શું તમે જાણો છો કે ભગવાન શિવની બહેન પણ છે, જાણો કોણ છે અસાવરી દેવી.
પૌરાણિક કથા અનુસાર જયારે દેવી પાર્વતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા તો તે ઘરમાં એકલતા અનુભવતા હતા. તેમની ઈચ્છા હતી કે જો તેમની નણંદ હોત તો તેમનું મન લાગેલું રહેતે. પણ ભગવાન શિવ તો અજન્મા (અનાદિ) હતા, તેમની કોઈ બહેન ન હતી. એટલા માટે માતા પાર્વતી મનની વાત મનમાં રાખીને બેસી ગયા. ભગવાન શિવ તો અંતર્યામી છે, તે દેવી પાર્વતીના મનની વાત જાણી ગયા. તેમણે માતા પાર્વતીને પૂછ્યું દેવી કોઈ સમસ્યા છે? ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે, તેમની કોઈ નણંદ હોત તો તેમને ઘણું સારું લાગતે.
પછી ભગવાન શિવે કહ્યું કે, હું નણંદ તો લાવી દઉં, પણ શું નણંદ સાથે તમારું બનશે. પાર્વતીજીએ કહ્યું કે, ભલું નણંદ સાથે કેમ નહિ બને? પછી ભગવાન શિવે કહ્યું ઠીક છે દેવી, હું તમને એક નણંદ લાવી આપું છું. ભગવાન શિવે પોતાની શક્તિથી એક દેવીને ઉત્પન્ન કર્યા. આ દેવી કદમાં ઘણા મોટા હતા, તેમના પગમાં ચીરા પડી ગયા હતા. ભગવાન શિવે કહ્યું કે, આ લો તમારી નણંદ આવી ગઈ. તેમનું નામ અસાવરી દેવી છે.
દેવી પાર્વતી પોતાની નણંદને જોઈને ઘણા ખુશ થયા. તે ફટાફટ અસાવરી દેવી માટે ભોજન બનાવવા લાગ્યા. અસાવરી દેવી સ્નાન કરીને આવ્યા અને ભોજન માંગ્યું. દેવી પાર્વતીએ તેમને ભોજન પીરસ્યું. જયારે અસાવરી દેવીએ ખાવાનું શરૂ કર્યું, તો માતા પાર્વતીના ભંડારમાં જે કાંઈ પણ હતું તે બધું ખાઈ લીધું, અને મહાદેવ માટે કાંઈ બચ્યું નહિ. તેનાથી પાર્વતી દુઃખી થઈ ગયા. ત્યારબાદ જયારે દેવી પાર્વતીએ નણંદને પહેરવા માટે નવા વસ્ત્ર આપ્યા, તો મોટા હોવાને કારણે તેમને તે વસ્ત્ર નાના પડી ગયા. પાર્વતી તેમના માટે બીજા વસ્ત્રની સગવડ કરવા લાગ્યા.
તે દરમિયાન નણંદને અચાનક મજાક કરવાનું મન થયું અને તેમણે પોતાના પગના ચીરામાં માતા પાર્વતીને સંતાડી દીધા. માતા પાર્વતીનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને જમીન પર પગ પટક્યો. આથી ચીરામાં દબાયેલા માતા પાર્વતી બહાર આવી ગયા.
નણંદના આવા વ્યવહારથી દેવી પાર્વતીનો ગુસ્સો સાતમા આકાશ પર પહોંચી ગયો. દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે, કૃપા કરીને નણંદને જલ્દી જ સાસરે મોકલવાની વ્યવસ્થા કરો. મારાથી મોટી ભૂલ થઈ છે, જે મેં નણંદની ઈચ્છા રાખી. ભગવાન શિવે અસાવરી દેવીને કૈલાશમાંથી વિદાય આપી.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.