અહીં આવેલી છે એશિયાની સૌથી વિશાળ અને સૌથી ઉંચી ગણપતી બાપ્પાની મૂર્તિ, જાણો તેના વિષે વિસ્તારથી.
જો તમને પૂછવામાં આવે કે, ગણેશજીની સૌથી ઉંચી મૂર્તિ ક્યાં આવેલી છે? તે કદાચ તમારો જવાબ હશે કે, તે ભારતના જ કોઈ રાજ્યમાં હશે. કદાચ તમારા મનમાં મહારાષ્ટ્ર રાજ્યનું નામ સૌથી પહેલા સામે આવશે. કારણ કે ભારતમાં સૌથી વધુ ગણેશજીની પૂજા મહારાષ્ટ્રમાં જ થાય છે. પણ જયારે તમને એવું કહેવામાં આવે કે, આ મૂર્તિ ભારતમાં નહીં પણ એશિયાના કોઈ બીજા દેશમાં આવેલી છે, તો કદાચ તમારો જવાબ નેપાળ, કમ્બોડિયા કે મલેશિયા હોઈ શકે છે.
પણ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ મૂર્તિ ભારત, નેપાળ, કંબોડિયા કે મલેશિયામાં નહિ પણ થાઈલેન્ડમાં આવેલી છે. એશિયામાં ગણેશજીની સૌથી વિશાળ મૂર્તિ થાઇલેન્ડમાં છે. આજે આ લેખમાં અમે તમને આ મૂર્તિ વિષે ઊંડાણ પૂર્વક જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ તેના વિષે.
થાઈલેન્ડના ક્યા શહેરમાં છે મૂર્તિ? આ મૂર્તિ થાઈલેન્ડના ખ્લોન્ગ ખ્વેન શહેરમાં આવેલી છે. ખ્લોન્ગ ખ્વેન શહેરને ઘણા લોકો ચાંચોએંગશાઓ (Chachoengsao) નામથી પણ ઓળખે છે. તેને સીટી ઓફ ગણેશના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મૂર્તિ લગભગ 40 મીટર ઉંચી છે જે સંપૂર્ણ રીતે તાંબા માંથી બનાવેલી છે. આ મૂર્તિને એક ઈંટરનેશનલ પાર્કમાં બનાવવામાં આવી છે, જ્યાં દર વર્ષે લાખો ભારતીય પ્રવાસીઓ પણ ફરવા માટે જાય છે.
ક્યારે બનીને તૈયાર થઇ મૂર્તિ? આ મૂર્તિને જોઈને ઘણા લોકો એ અંદાજો લગાવે છે કે આ મૂર્તિ સદીઓ જુની છે. પણ આ મૂર્તિ સદીઓ જૂની નથી પણ તેનું નિર્માણ 2012 માં કરવામાં આવ્યું છે. વર્ષ 2008 થી લઈને 2012 વચ્ચે મૂર્તિ બનીને તૈયાર થઇ હતી. આ સ્થળને પહેલા પાર્કમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું પછી થોડા વર્ષો પછી આ પાર્કમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. લગભગ 800 થી વધુ તાંબાનો ભાગ ભેગા કરીને આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મૂર્તિની સંરચના : આ મૂર્તિને લઈને કહેવામાં આવે છે કે, આ મૂર્તિનું નિર્માણ કાંઈક એવી રીતે કરવામાં આવ્યું છે કે, કોઈ પણ વાવાઝોડા અને ભૂકંપ આવે તો પણ તેને કોઈ નુકશાન નથી થઇ શકતું. ગણેશજીના હાથમાં ઘણા ફળ જોઈ શકાય છે. તેમના પેટ ઉપર સાંપ અને સુંઢમાં એક લાડુ છે અને પગ પાસે ઉંદર પણ જોઈ શકાય છે. થાઈલેન્ડમાં ભાગ્ય અને સફળતાના દેવતા તરીકે ગણેશજીને પૂજવામાં આવે છે.
બીજી વિશાળ મૂર્તિઓ વિષે : ભારત વિષે વર્ણન કરવામાં આવે તો કહેવામાં આવે છે કે, ઇન્દોરમાં આવેલી ગણપતિની 25 ફૂટ ઉંચી મૂર્તિ ભારતની સૌથી ઉંચી મૂર્તિ છે. આ મૂર્તિની સ્થાપના 1875 માં કરવામાં આવી હતી. ઘણા લોકોનું એવું પણ માનવું છે કે, ઉત્તર પ્રદેશના સંભલ જીલ્લામાં પણ ભારતની સૌથી ઉંચી ગણેશજીની મૂર્તિ આવેલી છે.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.