અર્જુન વિજય રથ : મિત્રો આજે માહિતી લઈએ ઈંડોનેશીયા દેશના જાકાર્તા શહેરમાં આવેલ અંત્યત વિશાળ અને ભવ્ય ૧૧ ઘોડાવાળા ભવ્ય ‘અર્જુન વિજય રથ’ વિષે.
દુનિયાના સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા ઈસ્લામીક દેશ ઈંડોનેશિયાના જકાર્તા શહેરની મોનસ ચોકમાં એક ચટ્ટાન ઉપર આ સ્મારક આવેલું છે.
આ સ્મારક જાકાર્તા શહેરના મધ્યમાં આવેલ સેન્ટ્રલ પાર્ક મર્ડેકા સ્કે્વેર ની વચ્ચે મુખ્ય દ્વાર સામે આ કલાકૃતિ સ્થાપિત કરેલ છે. ધનુ ષ્ય બા ણથી સુસજ્જ થયેલ અર્જુન- શ્રીકૃષ્ણ રથ ઉપર આરૂઢ થયેલ છે.
આ કલાકૃતિમાં મહાભારતના એક પ્રસંગ, અર્જુનનો રથ હાંકતા ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુનની ભાવપુર્ણ ભવ્ય મુર્તિઓ મૂકેલ છે.
આ સ્મારકમાં લગભગ ૬૦-૭૦ ફૂટ લાંબું અને પંદરેક ફૂટ ઉંચો આ સુંદર રથ આવેલો છે.
આ રથમાં ૧૧ ઘોડા જોડેલાં છે. પ્રત્યેક ઘોડાનું ભવ્ય વ્યક્તિત્વ અલગ અલગ છે. તેની સામે ફુવારા છે. તેની પાછળ બેંક ઓફ ઈંડોનેશીયાનું વિશાળ ટાવર આવેલ છે.
પૌરંણિક મહાભારતની કથા ઉપર આધારીત અર્જુન રથમાં ૧૧ ઘોડા જોડેલા છે. જેને ઈંડોનેશિયાની સ્થાનિક સંસ્કૃતિમાં અષ્ટવ્રત કહે છે.
આ પ્રભાવશાળી ભવ્ય રથનું ઉદ્દઘાટન ૧૭ ઓગષ્ટ ૧૯૮૭ ના દિવસે ત્યાના રાષ્ટ્રપતિ શ્રી સોહારતોને કર્યું હતું.
આ કૃતિ માં ઈંડોનેશીયાના લોકોનો પોતાના ભવ્ય ભૂતકાળ અને સંસ્કૃતિ અને સંસ્કારમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. મુસ્લિમ બહુમતી વાળા ઈંડોનેશીયાની પ્રજા પોતાના ભવ્ય અતીતની સંસ્કૃતિમાં જે આસ્થા ધરાવે છે જે પ્રસંશનીય છે. મુસ્લિમ બહુમતી વાળા ઈસ્લામીક દેશમાં હિંદુ સંસ્કૃતિના મૂળ કેટલા ઊંડા છે તે આ ભવ્ય સ્મારક દર્શાવે છે.
ઈંડોનેશીયા ઈસ્લામીક દેશ હોવાં છતાં આવો ધાર્મિક ભાવ વાળો રથ ટ્રાફિક સર્કલ ઉપર મૂકનાર શાસનને વંદન છે.
સંકલન/ સંપાદન : હસમુખ ગોહીલ (તસવીરો ગુગલમાંથી સાભાર)