અર્ધનારીશ્વર શિવનું શું છે રહસ્ય, આ કથા વાંચશો તો સમજાશે શિવશક્તિનું મહત્વ.

0
687

સૃષ્ટિના પ્રારંભમાં જયારે બ્રહ્માજી દ્વારા રચવામાં આવેલી માનસિક સૃષ્ટિ વિસ્તરી રહી ન હતી, ત્યારે બ્રહ્માજીને ઘણું દુઃખ થયું. તે સમયે આકાશવાણી થઇ, બ્રહ્મન! હવે મૈ-થુની સૃષ્ટિ કરો.

આકાશવાણી સાંભળીને તેમણે મૈથુની સૃષ્ટિ રચવાનો નિર્ણય કરી લીધો, પણ તે સમય સુધી નારીઓની ઉત્પતી ન થવાને કારણે તે પોતાના નિશ્ચયમાં સફળ ન થઇ શક્યા.

ત્યારે બ્રહ્માજીએ વિચાર્યું કે, પરમેશ્વર શિવની કૃપા વગર મૈથુની સૃષ્ટિ નથી થઇ શકતી. એટલે તે તેમને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કરવા લાગ્યા. ઘણા દિવસો સુધી બ્રહ્માજી પોતાના હ્રદયમાં પ્રેમપૂર્વક મહેશ્વર શિવનું ધ્યાન કરતા રહ્યા.

તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાન ઉમા-મહેશ્વરે તેમને અર્ધનારીશ્વર રૂપમાં દર્શન આપ્યા. મહેશ્વર શિવે જણાવ્યું પુત્ર બ્રહ્મા, તમે પ્રજાની વૃદ્ધી માટે જે કઠોર તપ કર્યું છે, તેનાથી હું પરમ પ્રસન્ન છું. હું તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. એમ કહીને શિવજીએ પોતાના શરીરના અડધા ભાગ માંથી ઉમા દેવીને અલગ કરી દીધા.

બ્રહ્માજીએ કહ્યું – એક યોગ્ય સૃષ્ટિનું નિર્માણ કરવામાં અત્યાર સુધી હું નિષ્ફળ રહ્યો છું. હું હવે સ્ત્રી પુરુષના જોડાણથી પ્રજા ઉત્પન કરી સૃષ્ટીનો વિકાસ કરવા માગું છું.

પરમેશ્વર શિવજીએ પોતાની ભ્રમરોના મધ્ય ભાગમાંથી પોતાના જેવી સમાન કાંતિમતી એક શક્તિ પ્રગટ કરી. સૃષ્ટી નિર્માણ માટે શિવની તે શક્તિ બ્રહ્માજીની પ્રાર્થના મુજબ દક્ષની પુત્રી બની ગઈ.

આ રીતે બ્રહ્માજીને અનુપમ શક્તિ આપીને દેવી, મહાદેવના શરીરમાં સમાઈ ગયા, આ અર્ધનારીશ્વર શિવનું રહસ્ય છે અને તેમના લીધે આગળની સૃષ્ટીનું સંચાલન થઇ શક્યું, જેના નિયામક શિવશક્તિ જ છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.