ભરી સભામાં અંગદે રાવણના અહંકારને તોડ્યો એ પ્રસંગ આપણને ઉપયોગી શીખ આપે છે, જાણો કઈ.

0
789

રામાયણમાં અંગદ રાવણની સભામાં શ્રીરામના દૂત તરીકે જાય છે. યુ-ધથવાનું હતું, તેમ છતાં શ્રીરામે યુ-ધટાળવાનો વધુ એક પ્રયાસ કર્યો. તેમણે રાવણને સમજાવવા અંગદને લંકાના દરબારમાં દૂત તરીકે મોકલ્યો.

રાવણે પોતાના દરબારમાં વાનરને જોયો એટલે તરત જ પૂછ્યું, ‘તું કોણ છે?’

વાંદરાએ જવાબ આપ્યો, ‘મારું નામ અંગદ છે, મારા પિતાનું નામ વાલી છે. તમને યાદ છે, શું તમે ક્યારેય વાલીને મળ્યા છો?’

વાલીનું નામ સાંભળીને રાવણે પોતાના શબ્દોની જાળ બનાવી અને કહ્યું, ‘હા, હા, મને યાદ આવ્યું. વાલી નામનો વાનર હતો.’

આ સાંભળીને અંગદ ચોંકી ગયો. જે વાલીની બગલમાં આ રાવણ છ મહિના બંદી બનીને રહ્યા હતા તેમને આ રીતે યાદ કરી રહ્યા છે. રાવણ જેવા લોકોની આદત હોય છે કે, તેઓ પોતાના અહંકારને કારણે પોતાની છબી એવી બનાવે છે, જાણે કે તેઓ બીજાને ખૂબ નાના સમજે છે અને તેમને કોઈ પરવા નથી હોતી.

રાવણે કહ્યું, ‘તું વાલીનો પુત્ર થઈને આવું કામ કરી રહ્યો છે, રામની ચાકરી કરી રહ્યો છે. જણાવ તારા પિતા ક્યાં છે?’

રાવણ જાણતા હતા કે વાલી રહ્યા નથી, પણ પોતાની સભામાં પોતાને મોટા દેખાડવા તે જુઠ્ઠું બોલી રહ્યા હતા. વાલીના પુત્ર અંગદે ઝડપી અને સચોટ જવાબો આપતા કહ્યું કે – ‘જો તમને વાલીની ખૂબ યાદ આવી રહી છે, તો થોડા દિવસો પછી તમે પણ તે સ્થાન પર પહોંચી જશો જ્યાં શ્રીરામે વાલીને મોકલ્યા છે. ત્યાં જઈને તેમને પૂછી લેજો કે તમે કેમ છો?’

શીખ – અંગદ યુવાન હતો, રાવણ પરમ વિદ્વાન અને વિશ્વ વિજેતા હતા, પણ અહંકારને કારણે રાવણ નાટક કરી રહ્યા હતા અને અંગદના જવાબે રાવણનો અહંકાર દૂર કર્યો હતો. જ્યારે આપણા જીવનમાં આવી ઘટના બને, અને કોઈ વ્યક્તિ અહંકારને લીધે આપણને નાના સમજે, તો આપણે આપણા શબ્દોમાં સંતુલન રાખવું જોઈએ અને તેમની વાતનો સચોટ જવાબ આપવો જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.