કુંવારાનું દુઃખ રજૂ કરતી અદ્દભુત હાસ્યરચના “વાંઢેશનો વલોપાત”, વાંચ્યા પછી તમારું હાસ્ય નહિ અટકે.

0
1263

“વાંઢેશનો વલોપાત”

એ જલેબી હશે તો હું ફાફડો થઈ જઈશ.

બાપૂ! એ રાણી હશે તો હું રાકડો થઈ જઈશ.

હવે દાદા મને ડાળીયે વળગાડો.

વધુ હવે નો આમ સમય બગાડો.

એ ભૂમિતિ હશે તો હું દાખલો થઈ જઈશ.

એ જલેબી હશે તો હું ફાફડો થઈ જઈશ.

ગામમાં હવે એક હું જ વાંઢો.

ગમે ન્યા ટાંગો, મને નથી વાંધો.

એ નાગણ હશે તો હું રાફડો થઈ જઈશ.

એ જલેબી હશે તો હું ફાફડો થઈ જઈશ.

કાચો કુંવારો હવે નથી રહેવું મારે.

આઘું પાછું કાળું ધોળું નથી જોવું મારે.

એ બગીચાની લોન હશે તો હું બાકડો થઈ જઈશ.

એ જલેબી હશે તો હું ફાફડો થઈ જઈશ.

બસ બાપૂ બસ વધુ આઝાદી નો ખપે.

તુહી રે તુહી રે દિલ દિન રાત તો જપે.

ઈ હોળી હશે તો હું ‘દેવ’ કાકડો થઈ જઈશ.

એ જલેબી હશે તો હું ફાફડો થઈ જઈશ.

બાપૂ! એ રાણી હશે તો હું રાકડો થઈ જઈશ.

– સાભાર દેવાયત ભમ્મર (અમર કથાઓ ગ્રુપ.)