અર્જુને પૂછ્યું, આપણે સારુ કે ખોટુ કરીએ છીએ એ બધુંય પરમાત્મા જ કરાવે છે ને? જાણો કૃષ્ણનો જવાબ.

0
1322

એકવાર કૃષ્ણને અર્જુને સવાલ કર્યો કે આખું વિશ્વ જો પરમાત્માને આધીન છે. તો પછી આપણે જે કાંઈ સારુ કે ખોટુ કરીએ છીએ એ બધુંય પરમાત્મા જ કરાવે છે ને?

પ્રશ્ન કૃષ્ણ ને પુછાઓ હતો, તો જવાબ પણ કૃષ્ણની રીતે મુજબ જ મળે ને!! કૃષ્ણ એ અર્જુનને એક બીજ વાવવાનું કામ સોંપ્યું, અને સાથે એક શરત મૂકી. બીજને એક કુંડામાં વાવતા પહેલાં માટી, કુડું, અને બીજ જેનો તું ઉપયોગ કરવાનો છે તેનું વજન કરી અને નોંધી લેજે. અર્જુને એ પ્રમાણે કર્યું. દરેકનું વજન કરી અને નોંધી બીજને કુંડામાં વાવ્યું.

અમુક સમય પ્રસાર થયો બીજ માંથી છોડ અને છોડ માંથી વૃક્ષનું રૂપ ધીરે ધીરે સામે આવવા લાગ્યું ત્યારે કૃષ્ણે અર્જુન ને બોલાવીને કહ્યું કે હવે તું તેને કુંડામાંથી કાઢીને આ માટી, કુડું, અને બીજનું વજન કર, અર્જુને એ પ્રમાણે કર્યું તો માટી નું વજન સરખું જ હતું કુંડાનું વજન પણ સરખું જ હતું પરંતુ બીજ જે હતું એ હવે વૃક્ષ બની ગયું હતું અને તેનું વજન પહેલા કરતા ખૂબ જ વધી ગયું હતું. આ જોઈ અર્જુને ફરી પ્રશ્ન કર્યો કે બીજનું વજન કેમ વઘ્યું? બીજમાંથી વૃક્ષ કોને બનાવ્યું?

ત્યારે કૃષ્ણ કહે છે કે સૂર્ય એ બીજને શક્તિ આપી, ધરતી એ એને પોષણ આપ્યું, અને હવામાં રહેલ ભેજ એ પાણી ને ઉર્જા આપી આમ તે વાવેલા બીજના જતન અને વિકાસ માટે પ્રકૃતિના તમામ તત્વોએ ભેગા મળીને તેનું પાલન પોષણ કર્યું ને બીજ માંથી વૃક્ષ બનાવી તેનું વજન વધાર્યું. માટે હે અર્જુન મનુષ્યના સારા અને ખોટા કર્મ, સુખ કે દુઃખ માટે પરમાત્મા જવાબદાર નથી. પરમાત્મામાં માત્ર મનુષ્યે પોતાની અંદર જે બીજ વાંવ્યું છે તેની વૃદ્ધિ ને તેના જતન માટે કાર્યરત હોય છે.

જો મનુષ્ય ખરાબ નકારામતક વિચારો, નફરત, ગુસ્સો કે દુઃખ રૂપી બીજ સતત પોતાનામાં વાવશે તો આખીય પ્રકૃતી તેને બધીય બાજુથી ખરાબ વિચારો, નફરત, ગુસ્સો અને દુઃખ આપવા કામે લાગશે. જો વ્યક્તિ સકારાત્મક વિચારો, પ્રેમ અને સુખ રૂપી વિચારોના બીજ પોતાનામાં રોપશે તો આખીય પ્રકૃતી તેને હકારાત્મક ઉર્જા, અઢળક પ્રેમ અને અપાર સુખની લ્હાણી ચારેય બાજુથી કરશે.

માટે હે અર્જુન વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વમાં રોપાયેલ બીજની અપાર વૃદ્ધિ કરવાનું કામ કુદરત કરે છે. માટે મનુષ્યે કરેલ દરેક સારા કે ખોટા કર્મ એ તેને પોતાનમાં રોપેલ બીજની પ્રતિકૃતિ જ છે. નહિ કે પરમાત્માની લીલા કે જવાબદારી!!.

પરમાત્મા અને પ્રકૃતી હંમેશા આપણાને એ જ આપે છે જેની તીવ્ર ઇચ્છા અને કામના આપણે સતત કરીએ છીએ. જો તમારે પ્રેમ જોતો હશે, તો પ્રેમ વાવો. કુદરત તમને અઢળક પ્રેમ આપશે. નફરત જોઈતી હોય તો નફરત વાવવી પડશે. સામે કુદરત અઢળક નફરત આપશે.

આજ કર્મ અને પ્રકૃતિનો નિયમ છે…. તમને શું લાગે છે?

અને હા તમને જે મળ્યું છે અને તમે જે વાવ્યું છે એ ચકાશી જોવો જરા!!! ઘણીવાર લોકોને બોલતા જોયા છે કે આ શરૂ કર્યું પછી આપોઆપ બધાનો સાથ મળતો ગયો, સંજોગો બન્યા ને બધું અચાનક જ પાર પડી ગયું!!

આ જ આપણું પ્રાચીન જ્ઞાન અને વિજ્ઞાન છે…

એક વાર ફોલો તો કરી જોવો!!!

” इतनी शिद्दत से मैंने तुम्हे पाने की कोशिश की है कि हर जर्रे ने मुझे तुमसे मिलाने की साजिश की है.”

– પરિમલ ઉપાધ્યાય (અમર કથાઓ ગ્રુપ)