એ તો તમે જાણતા હશો કે, એલેકઝેંડરને ભારતમાં સિકંદરના નામથી ઓળખવામાં આવે છે. સિકંદર સાથે જોડાયેલો એક પ્રસંગ ઘણો પ્રસિદ્ધ છે, જેમાં તે એક સાધુ સામે હારી ગયા હતા. તમને જણાવી દઈએ કે, સિકંદરે ભારતમાં આવ્યા પછી ઘણા રાજ્યોઓને જીતી લીધા હતા. પરંતુ તે પછી પણ તેમને સંતોષ ન થયો.
તેમને એક જ્ઞાની સંતની શોધ હતી. એવામાં કેટલાક લોકોએ તેમને એક જ્ઞાની સંત વિશે જણાવ્યું, પછી તે પોતાની સેનાને લઈને તેમની પાસે પહોંચી ગયા. સંત કપડા વગર જ ઝાડ નીચે ધ્યાન કરતા હતા. જ્યારે સિકંદરે સંતને ધ્યાન કરતા જોયા તો તેમણે સંતના ધ્યાનમાંથી બહાર આવવાની રાહ જોઇ. જ્યારે સંતે તેમનું ધ્યાન તોડયુ તો સિકંદરની આખી સેના ‘એલેકઝેંડર ધ ગ્રેટ… એલેકઝેંડર ધ ગ્રેટ‘ કહી તેનો જય જયકાર કરવા લાગ્યા. આ જોઈને સંત હસવા લાગ્યા.
પછી સિકંદરે કહ્યું કે, હું તમને મારી સાથે લઇ જવા આવ્યો છું. જેના જવાબમાં સંતે કહ્યું – તમારી પાસે કાંઈ નથી કે જેમાંથી તમે મને કાંઈ દઈ શકો. હું જ્યાં છું, જેવો છું, ખુશ છું. મારે અહીં જ રહેવુ છે. હું તમારી સાથે નહિ આવું. આ સાંભળીને સિકંદરની સેના ગુસ્સે થઈ ગઈ. સિકંદરે પોતાની સેનાને શાંત કર્યા.
સિકંદરે કહ્યું કે, મને ના સાંભળવાની ટેવ નથી. તમારે મારી સાથે આવવું જ પડશે, જેના જવાબમાં સંતે કહ્યું, તમે મારા જીવનના નિર્ણયો ન લઈ શકો. મેં નક્કી કર્યું છે કે હું અહીં રહીશ, તમે જઈ શકો છો.
આ સાંભળીને સિકંદર ગુસ્સાથી લાલ થઈ ગયો અને પોતાની તર વાર કાઢી અને સંતના ગ ળા પર મૂકી અને બોલ્યો કે, હવે કહો જીવન જોઈએ કેમૃ તયુ. સંત પણ તેમના મુદ્દા પર અટકી ગયા અને કહ્યું કે, જો તમે મને મા રીના ખો, તો ક્યારેય પોતાને મહાન ન કહેતા, કારણ કે તમારી અંદર મહાન જેવી કોઈ વાત જ નથી. તમે તો મારા ગુલામના પણ ગુલામ છો. આ પછી સિકંદરને આઘાત લાગ્યો કે, જેણે આખી દુનિયા જીતી છે તેને આ સાધુ પોતાના દાસનો દાસ કહે છે. પછી સિકંદરે કહ્યું કે તમારો અર્થ શુ છે.
સંતે કહ્યું – હું જ્યાં સુધી ન ઇચ્છું ત્યાં સુધી ગુસ્સે થતો નથી. ક્રોધ મારો ગુલામ છે. પરંતુ એવું લાગે છે કે ગુસ્સો તમારી ઉપર હાવી થઈ જાય છે. તેથી તમે મારા ગુલામના ગુલામ થયો. ભલે તમે આખી દુનિયા જીતી લીધી હોય, પરંતુ તમે મારા ગુલામના ગુલામ જ છો. સાધુની આ વાત સાંભળીને, સિકંદર આશ્ચર્ય પામ્યો અને સંતની આગળ નમીને ત્યાંથી નીકળી ગયો.
આ પ્રસંગની શીખ : જે વ્યકિત ગુસ્સાને નિયંત્રણમાં રાખે છે, તે આજીવન ખુશ રહે છે, અને જેઓ તેમના ગુસ્સાનો ભોગ બને છે, તેઓ હંમેશાં પસ્તાવો કરે છે, તેઓને કશું પણ પ્રાપ્ત થતું નથી.
– ચીમન ભલાલાની પોસ્ટનું સંપાદન (અમર કથાઓ ગ્રુપ)