અખૂટ ધન-સંપત્તિ અપાવશે લક્ષ્મી અને કુબેરના આ મંત્રો, જાપ કરવાથી દૂર થશે ધનની અછત.

0
283

આ મંત્રો ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે, તેનો પાઠ કરવાનું ચુકતા નહિ.

ધનના દેવતા કુબેરના આશીર્વાદ મેળવવા માટે કેટલાક મંત્રો ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ મંત્રો તમને અઢળક ધન તો આપશે જ, પરંતુ જીવનમાં ક્યારેય પણ પૈસાની અછત નહીં થવા દે.

કુબેરને પ્રસન્ન કરવાના મંત્ર : હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી અને કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. માં લક્ષ્મી અને કુબેરની કૃપાથી જ જીવનમાં ધનની વર્ષા થાય છે. જો તેઓ વ્યક્તિ પર હંમેશા પ્રસન્ન રહે છે, તો વ્યક્તિએ ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ મંત્રો એટલા અસરકારક છે કે તેનો દરરોજ જાપ કરવાથી જીવનમાં ક્યારેય ધન-સંપત્તિની અછત નથી આવતી.

માલામાલ કરનાર મંત્ર :

‘ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યધિપતયે

ધનનધાન્યસમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા ॥

આ ભગવાન કુબેરનો અમોધ મંત્ર છે. એવું માનવામાં આવે છે કે, દરરોજ આ 35 અક્ષરવાળા મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરવાથી વ્યક્તિની તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે. ઓછામાં ઓછા 3 મહિના સુધી આ મંત્રનો સતત જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમજ મંત્રનો જાપ કરતી વખતે મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ.

‘ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમઃ’

પુષ્કળ ધન મેળવવા માટે કુબેરના આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી તમામ સુખ-સુવિધાઓ મળે છે. એવું કહી શકાય કે જે લોકો વૈભવી જીવન જીવવા ઈચ્છે છે, તેમણે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

‘ૐ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમઃ’

આ છે અષ્ટ લક્ષ્મી કુબેર મંત્ર. આનો જાપ કરવાથી લક્ષ્મી અને કુબેર દેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. માં લક્ષ્મી અને કુબેરની કૃપાને કારણે વ્યક્તિને માત્ર ધન અને કીર્તિ જ નહીં પરંતુ જીવનમાં પદ અને પ્રતિષ્ઠા પણ મળે છે. જો કે આ મંત્રનો જાપ દરરોજ કરવો જોઈએ, પરંતુ ખાસ કરીને શુક્રવારે રાત્રે આ મંત્રની સાધના કરવી જોઈએ. ટૂંક સમયમાં તમે ફરક જોશો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.