1) જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે.
પહેલું અનુકુળ થવું,
બીજુ મનગમતું મૂકવું,
ત્રીજું ઘસાવું,
અને
ચોથું સહન કરવું
2) બધાં દુ:ખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે,
મન પ્રસન્ન રાખો બધાં દુ:ખ દૂર થઈ જશે.
3) ભાગ્ય ને શુ દોષ આપવો…
જ્યારે સપના આપણા છે,
તો કોશિશો પણ આપણી જ હોવી જોઇએ.
4) જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે.
ખૂબી અને ખામી
બેઉ હોય છે લોકોમાં.
તમે શું શોધો છો
તે મહત્વનુ છે.
5) ચિંતા થી મોટો કોઇ
વાયરસ નથી અને
વિશ્વાસ થી મોટી
કોઈ વેક્સિન નથી.
6) દુઃખ આવ્યું છે અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ ‘જિંદગી’.
7) રાત જેટલી કાળી હોય છે,
તારા તેટલાં જ વધારે ચમકે છે.
તેવીજ રીતે જેટલી તકલીફો વધારે હોય છે,
સફળતા તેટલી જ વધારે ચમકે છે.
8) સંબંધ માપવાના કોઈ ત્રાજવા નથી હોતા દોસ્ત,
એ તો તમારું વર્તન જ કહી દે છે કોણ કેટલું કિંમતી છે !!
9) ન જાણ્યું કઈ ફરિયાદ ના શિ કાર થઈ ગયા,
જેટલું સાફ હદય રાખ્યું એટલા ગુ નેહ ગાર થઈ ગયા…
10) ફરીયાદ આપણે શું કરીએ ઇશ્વરના દરબારમાં,
ઇશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં…