ઘરમાં હોય કેવી પણ મુશ્કેલી, ગૌમાતા સાથે જોડાયેલા આ ઉપાયો અપાવશે તે મુશ્કેલીઓથી છુટકારો.

0
623

કુંડળીમાં પિતૃદોષ હોય, શનિની સાડાસાતી હોય કે આર્થિક સ્થિતિ ખરાબ હોય, દરેકથી છુટકારો મેળવવા કરો ગાય માતાના આ ઉપાય.

સનાતન પરંપરા અનુસાર ગાયની પૂજા પ્રાચીન કાળથી ચાલતી આવી રહી છે. પ્રાચીન કાળથી ભારતમાં તેમને ગોધન માનીને તેમની પૂજા કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મ સાથે સંબંધિત શાસ્ત્રો, પુરાણો અને વેદોમાં ગાયનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. દેવતાઓમાં ભગવાન કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય હતી. એવું માનવામાં આવે છે કે ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે, તેથી જ લોકો દરરોજ પહેલી રોટલી ગાય માટે કાઢે છે.

હકીકતમાં સનાતન ધર્મ અનુસાર, ગાયમાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. માત્ર ધર્મમાં જ નહીં પરંતુ જ્યોતિષમાં પણ ગૌમાતા ઉચ્ચ સ્થાન ધરાવે છે. ચાલો જાણીએ ગૌમાતા સંબંધિત ધાર્મિક અને જ્યોતિષીય ઉપાયો જે આપણા જ્યોતિષ ગ્રંથોમાં જોવા મળે છે. આ ઉપાયો કરવાથી ગ્રહો સંબંધિત અશુભ પરિણામો ઓછા થાય છે.

જ્યારે તમારા ઘરમાં ભોજન તૈયાર થાય ત્યારે સૌથી પહેલી રોટલી ગૌમાતાના નામની અલગ રાખી દો. પોતે ભોજન કરતા પહેલા ગૌમાતાને ભોજન કરાવો ખવડાવો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોની શાંતિ માટે ગાયની પૂજા ખૂબ જ ફાયદાકારક હોય છે. એવું માનવામાં આવે છે કે જો તમારી કુંડળીમાં મંગળનું અશુભ પરિણામ મળી રહ્યું હોય તો લાલ રંગની ગાયની સેવા કરો અને શક્ય હોય તો લાલ રંગની ગાય કોઈ ગરીબ બ્રાહ્મણને દાન કરો.

જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ અશુભ પ્રભાવ આપી રહ્યો છે તો તમારે દરરોજ અથવા બુધવારે ગાયોને લીલો ચારો ખવડાવવો જોઈએ જેથી તેની શુભતા પ્રાપ્ત થાય.

જો આ સમયે શનિની મહાદશા કે ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) કે સાડાસાતી ચાલી રહી હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે કાળા રંગની ગાય બ્રાહ્મણને દાન કરો.

જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને દૂર કરવા માટે દરરોજ અથવા અમાસના દિવસે ગાયને રોટલી, ગોળ, લીલો ચારો વગેરે ખવડાવો.

જો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી છે તો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે દરરોજ ગાયની સેવા કરવી જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.