અખાત્રીજ પર બની રહ્યા છે 3 રાજયોગ, જાણો ખરીદીના શુભ સમય અને ચોઘડિયા મુહૂર્ત.

0
953

અખાત્રીજ (અક્ષય તૃતીયા) નો તહેવાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. એવી પણ માન્યતાઓ છે કે ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. જો કે આ વર્ષે આ તહેવાર વધુ ખાસ બનવાનો છે. અબુજ મુહૂર્તની સાથે અખાત્રીજ પર ખરીદી માટે ત્રણ રાજયોગ પણ બનવા જઈ રહ્યા છે. આ વર્ષે અખાત્રીજ 3 મે મંગળવારના રોજ ઉજવવામાં આવશે.

અખાત્રીજનું મહત્વ : હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર અખાત્રીજના દિવસે શુભ કાર્ય, દાન, સ્નાન, પૂજા અને તપ કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે સોના-ચાંદીના દાગીના ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસે સોનું-ચાંદી ખરીદીને ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. આ સિવાય તમે વાહન અથવા ઘર જેવી વસ્તુઓ પણ ખરીદી શકો છો.

અખાત્રીજ પર ત્રણ રાજયોગ : આ દિવસે સુખનો દાતા શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીન રાશિમાં રહીને માલવ્ય રાજ યોગ બનાવશે. તેમજ જ્યારે ગુરુ મીન રાશિમાં હશે, ત્યારે હંસ રાજયોગ અને શનિ પોતાના ઘરમાં શશ રાજયોગ બનાવશે. અખાત્રીજ પર ગ્રહોની આવી સ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા અબુજ મુહૂર્ત દરમિયાન તમે ગમે ત્યારે માંગલિક કાર્ય કરી શકો છો. તમે સોનું, ચાંદી, મકાન, જમીન, દુકાન, વાહન અથવા મિલકત ખરીદી શકો છો.

અખાત્રીજના શુભ મુહૂર્ત :

પૂજા માટેનો શુભ સમય – સવારે 05:39 થી બપોરે 12:18 સુધી.

સોનું અને ચાંદી ખરીદવાનો શુભ સમય – બીજા દિવસે સવારે 05:39 થી 05:38 સુધી

ચોઘડિયા મુહૂર્ત :

સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) – સવારે 08:59 થી બપોરે 01:58 સુધી

બપોર માટે મુહૂર્ત (શુભ) – બપોરે 03:38 થી 05:18 સુધી

સાંજ માટે મુહૂર્ત (લાભ) – રાત્રે 08:18 થી 09:38

રાતનું મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) – રાત્રે 10:58 થી 02:58 સુધી

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.