અયોધ્યા જાઓ ત્યારે આ પ્રાચીન ધાર્મિક વારસાના પણ કરો દર્શન, કદી ભૂલી ન શકાય એવો અનુભવ થશે.

0
535

જાણો અયોધ્યાના પ્રાચીન ધાર્મિક વારસાનું પૌરાણિક મહત્વ અને ઇતિહાસ. અયોધ્યાનો હિંદુ ધર્મમાં હંમેશાથી જ પોતાનું એક વિશેષ મહત્વ રહ્યું છે. જેને લઈને પણ અયોધ્યાનો ઈતિહાસ હવે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તેના પ્રાચીન ઈતિહાસને જોઈએ તો તે સમયે પણ તે સૌથી પવિત્ર શહેરો માંથી એક હતું, જ્યાં હિંદુ ધર્મના વિદ્વાનોએ આ પવિત્ર સ્થળને એકસુત્રતા સાથે સુંદર નિર્માણ કરી તેના મહત્વમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

પૌરાણીક માન્યતાઓ મુજબ આ સ્થળને એક એવા શહેર તરીકે વર્ણિત કરવામાં આવ્યું હતું. જે દેવતાઓ દ્વારા જ બનાવવામાં આવ્યું હતું અને તે સમયે સ્વર્ગની જેમ સમૃદ્ધ હતું. પરંતુ સમય સાથે તેમાં ઘણા ફેરફાર કરી દેવામાં આવ્યા. તેથી આજે અમે તમને અયોધ્યાની એ પ્રાચીન ધરોહરો વિષે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં જઈને તમને એ સ્થાનનું પૌરાણીક મહત્વનું વર્ણન મળશે.

લક્ષ્મણ ઘાટ : અયોધ્યાનો લક્ષ્મણ ઘાટ ખુબ જ પ્રસિદ્ધ ઘાટો માંથી એક છે, જ્યાં તમને આ ઘાટ ઉપર લક્ષ્મણજીનું એક પ્રાચીન મંદિર મળશે. આ મંદિરમાં તમને પાંચ ફૂટ ઉંચી લક્ષ્મણજીની એક પ્રાચીન મૂર્તિના દર્શન કરવાની તક પણ મળશે. માનવામાં આવે છે કે લક્ષ્મણની આ ભવ્ય મૂર્તિ, મંદીરની સામે વાળા કુંડમાં મળી આવી હતી. કહે છે કે અહિયાં તે ઘાટ છે, જ્યાંથી લક્ષ્મણજી પરમ ધામ પધાર્યા હતા.

અહિલ્યાબાઈ ઘાટ : માન્યતા મુજબ અહિલ્યાબાઈ ઘાટ ઉપર જ ભગવાન શ્રીરામે મહાયજ્ઞ કર્યો હતો. આ ઘાટના થોડે દુર તમને ત્રેતાનાથજીના મંદિરના દર્શન કરવા મળે છે. જેમાં ભગવાન રામ પોતાની પત્ની સીતા સાથે બિરાજમાન છે.

સ્વર્ગદ્વાર ઘાટ : સ્વેર્ગદ્વાર ઘાટની પાસે તમને ભગવાન રામના પુત્ર કુશ દ્વારા બનાવવામાં આવેલા શ્રી નાગેશ્વરનાથ મહાદેવજીનું મંદિર મળે છે. સ્વર્ગદ્વાર ઘાટના ઈતિહાસને લઈને કહેવામાં આવે છે કે બાબરે જયારે રામલલાના જન્મ સ્થાનના મંદિરને ખંડિત કર્યું હતું, તો તે સમયે મંદિરના પુજારીઓએ ભગવાન રામની મૂર્તિ ઉપાડીને તે ઘાટ ઉપર સ્થાપિત કરી દીધી હતી. આજે આ ઘાટ ઉપર દેશ વિદેશથી લઈને લોકો પીંડદાન કરે છે.

હનુમાનગઢી : હનુમાનગઢી સરયુ નદીના કાંઠાથી લગભગ એક માઈલ દુર વસેલા એક નાના એવા નગરમાં સ્થિત છે. અહિયાં તમને એક ઊંચા ટીલા ઉપર ચાર કોટનો નાનો એવો દુર્ગ જોવા મળશે, જેમાંથી જ લગભગ 60 સીડીઓ ચડીને હનુમાનજીના મંદિરમાં જવાનું સ્થાન છે. મંદિરની ચારે તરફ તમને ગામ મળશે જેના ઘરમાં અયોધ્યાના સાધુ સંત વર્ષોથી રહે છે. હનુમાનગઢીની દક્ષીણમાં સુગ્રીવ ટીલો અને અંગદ ટીલો રહેલો છે.

