અર્જુનના મૃત્યુ પર દેવી ગંગા કેમ હસવા લાગ્યા, કારણ તમને ચકિત કરી દેશે.

0
667

અર્જુનને મરેલો જોઈને કેમ હસવા લાગ્યા હતા દેવી ગંગા, જાણો તેનું કારણ. કુંતી પુત્ર અર્જુનને મહાભારતના સમયના સૌથી મોટા ધનુર્ધારી માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે અર્જુન પાસે જો ધનુષ્ય ચલાવવાના કૌશલ ન હોત તો પાંડવ મહાભારત યુદ્ધ ન જીતી શક્યા હોત. સાથે જ મોટાભાગના લોકો એવું સમજે છે કે અર્જુનનું મૃત્યુ પાંડવોના સશરીર સ્વર્ગ યાત્રા દરમિયાન થયું હતું. પરંતુ દર્શકો મહાભારતમાં એક એવી પણ કથા વાચવા મળે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અર્જુનનું આ પહેલા પણ એક વખત મૃત્યુ થઇ ચુક્યું હતું અને દેવી ગંગા અર્જુનના મૃત્યુ ઉપર હસવા લાગ્યા હતા. તો આવો જાણીએ કે ખરેખર અર્જુનના મૃત્યુ ઉપર દેવી ગંગા કેમ હસવા લાગ્યા હતા.

અશ્વમેઘ યજ્ઞ : કથા મુજબ મહાભારત યુદ્ધમાં વિજયી થયા પછી જ્યેષ્ઠ પાંડવ યુધીષ્ઠીર હસ્તિનાપુરના રાજા બન્યા. થોડા દિવસો પછી શ્રી કૃષ્ણના કહેવાથી યુધીષ્ઠીરે અશ્વમેઘ યજ્ઞ શરુ કર્યો. નિયમાનુસાર યજ્ઞના અશ્વને અર્જુનના નેતૃત્વમાં છોડી દેવામાં આવ્યો. અશ્વ જ્યાં જ્યાં જતો અર્જુન તેની સેના સાથે તેની પાછળ પાછળ જતા. તે દરમિયાન યજ્ઞનો અશ્વ ઘણા રાજ્યો માંથી પસાર થયો જેમાંથી ઘણા રાજ્યના રાજાઓએ તો અર્જુન સામે યુદ્ધ કર્યા વગર જ હસ્તિનાપુરની આધિનતા સ્વીકાર કરી લીધી અને જેમણે એમ ન કર્યું તેને અર્જુને યુદ્ધમાં હરાવીને પોતાને આધીન કરી લીધા.

અર્જુન અને પુત્ર બભ્રુવાહનનું યુદ્ધ : આ યાદીમાં અશ્વમેઘ યજ્ઞનો અશ્વ એક દિવસ મણીપુર પહોચ્યો. તે સમયે મણીપુરના રાજા અર્જુન અને ચિત્રાંગદાના પુત્ર બભ્રુવાહન હતા. બભ્રુવાહને જયારે એ સાંભળ્યું કે તેના પિતા અર્જુન તેના રાજ્યમાં પધાર્યા છે, તો તે તેના સ્વાગત માટે રાજ્યની સરહદ ઉપર જઈ પહોચ્યા. અને તેના પિતા અર્જુનને જોતા જ તે તેના સ્વાગત માટે આગળ વધ્યા પરંતુ અર્જુને તેને રોકી દીધા. અર્જુને બભ્રુવાહનને કહ્યું કે હું આ સમયે તારા પિતા નથી, પરંતુ હસ્તિનાપુર નરેશનો પ્રતિનિધિ છું એટલા માટે ક્ષત્રીય નિયમાનુસાર તારે આ સમયે મારી સાથે યુદ્ધ કરવું જોઈએ. તે સમયે અર્જુનની બીજી પત્ની અલુપી ત્યાં આવી ગઈ. અને બભ્રુવાહનને કહ્યું કે પુત્ર તારે તારા પિતા સાથે યુદ્ધ કરવું જોઈએ. જો તું યુદ્ધ નહિ કરે તો તે તારા પિતાનું અપમાન થશે. માતાની આજ્ઞા મેળવતા જ બભ્રુવાહન યુદ્ધ માટે તૈયાર થઇ ગયા. ત્યાર પછી અર્જુન અને બભ્રુવાહન વચ્ચે ભીષણ યુદ્ધ થયું.

