જય અંબે ગૌરીની આરતી અને તેનાથી થતા લાભ, આ કારણે દેવતાઓ પણ કરે છે માતાની પૂજા.

0
849

સુખ અને વૈભવની પ્રાપ્તિ માટે આ રીતે કરો અંબે ગૌરીની પૂજા, વાંચો તેમની આરતી, કથા અને પૂજાના વિશેષ લાભો. માતા અંબે ગૌરીની આરતીથી માણસના તમામ દુઃખોનો નાશ થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. માતાના આશીર્વાદ ન માત્ર માણસ પરંતુ દેવતા પણ મેળવવા માટે છે. માતા અંબેને સુખ અને સમૃદ્ધીદાયક માનવામાં આવે છે. આજે અમે આ લેખમાં તમને માતા અંબેની આરતીથી થતા લાભ વિષે જણાવીશું, અને સાથે જ આ સંપૂર્ણ આરતી પણ તમને આ લેખમાં મળશે.

માં અંબે ગૌરીની આરતી :

જય અંબે ગૌરી, જય શ્યામા ગૌરી

તુમકો નિશિ દિન ધ્યાવત, હરિ બ્રહ્મા શિવરી

માંગ સિંદૂર વિરાજત, ટીકો મૃગમદ કો

ઉજ્જ્વલ સે દોઉ નૈના, ચંદ્રવદન નીકો

કનક સમાન ક્લેવર, રક્તામ્બર રાજૈ

કેહરી વાહન રાજત, ખડૂગ ખપ્પર ધારી

સુર – નર મુનિજન સેવત, તિનકે દુખહારી

કાનન કુણ્ડલ શોભિત, નાસાગ્રે મોતી

કોટિક ચંદ્ર દિવાકર, રાજત સમ જ્યોતિ

શુભ નિશુમ્ભ વિદારે, મહિષાસુર ઘાતી

ધૂમ્ર વિલોચન નૈના, નિશદિન મતમાતી

ચણ્ડ-મુણ્ડ સંહારે, શૌણિત બીજ હરે

મધુ-કૈટભ દોઉ મારે, સુર ભયહીન કરે

બ્રહ્માણી, રુદ્રાણી, તુમ કમલા રાની

આગમ નિગમ બખાની,તુમ શિવ પટરાની

ચૌસઠ યોગિની ગાવત, નૃત્ય કરત ભૈરૂ

બાજત તાલ મૃદંગા. અરુ બાજત ડમરૂ

તુમ હી જગકી માતા, તુમ હી હો ભરતા

ભક્તન કી દુ:ખ હરતા, સુખ સંપતિ કરતા

ભુજા ચાર અતિ શોભિત, વરમુદ્રા ધારી

મનવાંછિત ફળ પાવત, સેવત નર નારી

કંચન થાલ વિરાજત, અગર કપૂર બાતી

શ્રીમાલકેતુ મેં રાજત, કોટી રતન જ્યોતિ

અંબેજી કી આરતી, જો કોઈ નર ગાવે

કહત શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ પાવે

જય અંબે ગૌરી આરતીથી થતા લાભ : માતા અંબે ગૌરીને માં દુર્ગાનો જ અવતાર માનવામાં આવે છે. માતા અંબેની આરતી કરવાથી વ્યક્તિના જીવનના પડકારો દુર થઇ જાય છે. વ્યક્તિને સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. માતાની આ આરતીને જે પણ વ્યક્તિ દરરોજ કરે છે તેને પરાજીત કરવો અશક્ય બની જાય છે. માતાના પ્રતાપથી જ વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે.

દેવતા પણ કરે છે માતાની પૂજા : માતા અંબેની પૂજા માત્ર માણસ જ નહિ પરંતુ દેવતા ગણ પણ કરે છે. માતાની આરતીમાં જ દર્શાવવામાં આવ્યું છે કે, ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ દરરોજ માતાનું ધ્યાન કરે છે. દેવતાઓને મહિષાસુરના ત્રાસથી બચાવવા માટે માતાએ તે રાક્ષસનો સંહાર કર્યો હતો.

