અમે મહિયારા રે ગોકુલ ગામ ના, વાંચો નરસિંહ મેહતાની અદ્દભુત રચના અને તેને લાગતો પોતાનો અનુભવ જણાવો.

0
379

અમે મહિયારા રે ગોકુલ ગામ ના,

મારે મહી વહેંચવા ને જાવા,

મહિયારા રે ગોકુલ ગામ ના,

મથુરા ની વાટ મહી વહેંચવા ને નીસરી,

નટખટ એ નંદકિશોર માંગે છે દાણ જી

મારે દાણ દેવા નહિ લેવા મહિયારા રે ગોકુલ ગામ ના.

યમુના ને તીર વ્હાલો વાંસળી વગાડતો

ભુલાવી સાન ભાન ફૂંક થી જગાડતો

મારે જાગી જોવું ને જવું મહિયારા રે ગોકુલ ગામ ના

માવડી જશોદાજી કાનજી ને વારો

દુઃખડા દીયે હજાર નંદજી નો લાલો

મારે દુઃખ સહેવા નહિ કહેવા મહિયારા રે ગોકુલ ગામ ના.

નરસિંહ નો નંદકિશોર લાડકડો કાનજી

ઉતારે આતમથી ભવ ભવ નો ભાર જી

નિર્મળ હૈયા ની વાત કહેવા મહિયારા રે ગોકુલ ગામ ના

– નરસિંહ મહેતા.