દુર્શનેશ્વર : હનુમાનગઢીથી થોડા અંતરે તમને અયોધ્યા નરેશ શ્રીરામના દર્શન કરવા મળે છે. જેની સુંદર વાટિકામાં દર્શનેશ્વર મહાદેવનું એક પ્રાચીન સુંદર મંદિર છે.

કનક ભવન : કનક ભવનમાં જ અયોધ્યાનું મુખ્ય મંદિર બનેલુ છે. માનવામાં આવે છે કે આ પ્રાચીન મંદિરનું નિર્માણ ઔરછા નરેશે કર્યું હતું. અયોધ્યાના તમામ ભવ્ય અને વિશાળ મંદિરોમાં તેનું નામ સૌથી પહેલા આવે છે. તેને આજે ભગવાન શ્રીરામના અંતઃપુર અને માતા સીતાનો મહેલ કહે છે. એટલા માટે તેમાં તમને ખાસ કરીને ભગવાન રામ અને માં સીતાના જ દર્શન થાય છે. તેમાં રહેલા સિંહાસન ઉપર તમને મોટી મૂર્તિઓ જોવા મળશે, જેમાં આગળ સીતા-રામની એક નાની મૂર્તિના પણ દર્શન કરવા મળે છે. જેને ઘણી પ્રાચીન માનવામાં આવે છે. આ મંદિરની ભવ્યતા જ તેના ઈતિહાસનું વર્ણન કરે છે, જેને લઈને જ આ મંદિરનું મુખ્ય મંદિર માનવામાં આવે છે.

જન્મ સ્થાન : કનક ભવનથી આગળ તમને શ્રીરામ જન્મભૂમિ જોવા મળશે. અયોધ્યાનું આ એ વિવાદિત સ્થાન છે, જેને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. તેના વિષે માનવામાં આવે છે કે અહિયાં એક પ્રાચીન મંદિર હતું, જે તોડાવીને બાબરે બાબરી મસ્જીદનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ હવે અહિયાં ફરીથી શ્રીરામની મૂર્તિ બિરાજમાન છે. આ પ્રાચીન મંદિરને ઘરમાં રામ જન્મભૂમિનું એક નાનું પ્રાચીન મંદિર બીજું પણ બનેલું છે. તે ઉપરાંત જન્મ સ્થાનની આસપાસ તમને ઘણા પ્રાચીન મંદિર જોવા મળશે. જેમાં ગીતા રસોઈ, ચોવીસ અવતાર, કોપ ભવન, રત્નસિંહાસન, આનંદ ભવન, રંગ મહેલ, વગેરે સામેલ છે.

તુલસી ચોરો : અયોધ્યાના રાજમહેલની દક્ષીણમાં એક ખુલ્લા મોટા મેદાનમાં તુલસી ચોરો છે. આ સ્થાનને લઈને માન્યતા છે કે તે એ સ્થાન છે, જ્યાં વિદ્વાન ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિત્ર માનસની રચના કરી હતી. એ કારણ આ સ્થળનું નામ પણ તુલસી ચોરો પડ્યું હતું.

મણી પર્વત : તુલસી ચોરાથી લગભગ એક માઈલ દુર અયોધ્યા રેલ્વે સ્ટેશન પાસે જંગલમાં એક મોટો ટીલો છે, જેની ઉપર પ્રાચીન મંદિર છે. માનવામાં આવે છે કે તેની ઉપર સમ્રાટ અશોકે 200 ફૂટ ઉંચો એક સ્તૂપનો અવશેષ મળે છે.

