અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે
અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે, ગોરી કહે તને શે આવે ઉંઘ
આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે
વર ઠુઠોને અણઘડ પાંગળો રે, કન્યા તો વરવા વરને જાય;
ઉમંગ ન માય નણદલ લેરીયું રે
વર પરણ્યા ત્યાં ભાંગી વેલડી રે, મરાણો કાયાનો સરદાર;
જુવોને નર નાર, નણદલ લેરીયું રે
પાંચ પારખ તો પેલા મુવા રે, નગરમાં હાટે થઈ હડતાલ;
કરી જો વિચાર, નણદલ લેરીયું રે
કીડીની હડ બેઠે હાથી મુવો રે, કુંજરને પાડ્યો પગલા હેઠ;
પોંચાડ્યો ઠેઠ, નણદલ લેરીયું રે
નીરવીઘને વર પરણીને આવીયા રે; કન્યા વર નાયા ભજવલ તીર
ધરી રહ્યા ધીર, નણદલ લેરીયું રે;
નરતન નગરીમાં વીવા થયો રે; ત્યા કોઈ ન મળે નર કે નાર
થયો ઝણકાર, નણદલ લેરીયું રે
દાસ સવો કહે સુણી,છોયરો રે સમજેથી જન્મ મરણ ભે જાય
ગુરુ ગમ ગાય, નણદલ લેરીયું રે
– સાભાર પટેલ જેન્તી વૈષ્ણવ (અમર કથાઓ ગ્રુપ)