અર્બુદા દેવીના દર્શન કરવાથી થાય છે દુઃખોનો નાશ, વાંચો આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા.
માઉન્ટ આબુમાં આવેલા અર્બુદા દેવી મંદિરમાં ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે. દુર દુરથી લોકો અહિયાં આવીને માં અર્બુદા દેવીના દર્શન કરે છે. કહેવામાં આવે છે કે, અર્બુદા દેવી કાત્યાયની માં નું જ સ્વરૂપ છે. તેમને અધર દેવી, અંબિકા અને અધિષ્ઠાત્રી દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર દેશના 51 શક્તિપીઠો માંથી એક છે અને અહિયાં માં સતીના હોઠ પડ્યા હતા.
આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે અને જે લોકો અહિયાં ફરવા માટે આવે છે તે આ મંદિરમાં જરૂર જાય છે. અહિયાં આવીને પૂજા કરવાથી કષ્ટ દુર થઇ જાય છે અને મનપસંદ વસ્તુ પણ મળી જાય છે. અર્બુદા દેવી મંદિર માઉન્ટઆબુથી 3 કી.મી. દુર પહાડ ઉપર આવેલું છે. આ મંદિરને અર્બુદા દેવી, અધર દેવી, અંબિકા અને કાત્યાયની દેવી મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે.
પ્રાકૃતિક ગુફામાં બનેલુ છે મંદિર : આ મંદિર સમુદ્રની સપાટીથી 5000 ફૂટ ઊંચાઈ પર આવેલું છે, જે એક પ્રાકૃતિક ગુફામાં છે. આ ગુફાની ઉંચાઈ વધુ નથી. આથી અર્બુદા દેવી મંદિરમાં પ્રવેશવા માટે શ્રદ્ધાળુઓએ ગુફાના સાંકડા માર્ગમાંથી પસાર થઈ બેસીને અંદર જવું પડે છે. અને આઠમની રાત્રે અહિયાં મહાયજ્ઞ થાય છે. જે બીજા દિવસે નોમ સુધી ચાલે છે. તે દરમિયાન ઘણા લોકો આ યજ્ઞમાં સામેલ થવા માટે આવે છે.
નવરાત્રીમાં અહિયાં સતત દિવસ રાત અખંડ પાઠ પણ થાય છે. આઠમની રાત્રે અહિયાં મહાયજ્ઞ થાય છે જે નોમની સવાર સુધીમાં પૂરું થાય છે. આ મંદિરને ઘણી જ સુદંર રીતે બનાવવામાં આવ્યું છે અને તેની નજીક એક શિવ મંદિર પણ છે. જે લોકો અહિયાં આવે છે તે શિવ મંદિરમાં પણ જરૂર જાય છે.
મંદિર સાથે જોડાયેલી કથા : માં અર્બુદા દ્વારા બાસકલી દૈત્યનો વ ધકરવામાં આવ્યો હતો. તેની સાથે જોડાયેલી એક પૌરાણીક કથા મુજબ એક દાનવ હતો. જેનું નામ રાજા કલી હતું. તેને બાસકલીના નામથી પણ ઓળખવામાં આવતો હતો. પોતાને શક્તિશાળી બનાવવા માટે તે દાનવે ભગવાન શિવની આકરી તપસ્યા કરી હતી. આ તપસ્યાથી ખુશ થઈને શિવનીએ તેને અજેય થવાનું વરદાન આપ્યું.
વરદાન મળતા જ તે દાનવની અંદર અહંકાર આવી ગયો અને તેણે બધા દેવતાઓને પરેશાન કરવાનું શરુ કરી દીધું. બસકલીથી પરેશાન થઈને ઇન્દ્ર સહીત બધા દેવતાઓએ અર્બુદા દેવી પાસે મદદ માંગી. માં ને પ્રસન્ન કરવા માટે તે દરેકે તપસ્યા કરી. ત્યાર પછી દેવી ત્રણ રૂપમાં પ્રગટ થયા. ત્યારબાદ દેવતાઓએ માં ને પ્રાર્થના કરી કે તે તેમને બાસકલીથી બચાવે. માં એ તેમની પ્રાર્થના સ્વીકારી લીધી.
દેવતાઓના રક્ષણ માટે માં એ બાસકલીને પોતાના ચરણોની નીચે દબાવી લીધો અને તેનો અંત કર્યો. ત્યાર બાદથી અર્બુદા મંદિર પાસે આવેલી માતાની પાદુકાની પૂજા થવા લાગી.
માનવામાં આવે છે કે જે લોકો નવરાત્રી દરમિયાન માં ની પૂજા કરે છે, માં તેમનું રક્ષણ કરે છે અને તેમના દુઃખોનો નાશ કરી દે છે. એટલા માટે તમે પણ નવરાત્રી દરમિયાન માં ની પૂજા જરૂર કરો.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.