કુદરત આપણને ઘણું બધુ શીખવાડે છે, જાણો ઝાડના પ્રકાર દ્વારા સમજો કુદરતનો મહત્વપૂર્ણ સંદેશો.

0
742

દુનિયામાં બે પ્રકારના વૃક્ષો અને છોડ હોય છે.

પહેલું – પોતાનું ફળ જાતે આપે… જેમ કે કેરી, દાડમ, કેળા વગેરે

બીજું – પોતાના ફળને છુપાવી ને રાખે… જેમ કે બટાકા, આદુ, ડુંગળી વગેરે

જે ઝાડ કે છોડ જાતે જે ફળ આપે છે, તેને તમામ ખાતર અને પાણી આપીને સાચવવામાં (માવજત કરવા) આવે છે, અને આવા વૃક્ષો છોડો ફરીથી ફળ આપવા માટે તૈયાર હોય છે.

પરંતુ જે છોડ પોતાના ફળ છુપાવે છે તેમને મૂળથી ખોદવામાં આવે છે, અને તેમનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે.

એ જ રીતે…

જે લોકો પોતાનું જ્ઞાન, સંપત્તિ, સત્તાને સમાજના ઉત્થાનમાં, સમાજસેવામાં વાપરે છે, તેઓની તેઓની પેઢીની સંભાળ કુદરત અને સમાજના સારા નડતા તમામ પ્રકાર ના બધાજ સજ્જન રાખે છે અને તેમને આદર – સન્માન મળે છે.

બીજી બાજુ…

જે લોકો પોતાનું જ્ઞાન, સંપત્તિ, સત્તાને સ્વાર્થી રીતે છુપાવવામાં, કોઈની મદદથી મોઢું ફેરવતા હોય છે, તેમને આ સમાજના તમામ સારા નડતા વ્યક્તિઓ અને કુદરત સમય સાથે એવા વ્યક્તિ અને એમના પેઢીને મૂળથી ખોદી નાખે છે, એટલે કે, તેઓ અને તેમના પેઢી ને સમયસર ભૂલાય જાય છે.

કુદરત જે મહત્વ પૂર્ણ સંદેશો આપે છે તે માત્ર સમજવા, વિચારવા અને કામમાં પરિવર્તિત કરવા માટે કેટલો મહત્વનો છે.

– ચીમન ભલાલ (અમર કથાઓ ગ્રુપ)