કૈલાસ ધામ જેવુ જ છે ઔરંગાબાદનું શિવ ધામ, એકવખત જરૂર જજો, ક્યારેય ભુલાય નહિ એવો અનુભવ મળશે.

0
451

શિવ મંદિર, ઔરંગાબાદ :

દેશમાં ઘણા અદભૂત અને ચમત્કાર મંદિરો છે. દરેકની માન્યતા જુદી જુદી હોય છે. તેમાંથી એક ઔરંગાબાદનું શિવ મંદિર છે. તે એલોરા ગુફાઓમાં હોવાથી, તે એલોરાના કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ મંદિરનું મહત્વ કૈલાસ પર્વતથી ઓછું નથી.

તેની વિશેષતા એ છે કે તે ફક્ત એક જ પત્થર કાપીને બનાવવામાં આવ્યું છે. આ મંદિર બે-ત્રણ માળની ઇમારતની બરાબર છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરના નિર્માણમાં વપરાતા ખડકનું વજન આશરે 40 હજાર ટન હતું.

આ આશ્ચર્યજનક શિવધામ બનાવવા માટે 100 વર્ષથી વધુ સમય લાગ્યો છે. તેના બાંધકામની કામગીરી માલખેડ ખાતે રાષ્ટ્રકુટ વંશના નરેશ કૃષ્ણ (I) (757-783 એડી) દ્વારા શરૂ કરવામાં આવી હતી. લગભગ 7000 મજૂરોએ તેને બનાવવા માટે રાત-દિવસ મહેનત કરી. દેશ-વિદેશથી સેંકડો લોકો આ મંદિરની મુલાકાત લેવા આવે છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અહીં એક પણ પૂજારી નથી.યુનેસ્કોએ 1983 માં આ સ્થળને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ જાહેર કર્યું હતું.

આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે અહીં આવનારા કોઈ ભક્તને કૈલાસ પર્વતની મુલાકાત વખતે જેવું પરિણામ મળે છે. તેથી, જે લોકો કૈલાસ જવા માટે અસમર્થ છે તેઓ અહીં મુલાકાત લેવા આવે છે.

ઈલોરા (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે ભારત દેશમાં ઔરંગાબાદ, મહારાષ્ટ્ર થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે.

ઈલોરાની ગુફાઓ કૈલાશનાથ મંદિર,

સ્થાન : ઔરંગાબાદ જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત

ઇલોરાની ગુફાઓ (ભારત) :

ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ “ગુફાઓ” અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફલક છે. આમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ગુફા મંદિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.

ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલો ને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે.

બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે.

આ સ્થળ યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે.

(માહિતી સ્ત્રોત : ઈલેરાની ગુફાઓ વિકિપીડિયામાંથી સાભાર)

(સાભાર હસમુખ ગોહિલ, અમર કથાઓ ગ્રુપ)