અંબા માતાની ભક્તિ કરતા કરતા આ અદ્દભુત રચનાનું ગાન જરૂર કરજો, રહેશે માં ની કૃપા.

0
750

જય અંબે માત ભવાની!

ત્રિપુરા દુર્ગા હે મા કાલી! અનંત નામ અનામી … જય અંબે

પ્રેમ તમારો વરસાવી દો, વિનંતી મારી માની

દર્શનનું દો દાન નયનને, કહું ખરાં તો દાની … જય અંબે

બાલ તમારો પ્યાસી બેઠો, મિથ્યા બીજાં પાણી

પ્રેમતણું પય પાઓ મુજને, અંતરની ગત જાણી … જય અંબે

અક્ષય અમૃતનાં ઓ વાસી, બોલો અમૃતવાણી

ન શો ચડાવો પ્રેમ ભક્તિનો, પ્રેમ થકી લો તાણી … જય અંબે

હૃદયમહીં ફકત તમે રાજો, ખેલો ઘટઘટ માંહી

તમારા વિના બધું ભૂલાવો, ઢોળી કૃપાનું પાણી … જય અંબે

પ્રેમે પ્રાર્થું કર બે જોડી, યાચું અન્ય ન કાંઈ

તમે જુઓ મુજને ને તમને રહું સદાય નિહાળી … જય અંબે

– સાભાર પટેલ જી (અમર કથાઓ ગ્રુપ)