખાત્રીજ)ના દિવસે તીર્થ સ્નાન અને પિતૃ તર્પણનું વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે આ કામ કરો.

અક્ષય તૃતીયાના ઉપાયો :

1) આખું વર્ષ જો તમે દાન નથી કર્યું તો આ દિવસે દાન અવશ્ય કરવું જોઈએ. આ દાનનું અક્ષય(નાશ ના થાય એવું) ફળ મળે છે. દાન કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. અક્ષય તૃતીયા(અખાત્રીજ) ના દિવસે ભગવાન વિષ્ણુ અને તમારા પૂર્વજો માટે દાન કરો. સત્તુ, દહીં, ચોખા, માટલું, જવ, ઘઉં અને ફળોનું દાન શક્તિ પ્રમાણે કરવું જોઈએ.

આ દિવસે સ્વર્ગસ્થ આત્માઓના સુખ માટે પાણીનો ઘડો, પંખો, ચાખડી, છત્રી, ફળ, ખાંડ, ઘી વગેરે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. આ દિવસે ગાય, જમીન, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ અને કન્યા આ બાર દાનનું મહત્વ છે. જે ભૂખ્યો છે તે અન્ન દાન માટે પાત્ર છે.

વ્યક્તિ જે વસ્તુની ઈચ્છા રાખે છે, જો તે વસ્તુ તેને માંગ્યા વગર આપવામાં આવે તો આપનારને તેનું સંપૂર્ણ ફળ મળે છે. સેવકને આપેલું દાન ચોથા ભાગનું ફળ આપે છે. આ બધા દાનમાં કન્યાદાન સૌથી મહત્વપૂર્ણ છે, તેથી જ આ દિવસે કન્યાના લગ્ન કરાવવામાં આવે છે.

અક્ષય તૃતીયા પર દાન કરનારને સૂર્યલોક મળે છે. આ તિથિનું વ્રત કરનારને રિદ્ધિ, વૃદ્ધિ અને શ્રીની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કરેલા કાર્યો અક્ષય બની જાય છે. તેથી આ દિવસે માત્ર શુભ કાર્યો જ કરવા જોઈએ.

2) વૈશાખ સુદ તૃતીયા તિથિના પ્રમુખ દેવી ગૌરી છે. આ દિવસે માતા ગૌરીની પૂજા કરવાથી અક્ષય ફળ મળે છે. જીવનમાં દરેક પ્રકારની સફળતા માટે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે વિશેષ ચાર ધામોમાંના એક ભગવાન બદ્રીનાથના પણ દર્શન થાય છે. ભગવાન પરશુરામની જન્મજયંતિ અક્ષય તૃતીયાના રોજ ઉજવવામાં આવે છે. તેથી આ દિવસે પરશુરામની ભક્તિ હૃદયપૂર્વક કરીને આ શુભ તિથિનો અવશ્ય લાભ લો.

3) જો તમને તમારા ભાગ્યમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી છે, તો આ દિવસે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા 11 ગોમતી ચક્રનો પાવડર બનાવી લો અને તમારા ઈષ્ટ દેવનું સ્મરણ કરીને તેને તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે વિખેરી દો. આ પ્રયોગથી થોડા દિવસોમાં ભાગ્યોદય થવાનું શરુ થઈ જાય છે અને દુર્ભાગ્યનો અંત આવશે અને જીવનમાં ખુશીઓ આવશે.

4) જો ઘરમાં ઝગડા થઈ રહ્યા છે તો અગિયાર ગોમતી ચક્રોને એક લાલ રેશમી કપડામાં બાંધીને ચાંદીની ડબ્બીમાં રાખીને પૂજાના સ્થળે મૂકી દો, તેનાથી ઘરમાં હંમેશા સુખ શાંતિનો વાસ બનેલો રહેશે.

5) જો તમે વેપારમાં વધુ નફો મેળવવા ઈચ્છતા હોવ, તો 27 ગોમતી ચક્રને પીળા કે લાલ રેશમી કપડામાં બાંધીને તમારા ધંધાકીય સ્થળ કે સંસ્થાના મુખ્ય દરવાજા પર બાંધી દો. આ કામ કરવાથી તમને વેપારમાં અપેક્ષિત લાભ મળવા લાગશે.

6) અક્ષય તૃતીયાના દિવસે 11 કોડીને લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાનમાં રાખવી તેનામાં દેવી લક્ષ્મીને આકર્ષવાની ક્ષમતા હોય છે. તેનો ઉપયોગ તંત્ર મંત્રમાં પણ થાય છે. દેવી લક્ષ્મીની જેમ કોડીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે.

7) અક્ષય તૃતીયાના દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક પરેશાનીઓમાં લાભ મળે છે.

8) અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં પૂજા સ્થાન પર એક નારિયેળ સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી વેબદુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.