દાંતણ કુંડ : આ સ્થાન મણી પર્વતની ઘણી નજીક છે. દાંતણ કુંડને લઈને માન્યતા છે કે આ સ્થળ ઉપર ભગવાન શ્રીરામ રોજ દાંતણ કરતા અને દાંતણ કરતી વખતે આ કુંડના પાણીનો ઉપયોગ કરતા હતા. અમુક લોકો તો એ પણ કહે છે કે જયારે ગૌતમ બુદ્ધ અયોધ્યામાં રહેવા આવ્યા હતા ત્યારે તેમણે પણ અહિયાં દાંતણ કર્યું હતું. તે દરમિયાન એક વખત તેમણે તેનું દાંતણ આ સ્થાન ઉપર દાટી દીધું. જે પાછળથી એક સાત ફૂટ ઊંચા વૃક્ષમાં ફેરવાઈ ગયું હતું, આમ તો તે ચમત્કારી વૃક્ષ હવે નથી. પરંતુ તેનું સ્મારક હજી પણ તમને અહિયાં મળી જશે.

દશરથ તીર્થ : સરયુ કાંઠા ઉપર આવેલું દશરથ તીર્થનું અંતર રામઘાટથી લગભગ 8 માઈલ જ દુર છે. માન્યતા છે કે આ તો એ પવિત્ર સ્થાન છે, જ્યાં મહારાજા દશરથના અંતિમ સંસ્કાર થયા હતા. એટલા માટે તેનું નામ દશરથ તીર્થ રાખવામાં આવ્યું.

છપૈયા : છપૈયા એક પ્રાચીન ગામ છે, જેનો ઉલ્લેખ તમને પૌરાણીક કથાઓમાં પણ મળી જશે. તે ગામ સરયુ નદીની પાર વસેલું છે. જેનું અંતર અયોધ્યાથી લગભગ 6 માઈલ છે. આ સ્થાનને સ્વામી સહજાનંદજીની જન્મભૂમિ ગણવામાં આવે છે.

નંદીગ્રામ : નંદીગ્રામ ફૈજાબાદથી લગભગ 10 માઈલ અને અયોધ્યાથી લગભગ 16 માઈલ દુર છે. માન્યતા છે કે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણજીના 14 વર્ષના વનવાસ સમયે ભગવાન ભરતે અહિયાં 14 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. એટલા માટે તમને અહિયાં ભરતકુંડ સરોવર અને ભરતજીનું એક ભવ્ય મંદિર પણ મળી આવશે.

સોનખર : માન્યતાઓ મુજબ આ સ્થાન ઉપર મહારાજા રઘુનો કોષાગાર હતો. માનવામાં એ પણ આવે છે કે ભગવાન કુબેરે આ સ્થાન ઉપર સોનાનો વરસાદ કર્યો હતો. ત્યાર પછી તેનું નામ સોનખર પડ્યું.

સૂર્ય કુંડ : રામઘાટથી સૂર્ય કુંડનું અંતર લગભગ 5 માઈલ છે. અહિયાં સુધી પહોચવા માટે તમને પાકો રોડ મળશે. આ સ્થાન ઉપર એક મોટું સરોવર છે, જેની ચારે તરફ ઘણા પ્રસિદ્ધ ઘાટ બનેલા છે અને તેની પશ્ચિમ કાઠે સૂર્ય નારાયણનું એક વિશાળ મંદિર બનેલું છે.

ગુપ્તારઘાટ : ગુપ્તારઘાટ અયોધ્યાથી પશ્ચિમ દિશામાં સરયુ કાંઠાથી લગભગ 9 માઈલના અંતરે આવેલું છે. જ્યાં સરયુ સ્નાનનું પૌરાણીક અને ધાર્મિક ઘણું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઘાટની પાસે તમને ગુપ્તહરિના મંદિરના દર્શન કરવા મળે છે.

જનોરા : માન્યતા છે કે જયારે પણ શ્રી રામના સસરા મહારાજા જનક અયોધ્યા પધારતા હતા, તો વિશ્રામ માટે પોતાની શિબિર અહિયાં લગાવતા હતા. આ સ્થાન અયોધ્યાથી લગભગ 7 માઈલ દુર છે. જ્યાં તમને ગીરીજાકુંડ નામનું એક સરોવર અને એક પ્રાચીન શિવ મંદિરના દર્શન થઇ જશે. તે ઉપરાંત જો તમે અયોધ્યા જાવ છો, તો તમને કાલારામ મંદિર, નાગેશ્વરનાથ મંદિર, હનુમાનગઢીનું હનુમાન મંદિર, નાના દેવ કાળી મંદિર વગેરે મંદિરોના પણ દર્શન કરવાની તક મળશે, જેનું પ્રાચીન મહત્વ તેને વિશ્વમાં વિખ્યાત બનાવે છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.