અલગ હોય છે દરેક વ્યક્તિના નખનો આકાર, તેના પરથી જાણો કેવો છે વ્યક્તિનો સ્વભાવ.

0
478

નખના આકાર પરથી પણ જાણી શકો છો વ્યક્તિના સ્વભાવથી લઈને અન્ય વાતો વિષે.

દરેક વ્યક્તિના નખનો આકાર અલગ-અલગ હોય છે. કોઈના નખ પહોળા તો કોઈના ગોળાકાર. હસ્તરેખા જ્યોતિષ અનુસાર નખના આકારના આધાર ઉપર પણ ઘણી વાતો જાણી શકાય છે. જાણો નખ જોઈને સ્વભાવ બાબતે કઈ કઈ વાતો જાણી શકાય છે.

1. લાંબા નખ : જે લોકોના નખ લાંબા હોય છે, તે રોમાન્ટિક સ્વભાવ વાળા હોય છે. નાની-નાની વાતો પર ગુસ્સે પણ થઇ જાય છે. તેમની કલ્પના શક્તિ ખુબ જ સારી હોય છે. આ લોકો દરેક કામને એકદમ ચોક્કસ રીતે કરવાનું પસંદ કરે છે. આ લોકોને એ વાતો પણ સમજ આવી જાય છે જે મોટાભાગના લોકો સમજી શકતા નથી. જીવનસાથી સાથે આમનું જીવન સુખી રહે છે.

2. પહોળા નખ : જે લોકોના નખનો આકાર પહોળા હોય છે, તે સ્વાસ્થ્ય સંબંધ બાબતમાં શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત કરે છે. શારીરિક રૂપથી પણ શક્તિશાળી હોય છે. આ લોકોને ગુસ્સો જલ્દી આવી જાય છે. આ લોકો ઊંડાઈથી વિચારે છે અને સ્પષ્ટવાદી હોય છે. સાચું અને ખોટુ પણ સરળતાથી સમજી લે છે.

3. ગોળ અને અંડાકાર નખ : જો કોઈ વ્યક્તિના નખ ગોળ કે અંડાકાર છે તો ખુશ રહે છે. આ લોકો શાંતિ પ્રિય હોય છે. વાદ-વિવાદ પસંદ કરતા નથી. આ લોકો પોતાના કામને નવી નવી રીતોથી કરવાનું પસંદ કરે છે. આવા નખ વાળા લોકો ભીડની સાથે ચાલવાનું પસંદ કરતા નથી. પોતાની ભાવનાઓને બીજાને સરળતાથી દેખાડતા નથી.

4. ચોરસ નખ : આવા લોકો સાહસી હોય છે, જેના નખનો આકાર ચોરસ હોય છે. આ સારા લીડર હોય છે. તેમનો સ્વભાવ ગંભીર હોય છે. પોતાની આસપાસ રહેવા વાળા લોકોને પણ ખુશ રાખે છે અને પોતાના કામને સમયસર પૂર્ણ કરે છે.

5. ત્રિકોણાકાર નખ : જે લોકોના નખ ત્રિકોણના આકાર જેવા હોય છે, તે ખુબ જ ચતુર હોય છે. દરેક કામને નવા અંદાજમાં ફરવાનું પસંદ કરે છે. ખુબ જ સમજદારીથી કામ કરે છે, એટલા માટે લોકો આમાંના પાસેથી એકદમ યોગ્ય કામની અપેક્ષા કરે છે. હંમેશા નવા-નવા આઈડિયાઓ વિચારતા રહે છે. આમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે.

6. બદામના આકારના નખ : જો કોઈ વ્યક્તિના નખનો આકાર બદામના આકાર જેવો છે, તો વ્યક્તિ ઈમાનદાર હોય છે. આ લોકો ખુબ સારા મિત્ર હોય છે. લોકો આમનાં પર ખુબ વિશ્વાસ કરે છે. આ લોકો મુશ્કેલ પરિસ્થિતિઓથી બહાર ખુબ સરળતાથી નીકળી જાય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.