મહાભારત કાળ સાથે છે શિવજીના તુંગનાથ મંદિરનો સંબંધ, જાણો તુંગનાથ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો.
ઉત્તરાખંડમાં શિવજીના 5 ખાસ મંદિર છે, જેને પંચ કેદાર કહેવામાં આવે છે. તેમાં કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કપ્લેશ્વર મંદિર શામેલ છે. તુંગનાથ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ 3600 મીટર ઊંચાઈ પર આવેલું છે. આ કારણે આ મંદિર દુનિયામાં સૌથી વધારે ઊંચાઈ પર બનેલું શિવ મંદિર છે. તુંગનાથ દર્શન માટે સોનપ્રયાગ પહોંચવાનું હોય છે. ત્યારબાદ ગુપ્તકાશી, ઉખીમઠ, ચોપટા થઈને તુંગનાથ મંદિર પહોંચી શકાય છે. શ્રાવણ મહિનામાં અહીં ઘણા શિવ આવે છે.
માન્યતા છે કે આ મંદિર લગભગ હજાર વર્ષ જૂનું છે. અને આ જગ્યાનો સંબંધ મહાભારત કાળ સાથે પણ છે. તુંગનાથથી લગભગ 1.5 કિમિ દૂર ચંદ્નશિલા પીક છે. તેની ઊંચાઈ લગભગ 4000 મીટર છે. ચોપટાથી તુંગનાથ એક તરફના ટ્રેકિંગમાં લગભગ 1 થી 1:30 કલાકનો સમય લાગે છે.
તુંગનાથ ઉત્તરાખંડમાં ગઢવાલના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલો એક પર્વત છે. આ પર્વત પર આવેલું છે તુંગનાથ મંદિર. મંદિર વિષે કથા પ્રચલિત છે કે આ મંદિરને પાંડવોએ બનાવ્યું હતું. કુરુક્ષેત્રમાં થયેલા નરસં હારથી પાંડવો ઘણા દુઃખી હતા. તેઓ શાંતિ માટે હિમાલય ક્ષેત્રમાં આવ્યા હતા. તે સમયે તેમણે શિવજીને પ્રસન્ન કરવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એક અન્ય માન્યતા અનુસાર માતા પાર્વતીએ શિવજીને મેળવવા માટે આ ક્ષેત્રમાં તપ કર્યું હતું.
હાલના દિવસોમાં મહામારીને કારણે અહીં આવતા પર્યટકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. છતાં પણ અહીં ટ્રેકિંગના શોખીન ઘણા આવે છે. ભક્તો માટે મંદિર ખુલ્લું છે. મહામારી સાથે સંબંધિત નિયમોનું પાલન કરી અહીંની યાત્રા કરી શકો છો.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.