અર્જુનની કેટલી પત્નીઓ હતી? અર્જુન ની આ પત્નીઓ વિષે ની જાણકારી

0
3809

ફક્ત દ્રૌપદી નહિ પણ આ હતી મહાભારતના અર્જુનની પત્નીઓ અને બાળકોઓ.

મહાભારતની રસપ્રદ કથાઓ જાણવા માટે તો આપણે હંમેશા ઉત્સુક થઈએ છીએ. આ મહાકાવ્યના સૌથી મુખ્ય પાત્રો માંથી એક અર્જુન વિષે અસંખ્ય કથાઓ છે. તો આવો આ પોસ્ટમાં જાણીએ અર્જુનની પત્નીઓ અને તેમના માંથી ઉત્પન થયેલા પુત્રો વિષે.

અર્જુન – ઉલુપી લગ્ન :

અર્જુનને ચાર પત્નીઓ અને ચાર પુત્ર હતા. દ્રૌપદી ઉપરાંત અર્જુને ત્રણ બીજા લગ્ન કર્યા હતા. દ્રૌપદી માંથી ઉત્પન પુત્રના નામ હતા સત્કર્મા. અર્જુને બીજા લગ્ન એક નાગ કન્યા સાથે કર્યા હતા જેનું નામ હતું ઉલુપી. કહેવામાં આવે છે કે પોતાના બાર વર્ષના વનવાસ દરમિયાન અર્જુન ગંગા સ્નાન માટે હરિદ્વાર ગયા. સ્નાન વખતે ઉલુપી નામની નાગકન્યા અર્જુન ઉપર મોહિત થઇ ગઈ. અને તે તેને ખેંચીને નાગલોક લઇ ગઈ હતી. પછી તેણે નાગલોકમાં જ તેની સાથે લગ્ન કર્યા. અને તે બંનેથી જે પુત્ર ઉત્પન થયો તેનું નામ હતું ઈરાવન.

ચિત્રાંગદા સાથે લગ્ન :

આ તીર્થ યાત્રા દરમિયાન જયારે અર્જુન મણીપુર પહોચ્યા તો ત્યાંના રાજા ચિત્રવાહનની પુત્રી ચિત્રાંગદા સાથે અર્જુનને પ્રેમ થઇ ગયો હતો. અને ત્યારે તેમણે રાજા પાસે જઈને ચિત્રાંગદા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો. રાજા લગ્ન માટે સહમત થઇ ગયા. અર્જુન અને ચિત્રાંગદાથી બભ્રુવાહન નામનો પુત્ર ઉત્પન થયો હતો. આ દંપત્તિએ બભ્રુવાહનને રાજા ચિત્રવાહનને આપી દીધો હતો જેથી તેમનો વંશ ચાલતો રહે.

સુભદ્રા સાથે લગ્ન :

ત્યાર પછી તે વનવાસ દરમિયાન અર્જુન દ્વારકા પહોચ્યા. જ્યાં તેમની મુલાકાત ભગવાન કૃષ્ણની બહેન સુભદ્રા સાથે થઇ અને તે સુભદ્રા ઉપર મોહિત થઇ ગયા હતા. આ બંનેથી ઉત્પન પુત્ર અભિમન્યુને કોણ નથી ઓળખતું. મહાભારતના અત્યંત બુદ્ધિશાળી અને વીર પાત્ર અભિમન્યુએ ગર્ભમાં જ ચક્રવ્યૂહ તોડવાનું શીખી લીધું હતું.

અભિમન્યુ ચંદ્રદેવનો અવતાર હતા. જેના લગ્ન મતસ્ય રાજ્યની રાજકુમારી ઉત્તરા સાથે થયા હતા. અને આ રીતે અભિમન્યુ અને ઉત્તરાથી પરીક્ષિત નામનો પુત્ર ઉત્પન થયો. જે પાછળથી રાજા પરીક્ષિતના નામથી પ્રસિદ્ધ થયા. આ રીતે મહાભારતની અનેક કથાઓ છે જે અમે તમારા માટે લાવતા રહીશું.