એપ્રિલ 2022 માં આ રાશિવાળા પર રહેશે માં લક્ષ્મીની વિશેષ કૃપા, નોકરીમાં પ્રમોશનના બનશે પ્રબળ યોગ

0
720

આ રાશિવાળાને એપ્રિલમાં નવા અને સારા સમાચાર મળી શકે છે, લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે.

એપ્રિલ મહિનો ગ્રહો અને નક્ષત્રોની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિનામાં ઘણા ગ્રહોની રાશિમાં પરિવર્તન થશે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર મેષથી મીન રાશિના લોકો પર પડશે. ગ્રહોની સ્થિતિને કારણે કેટલીક રાશિના લોકોએ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે કેટલીક રાશિઓની સમસ્યાઓ દૂર થશે. જાણો એપ્રિલમાં કયા ગ્રહો બદલશે રાશિ અને કઈ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો.

એપ્રિલ 2022 માં ગ્રહોનું રાશિ પરિવર્તન : મંગળ 07 એપ્રિલ 2022 ના રોજ કુંભ રાશિમાં ગોચર કરશે. બીજા દિવસે એટલે કે 08 એપ્રિલે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 12 એપ્રિલે રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરશે. રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં ગોચર કરશે. 13 એપ્રિલે ગુરુદેવ બૃહસ્પતિ મીન રાશિમાં ગોચર કરશે. 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે. 25 એપ્રિલે બુધ વૃષભ રાશિમાં ગોચર કરશે. 27 એપ્રિલે શુક્ર મીન રાશિમાં ગોચર કરશે. 29 એપ્રિલે શનિ કુંભ રાશિમાં ગોચર કરશે.

આ રાશિના લોકોને મળશે જબરદસ્ત લાભ :

મિથુન – મિથુન રાશિના લોકો માટે એપ્રિલ મહિનો લાભદાયી રહેશે. આ સમયે તમારી રાશિમાં શનિ ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) નો પ્રભાવ સર્જાયો છે. શનિના રાશિ પરિવર્તનથી તમને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે. તમારા અટકેલા કામ આ મહિનામાં પૂરા થશે. નવા અને સારા સમાચાર મળી શકે છે. લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે. આવકના સ્ત્રોત વધશે.

કન્યા – કન્યા રાશિ વાળા માટે નોકરીમાં સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે. સરકારી નોકરી કરતા લોકો માટે સ્થળ પરિવર્તન શક્ય છે. ઓફિસમાં માન-સન્માન વધશે. આવકના સ્ત્રોત વધશે. પ્રાઇવેટ નોકરી કરતા લોકો માટે પ્રમોશનના યોગ રહેશે. આ સમયે તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી શકો છો. તમે ઘરની કોઈપણ મહત્વપૂર્ણ વસ્તુ ખરીદી શકો છો.

મકર – શનિદેવ મકર રાશિમાં બિરાજમાન છે. 29 એપ્રિલે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિનું રાશિ પરિવર્તન પૈસાની બાબતમાં તમારા માટે ફાયદાકારક રહેશે. ભાગ્યમાં વધારો થશે. આ સમય દરમિયાન તમને નવી તકોનો લાભ મળશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી લાઈવ હિન્દુતાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.