એપ્રિલથી જુલાઈ વચ્ચે લગ્ન માટે 33 શુભ મુહૂર્ત, મે મહિનામાં લગ્નની સૌથી વધુ તારીખ છે, જાણો તારીખો.

0
291

જાણો જુલાઈ મહિના સુધીમાં કઈ કઈ તારીખો પર કરી શકો છો લગ્ન, બની રહ્યા આ બે ગ્રહોના શુભ સંયોગ.

ગુરુવાર, 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં આવી ગયો છે. આ સાથે જ કમુરતા પણ સમાપ્ત થઈ ગયા છે અને શુભ કાર્યો પરનો પ્રતિબંધ દૂર થઈ ગયો છે.

જ્યોતિષના મતે આગામી 4 મહિનામાં કુલ 33 શુભ મુહૂર્ત હશે, જેમાં લગ્ન થઈ શકે છે. મેષ રાશિ એ સૂર્યની ઉચ્ચ રાશિ છે. આ રાશિમાં સૂર્યની હાજરીને કારણે તેની શુભ અસર તમામ લોકો, પ્રકૃતિ અને પર્યાવરણ પર જોવા મળશે. મેષ રાશિમાં સૂર્યની સાથે બુધ ગ્રહ પણ છે, જેમાં બુધાદિત્ય નામનો રાજયોગ બની રહ્યો છે.

10 મી જુલાઈ સુધી લગ્ન થશે :

પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા પ્રમાણે આ મહિનામાં 17 એપ્રિલથી લગ્ન વગેરે જેવા શુભ કાર્ય થયા છે. એ પછી આવતા મહિને એટલે કે મે મહિનામાં લગ્ન માટે વધુમાં વધુ 13 મુહૂર્ત આવી રહ્યા છે. જૂનમાં 10 મુહૂર્ત હશે. 10 મી જુલાઈના રોજ દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થશે. એટલે કે એ પછી 4 મહિના સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવશે નહીં. એ પછી નવેમ્બરે દેવઉઠી એકાદશી પછી લગ્ન વગેરે જેવા શુભ કાર્યો કરી શકાશે.

જુલાઈ સુધી કુલ 33 લગ્ન મુહૂર્ત :

એપ્રિલ : 17, 19, 21, 22, 23 અને 28

મે : 2, 3, 9, 10, 11, 12, 13, 17, 18, 20, 25, 26 અને 31

જૂન : 6, 8, 11, 12, 13, 14, 15, 16, 21 અને 22

જુલાઈ : 3, 5, 6 અને 8

બુદ્ધાદિત્ય યોગથી તમને શુભ પરિણામ મળશે :

સૂર્ય મીનથી મેષમાં આવી ગયો છે. આ રાશિમાં બુધ ગ્રહ પહેલેથી જ હાજર છે. સૂર્ય અને બુધ એક જ રાશિમાં હોવાને કારણે બુધાદિત્ય નામનો રાજયોગ બની રહ્યો છે. આ યોગના કારણે લગ્ન વગેરે જેવા શુભ કાર્યોની ધન્યતા વધી જશે. ત્યાં વળી, દેવગુરુ બૃહસ્પતિ પણ રાશિ બદલીને કુંભમાંથી મીનમાં આવી ગયા છે. આ તેમની માલિકીની રાશિ છે. આ પણ ખૂબ જ શુભ સ્થિતિ છે. સૂર્યના ઉચ્ચ રાશિમાં અને ગુરુ શુભ સ્થિતિમાં હોવાને કારણે કરેલા માંગલિક કાર્ય સફળ થશે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.