માં અંબે ગૌરીના આશીર્વાદ મેળવીને દરેકને તેમનો પરમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં વારંવાર લોકો બીમાર પડે છે કે, કુટુંબમાં ઝગડાનું વાતાવરણ રહેતું હોય છે તેમણે માતા અંબે ગૌરીની પૂજા જરૂર કરવી જોઈએ, તેની સાથે જ નવરાત્રી દરમિયાન વ્રત કરવું પણ એવા લોકો માટે શુભ માનવામાં આવે છે.

અંબે માં ની આરતીથી આધ્યાત્મિક લાભ : માં અંબેની આરતીના નિયમિત પાઠ કરવાથી વ્યક્તિની આધ્યાત્મિક શક્તિઓ પણ વધે છે. આ આરતીના પાઠ કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે અને મન શુદ્ધ થાય છે. જે લોકો આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતી કરવા માંગે છે અને શારીરિક માયાના બંધન તોડવા માંગે છે, તેમણે પણ માતાના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. માતાની પૂજાથી વ્યક્તિની એકાગ્રતામાં પણ સુધારો આવે છે અને તે તેના ધ્યેય પ્રત્યે દ્રઢનિશ્ચય બની જાય છે.

પૂજા વિધિ : માં અંબે ગૌરીને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ રોજ તેમની આરાધના કરવી જોઈએ. દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ધૂપ, દીવા પ્રગટાવીને માતાની પૂજા કરવી જોઈએ, અને અંબે ગૌરી માતાની આરતી ગાવી જૌઇએ. દીવો જો શુદ્ધ ઘી માંથી પ્રગટાવવામાં આવે તો ઉત્તમ રહેશે. જો શક્ય હોય તો દરરોજ સવારે અને સાંજના સમયે માતાની આરતીના પાઠ કરવા જોઈએ, નહિ તો ઓછામાં ઓછા એક વખત માતાની આરતીનો પાઠ જરૂર કરો.

મહિષાસુર વધની કથા : માં અંબેને મહિષાસુરનો વધ કરવાવાળા મનવામાં આવે છે. એક કથા મુજબ, બ્રહ્માજીને પ્રસન્ન કરીને મહિષાસુરે તેમની પાસેથી વરદાન લીધું કે, તેનો વધ આ ચરાચર જગતમાં માત્ર કોઈ સ્ત્રીના હાથે થશે. બ્રહ્માએ તેને એ વરદાન આપ્યું ત્યાર પછી મહિષાસુરે ત્રણે લોકોમાં અ ત યા ચા ર કરવાનું શરુ કરી દીધું. તેણે બ્રહ્માજી પાસેથી સ્ત્રીના હાથે મરવાનું વરદાન એટલા માટે માગ્યું હતું, કારણ કે તેને લાગતું હતું કે સ્ત્રીઓ નિર્બળ હોય છે. પરંતુ દેવતાઓએ પોતાની શક્તિનો ઉપયોગ કરીને માતા દુર્ગાની ઉત્પતી કરી.

ત્યાર પછી દેવતાઓ દ્વારા માતા દુર્ગાને અસ્ત્ર શસ્ત્ર આપવામાં આવ્યા અને સિંહને તેમની સવારી બનાવવામાં આવ્યો. ત્યાર પછી માતાએ માયાવી રાક્ષસ મહિષાસુર સાથે ભયંકર યુ ધ કર્યું અને અંતમાં જયારે મહિષાસુરે પાડાનું રૂપ ધારણ કર્યું તો માતાએ મહિષાસુરનો વધ કરી દીધો. મહિષાસુરના વધ પછી સમસ્ત લોકોમાં સુખ અને શાંતિ વ્યાપી ગઈ અને માણસોની સાથે સાથે દેવતાઓએ પણ માતાના ગુણગાન કર્યા. માતા અંબેને પણ દુર્ગા માં નું જ રૂપ માનવામાં આવે છે, અને અંબે માતાની આરતીમાં તેનો ઉલ્લેખ પણ મળે છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.