હોળી પર આ સમયે જરૂર કરો ભગવાન શ્રી નરસિંહજીની આ આરતી, દરેક મનોકામનાઓ થશે પૂરી.
હિંદુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે. હોળીનો તહેવાર ફાગણ માસના શુક્લ પક્ષની પૂનમ તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ વખતે હોલિકા દહન 06 માર્ચે થશે અને ધુળેટી 07 માર્ચે રમાશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે હોલિકા દહનની તિથિએ સવારથી જ ભદ્રાની છાયા રહેશે. આવી સ્થિતિમાં, એવું કહેવાય છે કે ભદ્રા કાળમાં શુભ કાર્યો ટાળવા જોઈએ. ચાલો જાણીએ હોલિકા દહનના શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે.
હોલિકા દહનનો શુભ સમય 2023 :
હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે હોલિકા દહન 06 માર્ચ, 2023 ના રોજ કરવામાં આવશે. તેમજ 7 માર્ચે રંગો સાથે ધુળેટી રમવામાં આવશે. 06 માર્ચે હોલિકા દહનનો શુભ સમય સાંજે 6:24 થી 8:51 સુધીનો છે. પૂજાનો કુલ સમયગાળો 2 કલાક 27 મિનિટનો રહેશે. બીજી તરફ, ભદ્રાનો મુળ સમય બપોરે 2:58 થી 5:06 સુધીનો રહેશે.
હોલિકા દહનને લઈને એવી માન્યતા છે કે આ દિવસે પૂજાના સમયે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ દિવસે હોલિકા દહન પહેલા ભગવાન નરસિંહની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને તેની મનોકામનાઓ પૂરી થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આરતી વિના કોઈપણ પૂજા પૂર્ણ થતી નથી. આવી સ્થિતિમાં હોલિકા દહન પહેલા ભગવાન નરસિંહની આ આરતી કરો અને પૂજા કરો.
ભગવાન શ્રી નરસિંહજીની આરતી (નૃસિંહ ભગવાનની આરતી)
ૐ જય નરસિંહ હરે, પ્રભુ જય નરસિંહ હરે।
સ્તમ્ભ ફાડ઼ પ્રભુ પ્રકટે, સ્તમ્ભ ફાડ઼ પ્રભુ પ્રકટે, જન કા તાપ હરે।।
ૐ જય નરસિંહ હરે, પ્રભુ જય નરસિંહ હરે।।
તુમ હો દીન દયાલા, ભક્તન હિતકારી, પ્રભુ ભક્તન હિતકારી।
અદ્ભુત રૂપ બનાકર, અદ્ભુત રૂપ બનાકર, પ્રકટે ભય હારી।।
ૐ જય નરસિંહ હરે, પ્રભુ જય નરસિંહ હરે।।
સબકે હ્રદય વિદારણ, દુસ્યુ જિયો મારી, પ્રભુ દુસ્યુ જિયો મારી।
દાસ જાન અપનાયો, દાસ જાન અપનાયો, જન પર કૃપા કરી।।
ૐ જય નરસિંહ હરે, પ્રભુ જય નરસિંહ હરે।।
બ્રહ્મા કરત આરતી, માલા પહિનાવે, પ્રભુ માલા પહિનાવે।
શિવજી જય જય કહકર, પુષ્પન બરસાવે।।
ૐ જય નરસિંહ હરે, પ્રભુ જય નરસિંહ હરે।।
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.