કટારમલ સૂર્ય મંદિર : સુંદર પર્વતોની વચ્ચે છુપાયેલું 1000 વર્ષ જૂનું આ મંદિર છે ઘણું પ્રખ્યાત. જરા વિચારો તમે પહાડોમાં ફરી રહ્યા છો, ફરતા ફરતા પ્રકૃતિના ખોળામાં રહેલી સુંદરતાને ન માત્ર જોઈ શકો છો પરંતુ અનુભવી પણ શકો છો. તમારા આ અદ્દભુત અંદાઝમાં તમે અલમોડાના પહાડોમાં મસ્તી કરતા અને ગીત ગાતા ફરી રહ્યા છો અને અચાનક તમારી સામે 1000 વર્ષ જુનું સૂર્ય મંદિર આવી જાય તો કેવું લાગશે. આ અલૌકિક અને અદ્દભુત અનુભવ તમને અલમોડા ઉત્તરાખંડના કટારમલ સૂર્ય મંદિરમાં મળશે.
આ સૂર્ય મંદિરની દિશા દરેક સૂર્ય મંદિરની જેમ પૂર્વમાં છે. જેથી તમને ઉગતા સૂર્યની સુંદરતા જોવા મળે છે. ઉગતા સૂર્યના કિરણો જયારે આ મંદિર ઉપર પડે છે તો અલૌકિક સુંદરતા જોવા મળે છે. પહાડો વચ્ચે રહેલા આ સૂર્ય મંદિર વિષે ઊંડાણમાં જણાવવા જઈ રહ્યા છીએ.
1000 વર્ષ જુનું છે આ મંદિર : કટારમલ સૂર્ય મંદિર 9મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. તેને કટ્યુરી રાજા કાટરમલ્લાએ બનાવરાવ્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી એ એવી રીતે જ તેમનું શોર્ય વિખેરતું રહ્યું છે. તેની સંપૂર્ણ દિશા અને બાંધકામ બધી તે સમયના હિસાબે બનાવવામાં આવી છે. આ મંદિર સમુદ્ર તળથી 2116 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે અને અલમોડા શહેરથી આ મંદિર 19 કિલોમીટરના અંતરે છે. આમ તો અહિયાં જવું સરળ છે, પરંતુ સારું રહેશે કે તમે ઋતુનું ધ્યાન રાખીને આખા દિવસનો પ્લાન બનાવીને અહિયાં જાવ.
શું વિશેષ છે આ સૂર્ય મંદિરમાં? પ્રાચીન મંદિર હોવા સાથે સાથે આ મંદિરમાં મુખ્ય સૂર્ય મંદિર ઉપરાંત તેની ફરતા 44 બીજા નાના નાના મંદિર બનાવવામાં આવ્યા છે. તેને બડાદીત્ય મંદિર પણ કહેવામાં આવે છે. બીજા મંદિરોમાં શિવ, પાર્વતી, લક્ષ્મીનારાયણ વગેરે ભગવાનોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
મંદિરના દરવાજા લાકડા માંથી બનેલા છે અને તેને દિલ્હી નેશનલ મ્યુઝીયમમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું હતું. આમ તો અહિયાંથી 10મી સદીની એક મૂર્તિની ચોરી થઇ ગઈ હતી ત્યાર પછી જ અસલી દરવાજા અને એવી વસ્તુને દિલ્હી આવેલા મ્યુઝીયમમાં મોકલી દેવામાં આવી.
તે ઉપરાંત આ મંદિરમાં બીજા નકશીકામ અને પેન્ટિંગ્સ વગેરે રહેલા છે. જે તમે દીવાલો ઉપર જોઈ શકો છો.
ત્યાં જવા માટે લાગે છે ફી? નહિ ત્યાં જવા માટે તમારે ફી આપવાની કોઈ જરૂર નથી, કોઈ પ્રકારની કોઈ એન્ટ્રી ટીકીટ અહિયાં નથી લગતી અને અહિયાં એક્સપ્લોર કરવા માટે તમારે 3 કલાકનો સમય લગભગ લાગશે.
ક્યા સમયે અહિયાં જવું સૌથી સારું માનવામાં આવે છે? અહિયાં સૂર્યોદય વખતે જવું જ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એવું એટલા માટે કેમ કે સૂર્યોદય વખતે જ અહિયાં ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળે છે. સૂર્યની પહેલી કિરણ સાથે જ આ મંદિરમાં રોશની આવી જાય છે અને આખું મંદિર ઝગમગી ઉઠે છે. આ દ્રશ્ય ખરેખર ઘણું જ સુંદર હોય છે અને જો તમે સવારે વહેલા આ મંદિર તરફ જાવ છો, તો આસપાસના ટ્રેકિંગ ટેલ્સ પણ કવર કરી શકો છો.
આ સૂર્ય મંદિર ઘણું જ અનોખું છે અને તમે તમારી આગળની ટ્રીપ માટે અહિયાં જવાનો પ્લાન કરી શકો છો. જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો તે શેર જરૂર કરો. આવી જ બીજી સ્ટોરી વાચવા માટે જોડાયેલા રહો હરજિંદગી સાથે.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.