આ જગ્યા પર યુધીષ્ઠીરને યક્ષે પૂછ્યા હતા પ્રશ્ન, જાણો વર્તમાન સમયમાં તે ક્યાં આવેલી છે?

0
331

જાણો તે જગ્યા વિષે જ્યાં યક્ષે પૂછ્યા હતા યુધીષ્ઠીરને પ્રશ્ન, આ દેશમાં આવેલી છે જગ્યા.

મહાભારતની એક ખુબ જ લોકપ્રિય કથા છે. આજે આપણે તેના વિષે જાણીશું. અજ્ઞાતવાસ દરમિયાન જયારે પાંડવ એક સ્થળેથી બીજા સ્થળે ભટકી રહ્યા હતા, ત્યારે એક સમય એવો આવ્યો જયારે તેમને ઘણી તરસ લાગી પણ આસપાસ જળનો કોઈ સ્ત્રોત જોવા મળી રહ્યો ન હતો. ત્યારે યુધીષ્ઠીરે તેમના ભાઈઓને જળની વ્યવસ્થા કરવા કહ્યું. આથી બાકીના બધા ભાઈ એટલે કે અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ જળની વ્યવસ્થા કરવા માટે નીકળી પડ્યા. પણ ઘણો સમય પસાર થયા પછી પણ જયારે તેમાંથી કોઈ પાછા ન આવ્યા તો યુધીષ્ઠીરને તેમના ભાઈઓની ચિંતા થઇ અને તે પણ તેમની શોધમાં નીકળ્યા.

પોતાના ભાઈઓને શોધતા શોધતા યુધીષ્ઠીર એક કુંડ પાસે પહોંચ્યા જ્યાં તેમના ચારે ભાઈ મૂર્છિત અવસ્થામાં પડ્યા હતા. ખાસ કરીને એ કુંડ ઉપર એક યક્ષનો અધિકાર હતો અને જેમણે પણ આ કુંડમાંથી જળ લેવું હોય, તેમણે યક્ષના પ્રશ્નોના સાચા ઉત્તર આપવા પતા હતા. પણ યુધીષ્ઠીરના ચારેય ભાઈઓએ યક્ષના અવાજને ધ્યાન બહાર કરીને જળ લેવાનો પ્રયત્ન કર્યો અને તે મૂર્છિત થઇ ગયા. ત્યાર પછી યુધીષ્ઠીરે યક્ષના બધા પ્રશ્નોના સાચ જવાબ આપ્યા અને તેમના ભાઈઓને ત્યાંથી સુરક્ષિત લઇ જવામાં સફળ થયા. ત્યારે જ યક્ષે યુધીષ્ઠીરને ધર્મરાજનો હોદ્દો આપ્યો હતો.

તમારામાંથી ઘણાએ આ કથા સાંભળી હશે. પણ જો અમે તમને પૂછીએ કે શું તમે જાણો છો કે, તે સ્થળ હાલ ક્યાં આવેલું છે જ્યાં આ ઘટના બની હતી? તો કદાચ મોટાભાગના લોકોને તેનો જવાબ નહિ ખબર હોય. પણ અમે તમને જણાવી દઈએ કે, મહાભારત કાળની આ લોકપ્રિય ઘટના જ્યાં બની હતી તે સ્થળ વર્તમાન સમયમાં પણ છે. આજે અમે આ લેખમાં તમને તે સ્થળની જાણકારી આપવાના છીએ.

યક્ષે યુધીષ્ઠીરને ક્યાં પૂછ્યા હતા પ્રશ્ન?

યક્ષ અને યુધિષ્ઠિરના પ્રશ્નની ઘટના જ્યાં બની હતી તે સ્થળ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં છે અને તેને વર્તમાન સમયમાં કટાસ રાજ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઉત્તરી ભાગમાં ચકવાલ જીલ્લો છે. તે જીલ્લાના પોઠોહર પહાડી વિસ્તારમાં નમક કોહ નામની પર્વત માળામાં આ મંદિર આવેલું છે. આ સ્થળ ઉપર મંદિરોની શ્રેણી છે જે 10 મી સદીની માનવામાં આવે છે. માન્યતા છે કે આ બધા મંદિર ભગવાન શ્રી કૃષ્ણએ બનાવરાવ્યા હતા અને અહિયાં આવેલા પ્રાચીન શિવ મંદિરમાં શિવલિંગની સ્થાપના પણ શ્રીકૃષ્ણએ પોતે પોતાના હાથોથી કરી હતી.

આ સ્થળ ઉપર આજે પણ એક સરોવર રહેલું છે જેના વિષે કહેવામાં આવે છે કે, યક્ષે પાંડવોને તેમના બધા પ્રશ્ન આ સરોવરના કાંઠે કર્યા હતા. આ સરોવરને લઈને પણ એક માન્યતા છે. તે માન્યતા એ છે કે, જયારે માતા સતી પ્રજાપતિ દક્ષના યજ્ઞ કુંડમાં સતી થઇ હતી ત્યારે ભગવાન શિવની આંખો માંથી આંસુ છલકાઈને ધરતી ઉપર આ સ્થળ ઉપર પડ્યા હતા જેથી આ સરોવરનું નિર્માણ થયું.

મંદિરની આસપાસ ખોદકામ દરમિયાન 6000 થી 7000 ઈ.સ. પૂર્વના અવશેષ મળ્યા છે, જો કે આ મંદિરને ઘણું પ્રાચીન હોવાની પુષ્ટિ કરે છે. આ મંદિર હવે જીર્ણ અવસ્થામાં છે જેને લઈને હાલના થોડા વર્ષોમાં પાકિસ્તાન કોર્ટે ચિંતા પણ વ્યક્ત કરી હતી. આ સ્થળ સીખ ગુરુ નાનક દેવજીને પણ ઘણું પ્રિય હતું અને અહિયાં સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલ એક સ્તૂપ પણ રહેલો છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.