અર્જુનનું મૃત્યુ : ઘણો સમય યુદ્ધ ચાલ્યા પછી જયારે કોઈ પરિણામ ન નીકળ્યું તો બભ્રુવાહને કામાખ્યા દેવી પાસેથી પ્રાપ્ત દિવ્ય બાણથી અર્જુન ઉપર પ્રહાર કર્યો. જેનાથી અર્જુનનું માથું ધડથી અલગ થઇ ગયું. તે જોઈ હસ્તિનાપુરની સેનામાં સ્તબ્ધતા છવાઈ ગઈ કેમ કે યુદ્ધમાં બભ્રુવાહને અર્જુન પહેલા ભીમને પણ હરાવી દીધા હતા. ત્યાં તે વાતની જયારે શ્રી કૃષ્ણને જાણ થઇ તો તે તરત દ્વારકાથી મણીપુર જવા માટે નીકળી ગયા. ત્યાં અર્જુનની માતા કુંતી પણ અર્જુનના મૃત્યુના સમાચાર સાંભળીને મણીપુર જવા માટે નીકળી ગયા. મણીપુર પહોચીને અર્જુનને ધરતી ઉપર પડેલો જોઈ શ્રી કૃષ્ણને ઊંડો આઘાત લાગ્યો. કુંતી પણ ત્યાં પહોચી ગયા અને તેના પુત્રનું શબ ખોળામાં રાખીને વિલાપ કરવા લાગ્યા.

કુંતીનો વિલાપ : કુંતીને વિલાપ કરતા જોઈ દેવી ગંગાથી ન રહેવાયું અને તેમણે કુંતીને કહ્યું – હે કુંતી તમે ખોટા રડી રહી છો કેમ કે તારા પુત્ર અર્જુનને તેના કર્મોનું ફળ મળ્યું છે. મારો પુત્ર ભીષ્મ તેને તેના પુત્રની જેમ પ્રેમ કરતા હતા છતાં પણ તેણે શ્રીખંડીની મદદ લઈને મારા પુત્ર ભીષ્મનો વધ કરાવી દીધો. હું પણ તે સમયે આવી જ રીતે રડી હતી જેમ તું આજે તારા પુત્ર માટે રડી રહી છો. મેં મારા પુત્રના વધનો બદલો લઇ લીધો. કેમ કે જે કામાખ્યા દેવીના બાણથી બભૂવાહને અર્જુનનું માથું ધડથી અલગ કર્યું છે, તે મારા દ્વારા જ પ્રદાન કરવામાં આવ્યું હતું. દેવી ગંગાના મુખેથી બદલાની વાતો સાંભળીને શ્રી કૃષ્ણ ચકિત થઇ ગયા. અને કહ્યું હે દેવી તમે ક્યા બદલાની વાત કરી રહ્યા છો, તમે કોની કોની સામે બદલો લેશો અર્જુનની માતા કુંતી સામે કે પછી અર્જુન સામે, તમે એક માતા સામે પ્રતિશોધ કેવી રીતે લઇ શકો છો. ત્યારે દેવી ગંગાએ કૃષ્ણને કહ્યું કે વાસુદેવ એ તો તમે જાણો છો કે અર્જુને તે સમયે મારા પુત્રનો વધ કર્યો જયારે તે નિઃસહાય હતા. અર્જુનનું એમ કરવું જયારે ઉચિત હતું તો અર્જુનનો વધ તેના પુત્ર દ્વારા કરી મેં શું ખોટું કર્યું.

અર્જુન થયા પુનર્જીવિત : ત્યારે શ્રી કૃષ્ણ દેવી ગંગાને સમજાવે છે કે અર્જુને જે રીતે તેના પિતામહનો વધ કર્યો તે સ્થિતિ સ્વયં પિતામહે અર્જુનને જણાવી હતી. કેમ કે પિતામહ જાણતા હતા કે તેની હયાતિમાં પાંડવોનો વિજય અસંભવ હતો. એટલા માટે તેમણે સ્વયં યુદ્ધથી દુર થવાનો રસ્તો અર્જુનને બતાવ્યો હતો. અર્જુને તો કામાખ્યા દેવી દ્વારા આપવામાં આવેલા દિવ્ય બાણ અને તેનું માન વધાર્યું છે. કૃષ્ણનો તર્ક સાંભળીને દેવી ગંગા દ્વિધામાં પડી ગયા. અમે શ્રી કૃષ્ણને એ દ્વિધા માંથી બહાર કાઢવાનો માર્ગ બતાવવા કહ્યું. ત્યારે જઈને અર્જુનના માથાને ધડસાથે જોડવાનો રસ્તો બતાવ્યો. અને ત્યાર પછી શ્રીકૃષ્ણએ અર્જુનની બીજી પત્ની અને બભ્રુવાહનની સાવકી માં અલુપી પાસેથી પ્રાપ્ત નાગમણી દ્વારા અર્જુનને જીવિત કરી દીધા.

આ માહિતી ધ ડીવીન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.