ફક્ત રામ મંદિર જ નહિ પણ અયોધ્યામાં આ ધાર્મિક સ્થળોના પણ જરૂર કરો દર્શન. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરુ થઇ ગયું છે. તેના માટે દેશ આખા માંથી ફાળો પણ એકઠો કરવામાં આવી રહ્યો છે. રામ મંદિર નિર્માણ કાર્ય શરુ થવા સાથે જ અયોધ્યા એક મોટું ધાર્મિક પર્યટન કેન્દ્ર બની ગયું છે. અયોધ્યાને ભગવાન શ્રીરામનું જન્મ સ્થળ માનવામાં આવે છે. અયોધ્યા સરયુ નદીના કાંઠા ઉપર વસેલું છે. આજે અમે તમને અયોધ્યાના ફરવા લાયક સ્થળો વિષે જણાવીશું. ત્યાં ફરવાથી તમારી અયોધ્યા ટ્રીપ યાદગાર બની જશે.
અયોધ્યાના હનુમાનગઢીમાં હનુમાનજીનું વિશાળ મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે અયોધ્યા આવવાથી સૌથી પહેલા હનુમાનગઢી મંદિરમાં જઈને હનુમાનજીના આશીર્વાદ જરૂર લેવા જોઈએ અને પછી આગળ બીજા મંદિરોમાં જવું જોઈએ. એટલા માટે તમે જયારે પણ અયોધ્યા જાવ તો સૌથી પહેલા હનુમાનગઢી મંદિર જઈને હનુમાનજીના દર્શન જરૂર કરો.
અયોધ્યા આવવાથી કનક ભવન જવાનું ન ભૂલશો. કનક ભવન ઘણું વિશાળ અને ભવ્ય છે કહેવામાં આવે છે કે રાણી કૈકયીએ કનક ભવનને માતા સીતાને મોઢું દેખાડવામાં આપ્યુ હતું. કનક ભવનમાં સ્થિત રામ-જાનકીની મૂર્તિ શ્રદ્ધાળુઓને તેની તરફ આકર્ષિત કરે છે.
અયોધ્યામાં રાજા દશરથનો ભવ્ય મહેલ આવેલો છે. અહિયાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ભજન કીર્તન કરે છે. રાજા દશરથનો મહેલ જોઇને તમે રામ ભક્તિમાં લીન થઇ જશો.
અયોધ્યામાં દરેક ભગવાન શ્રીરામની જન્મભૂમિ જોવાની ઈચ્છા લઇને જાય છે. શ્રીરામના જન્મ સ્થાન ઉપર હવે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યાં રામલલાની મૂર્તિ બિરાજમાન છે, જેના તમે દર્શન કરી શકો છો.
હનુમાનગઢી મંદિર પાસે જ દંતધાવન કુંડ આવેલો છે. આ સ્થળને રામ દતૌન પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામ આ કુંડના પાણીથી દાંતની સફાઈ કરતા હતા. અયોધ્યા યાત્રા દરમિયાન આ કુંડ ઉપર જરૂર જજો.
સરયુ નદીના દર્શન અને તેમાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુ દુર દુરથી આવે છે. માનવામાં આવે છે કે સરયુ નદીમાં સ્નાન કરવાથી બધા પાપો માંથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રીરામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલા માટે અયોધ્યા જાવ તો સરયુ નંદીમાં સ્નાન કરવાનું ન ભૂલશો.
દિગંબર જૈન મંદિરમાં ઋષભદેવની ભવ્ય મૂર્તિ. જૈન ધર્મના લોકો માટે પણ અયોધ્યા પવિત્ર સ્થળ છે. અહિયાં દિગંબર જૈન મંદિર આવેલું છે. માન્યતા છે કે જૈન ધર્મના પહેલા તીર્થકર ઋષભદેવનો જન્મ અયોધ્યામાં જ થયો હતો. આ જૈન મંદિરમાં ઋષભદેવની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. અહિયાં આવીને તમને શાંતિ અને આનંદનો અહેસાસ થશે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.