માતાજીના છંદ – અમીચંદ
અંબા માં તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે,
અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે…
લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે,
ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે…
કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે,
લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે…
તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે,
અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે…
કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે,
આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે…
હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે,
ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે…
મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે,
અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે…
માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે,
વાં ઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે…
ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે,
જન્મોજનમનાં પાપ નિવારણ, એક પલકમાં કાપે છે…
બહુચર-બાળી અંબે દયાળી, ભક્તન જે શિર ગાજે છે,
મારી હકીકત કહી મમમાયા, તુમ બીન કોણ મિ તાવે છે…
બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રને કહીએ, તે તારા ગુણ ગાએ છે,
સર્વ દેવના દેવ તમે છો, તેરા નામકું ધાએ છે…
મહારાજ ગીર કહે સત્ય શબ્દ, એ અમર પદ પામે છે,
અમીચંદ કહે છંદ બનાવી, તારે હાથ મારી લાજે છે…
અંબા માં તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે,
અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે…