સમજ્યા વિચાર્યા વગર કોઇની પણ સલાહ માનવી જોઈએ નહીં, નહિતર આ વેપારી જેવી હાલત થશે.

0
352

ઊંટના વેપારીએ અજાણ્યા વ્યક્તિની સલાહ સમજ્યા-વિચાર્યા વગર માની લીધી, પછી જે થયું તે તમને ઉપયોગી શીખ આપશે.

પહેલાના સમયમાં એક વ્યક્તિ પાસે નાના-નાના ઊંટ હતા. તે વિચારતો હતો કે તે મોટા થશે તો મારી પાસે ઘણા બધા ઊંટ થઇ જશે અને હું તેને વેચીને ધનવાન થઇ જઈશ. તે ઊંટના બચ્ચાઓની ખુબ સારી રીતે સાળ-સંભાળ રાખતો હતો.

ઊંટના કારણે ગામના લોકોને તેનાથી ખુબ બળતરા થતી હતી. થોડા સમય પછી જયારે ઊંટ મોટા થઇ ગયા તો તે ઊંટોના બચ્ચા થયા. આ રીતે તેની પાસે ઊંટોની સંખ્યા વધવા લાગી. તેણે બે ઊંટ છોડીને બધા ઊંટ વેચી દીધા અને જે ધન મળ્યું તેનાથી તેણે વેપાર શરુ કરી દીધું.

વેપારી ઊંટો પર પોતાનો સામાન રાખીને એક ગામથી બીજા ગામમાં જતો હતો. તેના ગામ પાસે જંગલ પણ હતું. રોજ સવારે બંને ઊંટ ઘાસ ચરવા માટે જતા હતા. ગામમાં વેપારીથી બળવા વાળા લોકો ઘણા હતા. એક દિવસ તેના એક શત્રુએ તેને કહ્યું કે, તું રોજ ઊંટોને જંગલમાં આમ જ મોકલી દે છે. તને ખબર કેવી રીતે પડે છે કે ઊંટ ક્યાં ગયા છે? તારે ઊંટોના ગળામાં ઘંટડી બાંધી દેવી જોઈએ. તેનાથી તને ખબર પડશે કે તારા ઊંટ ક્યાં ગયા છે.

વેપારીને તે વ્યક્તિની સલાહ સાચી લાગી. બીજા દિવસે તેણે બંને ઊંટના ગળામાં ઘંટડી બાંધી દીધી. તેણે બંને ઊંટોને જંગલમાં ઘાસ ચરવા માટે છોડી દીધા. જંગલમાં સિંહ પણ રહેતા હતા. ઘંટીનો અવાજ સાંભળીને સિંહ ત્યાં પહોંચી ગયો અને ઊંટોને ખાઈ ગયો. જયારે આ વાત વેપારીને ખબર પડી તો તેની પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

શીખ : હંમેશા કોઈની પણ સલાહ સમજ્યા વિચાર્યા વિના માનવી જોઈએ નહિ. જે લોકો તમારાથી ઈર્ષ્યા કરતા હોય તે લોકોની સલાહ ભૂલથી પણ લેવી કે અપનાવવી જોઈએ નહિ, નહિતર તમારું જ નુકશાન થઇ શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.