હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે. લગ્ન, મુંડન કે ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો ગ્રહ અને નક્ષત્રની સ્થિતિથી બનેલા શુભ યોગમાં જ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શુક્ર અને ગુરુ ગ્રહો અસ્ત થાય છે ત્યારે લગ્ન પર પ્રતિબંધ લાગે છે, અને આ બંને ગ્રહોના ઉદય પછી જ શુભ કાર્યોની શરૂઆત થાય છે.
જ્યોતિષના મતે ચૈત્ર માસની પુનમ (પૂર્ણિમા) આવતાની સાથે જ લગ્નો શરૂ થઈ જશે. લગ્ન મુહૂર્ત 17 એપ્રિલથી શરૂ થશે અને 8 જુલાઈ સુધી ચાલશે. આ પછી, થોડા મહિનાઓ માટે લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જાણો એપ્રિલ 2022 ના લગ્નના મુહૂર્ત.
એપ્રિલ 2022 માં લગ્નના કેટલા મુહુર્ત છે?
એપ્રિલ મહિનામાં લગ્નના મુહૂર્ત 17 એપ્રિલથી શરૂ થશે. એ પછી 19 એપ્રિલ, 21 એપ્રિલ, 22 એપ્રિલ, 23 એપ્રિલ અને 28 એપ્રિલના રોજ લગ્ન માટે શુભ મુહૂર્ત રહેશે.
વિવિધ કાર્યો માટે આ અઠવાડિયાના શુભ મુહુર્ત નીચે મુજબ છે.
લગ્ન મુહૂર્ત : આ અઠવાડિયે (શનિવાર સુધી) લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. સૂર્ય મીન રાશિમાં છે જે લગ્ન માટે અશુભ માનવામાં આવે છે.
ગૃહપ્રવેશ મુહૂર્ત : આ અઠવાડિયે (શનિવાર સુધી) ગૃહપ્રવેશ માટે કોઈ શુભ દિવસ નથી.
વાહનની ખરીદી માટે મુહૂર્ત : આ અઠવાડિયે (શનિવાર સુધી) વાહન ખરીદવા માટે કોઈ શુભ મુહૂર્ત નથી.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.